ગાંધીનગર — કોરોના પોઝિટીવ દર્દીઓ સિવાયના અન્ય રોગના દર્દીઓ સારવાર લઇ શકે તે માટે રાજ્ય સરકારે ખાનગી દવાખાના અને હોસ્પિટલો ખોલવાની સૂચના આપ્યા પછી પણ જે ડોક્ટરો કે સંચાલકોએ તેમના દવાખાના બંધ રાખ્યા છે તેમને ગાંધીનગરમાં ચેતવણી મળી છે.ગાંધીનગર મેયરે આ મામલે ડોકટર એસોસિયેશનને પત્ર લખી 48 કલાકમાં દવાખાના ખોલવા માટે તાકીદ કરી છે. કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને આ મામલે જરૂરી કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું છે. તબીબો દવાખાના નહીં ખોલે તો તેમની સામે પેન્ડેમિક એકટ મુજબ કાર્યવાહી પણ થઈ શકે છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલતી હોવાના કારણે શહેર તેમજ જિલ્લામાંથી લોકો સિવિલ હોસ્પિટલમાં દવા લેવા જતાં…
કવિ: Margi Desai
ગાંધીનગર -ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ કરવામાં આવે તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજ્યની તિજોરી પર ગંભીર અસર પડી હોવાથી સરકાર પેટ્રોલમાં બે ટકા અને ડીઝલમાં એક ટકો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારી શકે છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયમાં રાજ્ય સરકારની આવકને મોટી અસર થઇ છે. કર્મચારીઓના પગાર કરવા માટે પણ લોન લેવામાં આવી રહી છે તેવા સંજોગોમાં વેલ્યુ એડેડ ટેક્સની આવક વધારે મળે તે માટે પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસમાં વેટ વધારવામાં આવશે. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડીઝલ પર 17…
ગાંધીનગર – ત્રણ ત્રણ વખત લોકડાઉનથી દેશ અને રાજ્યોના લોકો કંટાળી ગયા છે. કોરોના સાથે કેવી રીતે જીવવાનું છે તેવી ગાઇડલાઇન સાથે લોકડાઉન ચોથી વાર આવી રહ્યું છે. પહેલું લોકડાઉન 21 દિવસનું હતું. બીજું લોકડાઉન 19 દિવસનું હતું અને ત્રીજું જે અત્યારે ચાલી રહ્યું છે તે 14 દિવસનું છે. 17મી મે એ જ્યારે ત્રીજું લોકડાઉન પૂર્ણ થશે ત્યારે લોકો 54 દિવસથી ઘરમાં રહ્યાં હશે.ગુજરાતના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે જે રાજ્યોમાં કોરોના પોઝિટીવના આંકડા વધતા હોય તેવા રાજ્યો તેમની રીતે લોકડાઉનનો સમય લંબાવી શકે છે. ભારત અને ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલુ છે…
ગાંધીનગર – ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ રોજ સવારે એક ચીજની માગણી કરી છે અને તેઓ તેની પ્રતિક્ષા કરતા હોય છે. આમ તો શિયાળામાં પીવાની ચીજ છે પરંતુ હાલ કોરોનાના સંક્રમણ વચ્ચે ઉનાળામાં પણ પિવાઇ રહ્યું છે. દર્દીઓ ચા માગે છે પરંતુ વ્યસન છે તેવી ચા નહીં પણ હર્બલ ટી માગતા જોવા મળે છે. ઘરે તો ક્યારેય આવી ચા પીધી નહીં હોય પરંતુ અત્યારે હર્બલ ટીનું દર્દીઓને વ્યસન થયું છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે.…
ગાંધીનગર – ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબે કોરોના સંક્રમિત દર્દીને કેવી રીતે બચાવ્યો તે જાણવું જરૂરી છે. આ દર્દી મોતના મુખમાં હતો પરંતુ તેને પાછો લાવી છેવટે તંદુરસ્ત બનાવી રજા આપવામાં આવી છે. કોરોના પોઝિટીવના દર્દીઓ સાજા થતાં નથી તે માનવું ભૂલ ભરેલું છે. જ્યારે કોરોનાની દવા કે રસી શોધાઇ જશે ત્યારે કોરોનાનું સંક્રમણ અટકી જશે. ગાંધીનગરમાં દાખલ થયેલા એક દર્દી વિનામૂલ્યે સાજો થયો છે. આ દર્દીને સંક્રમણ વધી જતાં ઓક્જન પર રાખવામાં આવ્યો હતો. જિલ્લાના રાંધેજાના યુવાન દર્દીને 30,000નું એક ઇન્જેક્શન સરકારી ખર્ચે આપવામાં આવ્યું હતું. ફેંફસામાંથી ઇન્ફેક્શન ક્લીન કરીને દર્દીને કોરોના મુક્ત બનાવી તેને રજા આપવામાં આવી છે.આ દર્દીને…
ગાંધીનગર — ગુજરાતના પાટનગર કે જ્યાંથી આખા ગુજરાતનો વહીવટ થાય છે ત્યાં સરકારે લોકડાઉનનું પાલન જ નહીં પણ શહેરને રીતસર તાળાં મારી દીધાં છે. શહેરમાં પ્રવેશવાના માર્ગો પર આડશો મૂકી પોલીસનો પહેરો વધારી દેવામાં આવ્યો છે. શહેર અને જિલ્લાને રેડઝોનમાં મૂકવામાં આવ્યા પછી સરકાર આકરા પાણીએ ગઇ છે. ગુજરાતમાં ગાંધીનગર શહેર અને જિલ્લો એવો હતો કે માત્ર 17 કેસ હતા અને બે મોત સાથે બાકીના દર્દીઓ સાજા થઇ જતાં ખુદ સરકારે આ જિલ્લાને કોરોના ફ્રી ડિસ્ટ્રીક્ટ તરીકે જાહેર કર્યું હતું. ગાંધીનગરનો સમાવેશ ગ્રીનઝોનમાં કરવામાં આવ્યો હતો પરંતુ કર્મચારીઓની આવન-જાવનના કારણે ધીમે ધીમે કેસો વધતા ગયા છે. અમદાવાદના રેડઝોનમાંથી ડ્યુટી માટે…
ગાંધીનગર – કોરોના સંક્રમણના સમયમાં એકતરફ અમદાવાદમાં તમામ ડોક્ટરોને ક્લિનિક શરૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ડોક્ટરોને અપીલ કરી છે કે તેઓ સારવાર કરવા માટે આગળ આવે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતાં રાજ્યમાં ડોક્ટરોની ખેંચ વર્તાઇ રહી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં તમામ ડોક્ટરોએ તેમના પ્રાઇવેટ ક્લિનિક ચાલુ કરવાનો સરકારે આદેશ કર્યો છે અને ચીમકી આપી છે કે જે ડોક્ટરો ક્લિનિક શરૂ નહીં કરે તેમનું મેડીકલ પ્રેક્ટિસનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવશે. રાજ્યમાં પહેલીવાર સરકારે આ પ્રકારનો આદેશ કર્યો છે. કોવિડ પેન્શન્ટની સારવાર કરવા માટે ડોક્ટરોની તંગી વર્તાઇ રહી હોવાની છાપ ઉભી થઇ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન…
ગાંધીનગર – ગાંધીનગરમાં કોરોના સંક્રમણના કેસો વધતાં શહેર અને જિલ્લાને રેડઝોનમાં મૂકી દેવામાં આવ્યું છે અને લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે છતાં લોકડાઉન ભંગના અનેક કિસ્સા સામે આવે છે. ખુદ સરકારી અધિકારીઓ હવે તો ભંગ કરી રહ્યાં છે. મોર્નિંગ અને ઇવનિંગ વોકમાં નિકળતા અધિકારીઓ પોલીસની ઝપટમાં આવી રહ્યાં છે.ગાંધીનગરમાં મોર્નિંગ વોકમાં નિકળેલા એક અધિકારીને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે રોક્યા હતા અને પૂછ્યું હતું કે લોકડાઉન છે છતાં તમે ઘરની બહાર કેમ નિકળ્યાં છે. આ અધિકારીએ કહ્યું કે – તમે જુઓ છો, હું મોર્નિંગ વોક કરૂં છું. પોલીસે કહ્યું પરંતુ અત્યારે આ બધી પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે તમે આમ…
ગાંધીનગર — “ગુજરાતની જનતા લોકડાઉનનો ભંગ કરે તો તેને સજા મળે છે પરંતુ અધિકારી કે જિલ્લા કલેક્ટર કેન્દ્રના જાહેરનામાને તોડી મરોડીને અમલ કરાવે તો તેને કોઇ સજા નથી.” – આ શબ્દો હારેલા અને થાકેલા એક ઉદ્યોગ સંચાલકના છે. કેન્દ્ર સરકારની જાહેરાત પછી વેપારીઓ અને ઉદ્યોગોને લાગતું હતું કે તેઓ તેમનો બિઝનેસ શરૂ કરી શકશે પરંતુ ગુજરાત સરકારે કોરોના પોઝિટીવના વધતા કેસોના ભયથી કેન્દ્રના જાહેરનામામાં ફેરફારો કર્યા છે.જિલ્લા અને તાલુકા સ્તરના વેપારી તથા ઔદ્યોગિક સંગઠનોએ જણાવ્યું હતું કે જે-તે જિલ્લાના કલેક્ટરો દ્વારા નિર્ણયો લેવાય છે તેમાં કેન્દ્રની માર્ગદર્શિકાનું પાલન થતું નથી અને તેના કારણે વેપાર-ઉદ્યોગને મોટું નુકસાન થઇ રહ્યું છે. ગુજરાત…
ગાંધીનગર –ગુજરાતના નાના શહેરોની પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને રાજ્યના મુખ્યમંત્રીએ જવાબદારીઓ સોંપી છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યની 162 જેટલી પાલિકાઓઓ શું શું કરવાનું તેના આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરોમાં આવતા નાગરિકોનું રજીસ્ટર્ડ રાખવા તેમજ નાગરિકો માસ્ક પહેરે તેનું પાલન કરાવવાના આદેશ આપ્યા છે.મુખ્યમંત્રીએ રાજ્યની તમામ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. તેમણે જે નગરપાલિકાઓ સંક્રમિત કેસો ધરાવતા મહાનગરોની હદને અડીને આવેલી છે ત્યાં બહારના કોઇ વ્યકિત આવીને સંક્રમણ ન ફેલાવી જાય તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી. રૂપાણીએ કહ્યું હતું કે નગરમાં અવર-જવર કરતી વ્યકિતઓનું મૂવમેન્ટ રજીસ્ટર નિભાવાય તથા કોઇ પણ નવી વ્યકિત આવે…