કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર – ગુજરાતમાં જૂન મહિનામાં સ્કૂલો નહીં ખૂલે, કારણ કે કોરોના સંક્રમણના વધતા જતા કેસોના કારણે બાળકોને સંક્રમણ થવાની સંભાવના હોવાથી સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું વિચારી રહી છે. બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે તેવી પણ શક્યતા છે. રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જૂન અને જુલાઇ મહિનામાં કોરોના સંક્રમણ વધવાની સંભાવના હોવાથી સ્કૂલો અને એજ્યુકેશનલ સંસ્થાઓમાં અભ્યાસ શરૂ થઇ શકે તેમ નથી, કારણ કે સ્કૂલોમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ હોય છે અને બાળકોને સંક્રમણ લાગવાનો મોટો ભય છે. સ્કૂલોમાં લઇ જતા વાહનોમાં બાળકો ભીડમાં બેસતા હોય છે. સ્કૂલોમાં પણ વર્ગખંડોમાં બાળકો છૂટા બેસી શકે તેવી વ્યવસ્થા નથી તેથી…

Read More

ગાંધીનગર – ગુજરાતના 68 લાખ પરિવારોને રવિવારથી ફરી એકવાર મે મહિનાના અનાજ વિતરણનો પ્રારંભ કરાશે. આ અનાજ અંત્યોદય એનએફએસએ પરિવારોને આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેર સિવાય રાજ્યનાતમામ જિલ્લાઓમાં વિનામૂલ્યે અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના NFSA અને અંત્યોદય એવા 68.80 લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં 17મી મે થી 26મી મે દરમ્યાન ચાલુ રહેશે. આ અનાજ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે NFSA રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં મહાનગરોની ચૂંટણી પહેલાં ભાજપ વિસ્તારોની હદ વધારી શકશે નહીં. કોરોના સંક્રમણના કારણે ભાજપના પ્લાન ફેઇલ થઇ ગયા છે. રાજ્યના આઠ મહાનગરોમાં હદ વધાર્યા વિના ચૂંટણી કરવી પડશે જે ભાજપને મોટું નુકશાન કરાવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના શહેરી વિકાસ વિભાગે તમામ આઠ મહાનગરોને પત્ર લખી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોના વિલયનો પ્રસ્તાવ મોકલવાની સૂચના આપી હતી. આ પ્રસ્તાવ મે મહિનામાં મળી જવા જોઇતા હતા પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે મહાનગરોના વહીવટી તંત્ર તે કામ કરી શક્યા નથી અને હવે સમય ઓછો છે તેથી આ યોજના પડતી મૂકવી પડે તેમ છે. શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે…

Read More

ગાંધીનગર — રાજ્ય સરકારની અને ખાનગી ક્ષેત્રની પાવર કંપનીઓના મોટા ભાગના પ્લાન્ટ ઓછી ડિમાન્ડને પગલે બંધ રહ્યા છે. પાવર પ્લાન્ટ યુનિટ બંધ રહેવા પાછળ ઓપન માર્કેટમાં ઓછા ભાવે પાવર ઉપલબ્ધ હોવાનું કારણ બહાર આવ્યું છે. રાજ્યમાં હાલમાં 6,400 મેગાવોટની ખાનગી અને સરકારી પ્લાન્ટની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માંગ ન હોવાને કારણે ટૂંકા સમય માટે-રિઝર્વ શટડાઉન કરવામાં આવ્યા છે. અગાઉ એપ્રિલ મહિનાના અંતમાં 5,500 મેગાવોટના 23 પ્લાન્ટ બંધ હતા.જો કે હાલમાં તેના કરતાં પણ વધુ યુનિટ શટડાઉન થયા છે. સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરના ડેટા મુજબ 17 યુનિટ કે જેની 3,900 મેગાવોટની ક્ષમતાના યુનિટ કે પ્લાન્ટ બંધ કરાયા છે. જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં પણ…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં લોકડાઉન 4.0 ને હળવું કરવાનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ દિલ્હીમાં બતાવ્યા વિના થઇ શકશે નહીં. અમે આવું કરવા માગીએ છીએ.. એવું દર્શાવીને દિલ્હીની મંજૂરી મેળવવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં લોકડાઉન હળવું કરવા બાબતે ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અભિપ્રાય લેવામાં આવ્યા છે. ગુજરાતમાં ક્યા ક્યા ઉદ્યોગો અને દુકાનોને છૂટ આપવામાં આવશે અને ક્યા ક્યા ઉદ્યોગ-ધંધા હજી બંધ રાખવાના થાય છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન…

Read More

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાના વેપારીઓ, દુકાનદારો, કારીગરો અને વ્યવસાયકારો માટે એક લાખ રૂપિયાની લોનની જાહેરાત કર્યા બાદ સરકારે તેની ગાઇડલાઇન નક્કી કરી છે અને તેના ફોર્મનું વિતરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ લોનમાં વ્યક્તિએ માત્ર બે ટકાના દરે વ્યાજ ભરવાનું છે અને તેના હપ્તા છ મહિના પછી શરૂ થવાના છે. આત્મનિર્ભર ગુજરાત નામની આ યોજના માટેના અરજી ફોર્મ 21મી મે થી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે અરજી ફોર્મ રાજ્યની 1000 જેટલી જિલ્લા સહકારી બેન્કની શાખાઓ, 1400 અર્બન કોઓપરેટીવ બેન્કો તેમજ 7000 ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીઓ મળીને કુલ 9000 જગ્યાએથી લોકોને મળી રહેશે. આ યોજનાનો…

Read More

ગુજરાતમાં શ્રમિકો અને મજૂર વર્ગ કાલે અને આજે પણ ફંડ વિહોણાં છે. કોરોના સંક્રમણના કારણે શ્રમિકોની દશા બગડી છે. રાજ્યમાંથી એક અંદાજ પ્રમાણે પાંચ લાખ મજૂરોએ સ્થળાંતર કર્યું છે. લોકડાઉનની સ્થિતિમાં નોકરી ગુમાવતાં અને રોજીરોટીની રઝળપાટ વચ્ચે અસ્તિત્વનો સવાલ ઉભો થતાં પરપ્રાંતના મજૂરો તેમના વતનમાં હજી આજે પણ જઇ રહ્યાં છે. હકીકતમાં ગુજરાતના શ્રમયોગીઓ રામભરોસે છે. વિવિધ ફેક્ટરીઓ અને રિયલ એસ્ટેટમાં કામ કરતા શ્રમિકો માટે સરકાર તેનું નિયત બજેટ પણ વાપરી શકતી નથી. એટલું નહીં, કારખાનાઓમાં અકસ્માતો અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવતા નથી. મોટાભાગના ઉદ્યોગકારો શ્રમ કાયદામાં રહેલી ક્ષતિના કારણે છટકી જાય છે અને મજૂર પરિવાર પર આફત આવી…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે આ વર્ષે ચોમાસામાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થશે તેવું અનુમાન હવામાન નિયામક જ્યંત સરકારે કર્યું છે. તેમણે કહ્યું છે કે આ વખતે ચોમાસા દરમ્યાન ઘણી જગ્યાએ ભારે વરસાદની વકી છે. આજે તેમણે ગુજરાતના ચોમાસા અંગે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ગાંધીનગરમાં સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત…

Read More

ગાંધીનગર—ગુજરાતમાંથી ગયેલા શ્રમિકોની સંખ્યા વધતી જાય છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે સત્તાવાર રીતે 3.95 લાખ શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં મોકલ્યા છે. આટલી મોટી સંખ્યામાં વતન ગયેલા શ્રમિકો ક્યારે પાછા આવશે તે નિશ્ચિત નથી. સરકાર પાસે પણ તેનો કોઇ જવાબ નથી. સમગ્ર ભારતમાં 9.85 લાખ જેટલા શ્રમિકોએ સ્થળાંતર કર્યું છે જેમાં ગુજરાતના 3.95 લાખનો સમાવેશ થાય છે. જો કે ગુજરાતમાંથી સરકારે એરેન્જમેન્ટ કર્યા પહેલાં એક લાખ જેટલા શ્રમિકો તેમની રીતે વતન જતા રહ્યાં છે જે પૈકી હજારો લોકે પગપાળા તેમના વતન ગયા છે. આજે પણ સરકાર પાસે શ્રમિકોનો ચોક્કસ આંકડો નથી. ગુજરાતના વિવિધ સેક્ટરો સાથે સંકળાયેલા શ્રમિકો તેમના વતન ગયા છે…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે શૈક્ષણિક સત્ર ક્યારથી શરૂ કરવું તેનો નિર્ણય આગામી સપ્તાહમાં લેવાય તેવી સંભાવના છે. ગુજરાતમાં શૈક્ષણિક સત્ર ક્યારથી શરૂ થશે તે અત્યારે નિશ્ચિત નથી, કારણ કે રાજ્યના તમામ 33 જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો છે.ખાસ કરીને મોટા શહેરોમાં અને હોટસ્પોટ વિસ્તારોમાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે તે જોતાં શિક્ષણનો ઢાંચો બદલવામાં આવે તેવી પણ એક શક્યતા જોવામાં આવી રહી છે. ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની મોટી દુર્દશા એવી છે કે સ્કૂલોમાં બાળકોને બેસવાના ઓરડાની સંખ્યા ઓછી છે તેથી ગીચતામાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. હવે આ સ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો નિયમ લાગુ કરવો 80 ટકા સ્કૂલો માટે…

Read More