કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર – ગુજરાતમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં સખીમંડળની બહેનોએ કમાણી કરી છે. જરૂરતમંદોને માસ્ક બનાવી આપ્યાં છે અને તેના મહેનતાણા પેટે રોજગારી મેળવી છે. એકલા તાપી જિલ્લાના ગ્રામીણ મહિલા સખી મંડળોની આવક જાણીને આશ્ચર્ય થશે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેજે નિનામા તરફથી મળેલ વિગતો અનુસાર તાપી જિલ્લામા ‘મિશન મંગલમ યોજના’ અંતર્ગત કાર્યરત સખી મંડળો પૈકી 43 સખી મંડળો દ્રારા માસ્ક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મહિલાઓ દ્વારા કુલ 181000 માસ્ક તૈયાર કરી, આ માસ્કના વેચાણ થકી કુલ 1938720 રૂપિયાની આવક મેળવવામાં આવી છે.જિલ્લાની કુલ 66 ગ્રામ પંચાયતોમાં આ માસ્કનુ વિતરણ કરી, મનરેગા યોજનાના 8000 જેટલા શ્રમીકોને સખી…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં જૂન મહિનાના મધ્યમાં ચોમાસાની શરૂઆત થવાની હોવાથી રાજ્યનું વીજળી તંત્ર પૂર્વતૈયારીમાં લાગી ચૂક્યું છે. વીજ વિતરણના માળખાની સમારકામ પ્રવૃત્તિઓ અનુસંધાને વિવિધ ફીડરોનું સમારકામ વીજ વિતરણ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે.અને સાથે સાથે રાજયના વીજગ્રાહકોના પ્રશ્નો તથા વીજ વિભાગની કામગીરી પૂર્વવત બનાવવામાં આવી છે.રાજયના વીજ ગ્રાહકોને ગુણવતાયુક્ત અને 24×7 કલાક અવિરત વીજ પૂરવઠો મળી રહે તે માટે જીયુવીએનએલ હેઠળ કાર્યરત ચારેય વીજ વિતરણ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL અને UGVCL દ્વારા વિવિધ વીજ સેવા આવશ્યક પગલાઓ અને કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ગ્રાહકલક્ષી કાર્યોમાં ગ્રાહકોની વ્યક્તિગત ફરિયાદ, કોઈપણ વિસ્તારની ફરિયાદ કે કોઈપણ ફીડર બંધ હોવાની નોંધણી…

Read More

ગાંધીનગર— ગાંધીનગરમાં લોકડાઉન 4.0ના પહેલા દિવસે સવારે જે દુકાનો ખુલી તેમાં સૌથી લાંબી લાઇનો કપડાં લેવા માટે ન હતી. ચશ્મા કે મોબાઇલ ફોન રિપેર કરાવવા માટે ન હતી. આ લાંબી લાઇનો પાન-મસાલાની દુકાનોએ જોવા મળી હતી. બ્લેકમાર્કેટીંગમાં ખરીદી કરીને રૂપિયા વેડફી દેનારા વ્યસનીઓએ આ લાઇનો લગાવી હતી.ગાંધીનગરમાં એક અચરજ જોવા મળ્યું હતું. એક જગ્યાએ નહીં પરંતુ 10 અલગ અલગ જગ્યાએ આવેલી પાન-મસાલાની દુકાનો આજે સવારે ખોલવામાં આવી હતી. સવારથી જ બહારના ભાગે પહેલીવાર એક એક કિલોમીટર જેટલી લાંબી લાઇન હતી. જેવી આ દુકાનો ખુલી એટલે વેપારીઓએ અંદરથી કેસર કેરીના પાર્સલ કાઢીને દુકાનની બહાર ગોઠવવાના શરૂ કરી દીધા હતા.લોકોના આશ્ચર્ય વચ્ચે…

Read More

ગાંધીનગર – કોમ્પ્યુટર ટ્રેનિંગની કેટેગરીને ટ્યુશન ક્લાસની કેટેગરીમાં મૂકવામાં આવ્યું હોવાથી કોમ્પ્યુટર એસોસિયેશને વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ ટ્રેનિંગને સોફ્ટવેર ટેકનોલોજી કંપની કે આઇટી કંપની ગણવી જોઇએ. આ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કેટેગરી ચેન્જ કરવાની માગણી કરી છે.આ એસોસિયેશનના પ્રમુખ હેમાંગ રાવલે ઇમેઇલમાં મોકલેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિએશન એ કોમ્પ્યુટર સ્કિલ ટ્રેનિંગ અને ઓનલાઈન ટ્રેનિંગ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ ક્ષેત્રે 37,500 લોકોનું ભરણપોષણ કરે છે. ગુજરાતમાં 2500થી વધારે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટરો ચાલે છે. આ સેન્ટરોના 2500 લોકોનું ભરણપોષણ આ ટ્રેનિંગ સેન્ટરથી થાય છે.આ એસોસિયેશને લોકડાઉનનો ઉલ્લેખ કરી કેન્દ્ર અને રાજ્ય…

Read More

ગાંધીનગર – તમારા ગ્રાહકને તમારી પ્રોડક્ટ્સ વિના ચાલે તેવું નથી અને તે કોઇપણ સમયે તેને ખરીદશે એવું જ્યારે તમને લાગે ત્યારે માની લેજો કે મારૂં સ્ટાર્ટઅપ કપરાં સમયમાં પણ બંધ નહીં થાય. આ શબ્દો સ્ટાર્ટઅપની દુનિયાના એક તજજ્ઞએ વ્યક્ત કર્યાં છે. સપ્લાય કોમ્પાસ કંપનીના ગસ બર્થોલોમ્યુએ કહ્યું હતું કે સૌ પ્રથણ તમે ખાતરી કરો કે જે સ્ટાર્ટઅપ બનાવ્યું છે તે તમારા બહોળા ગ્રાહકો માટે કેટલું મહત્વ ધરાવે છે. જો આ મહત્વ તમે સમજી શકો તો તમે સફળ બિઝનેસમેન બની જશો, અન્યથા તમારૂં સ્ટાર્ટઅપ ઉત્તમ હોવા છતાં ફેઇલ થઇ જશે.જરાત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં રહેલી વૈશ્વિક તકો અને…

Read More

ગાંધીનગર – મારો પતિ મારી સાથે ઝઘડા કરે છે અને મને મારે છે તો મારે શું કરવું તેનું મને માર્ગદર્શન જોઇએ છે.મને કોરોના થઇ જશે તો હું હોસ્પિટલ નહીં જઉં પણ આપઘાત કરી લઇશ.મારા બાળકો ઘરમાં કંટાળી ગયા છે હું શું કરૂં.મને કોરોના થયો છે તેવા વિચારો સતત આવ્યા કરે છે, હું ટેસ્ટ કરાવું કે નહીં.આવા અનેક પ્રશ્નો સાથે કોરોનામાં શરૂ થયેલી ગાંધીનગર જિલ્લાની હેલ્પલાઇનમાં કોલ આવી રહ્યાં છે. મને ટીવી જોવાથી ડર લાગે છે.કોરોનાના સમાચાર જોઇને મને રાત્રે ખરાબ સપનાં આવે છે.મને કોરોના થશે તો મારા પરિવારનું શું થશે… આ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લાના વહીવટી તંત્રએ જીવન આસ્થા…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં કોરોના સંક્રમણ ઉપરાંત બીજી બે મોટી આફતો આવી રહી છે. એક આફત તો આ સપ્તાહમાં છે અને બીજી જૂનના મધ્યમાં આવશે. લોકોને પરેશાની ઓછી થવાની જગ્યાએ વધવાની છે. કોરોના સંક્રમણમાં ભયના માર્યા લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે ત્યારે આ એક એવી આફત છે કે લોકોને ફરીથી ઘરમાં પૂરાઇ રહેવાની નોબત આવશે. દક્ષિણ ગુજરાતમાં મંગળવારે ગાજવીજ સાથે હળવા વરસાદની જ્યારે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવાર થી શુક્રવાર દરમિયાન હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યનું ચોમાસું હવે બંગાળની ખાડી, આંદમાન-નિકોબાર તરફ આગળ ધપ્યું છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. દક્ષિણ ગુજરાતના…

Read More

ગાંધીનગર – દેશના અર્થતંત્રને ધબકતું રાખવાનો એકમાત્ર ઉપાય કોણ છે તે શોધીને સરકારે તેને મદદ કરવી જોઇએ પરંતુ ઉપાય જ્યાં છે તે બઘાં મરણપથારીએ પડ્યાં છે. હકીકતમાં નાના વેપારીઓ જ દેશની ઇકોનોમી ફરીથી દોડાવી શકે છે પરંતુ તેમની સામે કોઇ જોતું નથી. 54 દિવસના લોકડાઉનમાં બઘી પૂંજી ખતમ થઇ છે. વેપાર શરૂ કરવાના હોંશ રહ્યાં નથી. આ સંજોગોમાં સરકારે રાજ્યની સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટી પર વોચ રાખવાની જરૂર છે. રાજ્યના નાણા વિભાગના એક અધિકારીએ તો કહ્યું હતું કે ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે અને ઉત્પાદન પણ શરૂ થયું છે પરંતુ ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓના ગ્રાહકો નહીં હોય તો તે ઉત્પાદનનો…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં કોરોના સંક્રમણ સમયે એખ તબક્કે ઝીરો કેસ ધરાવતો ગાંધીનગર જિલ્લો ફરી એકવાર રેડઝોનમાં આવી ગયો છે. દિન પ્રતિદિન ચાર થી દસ કેસો નોંધાઇ રહ્યાં છે પરંતુ હકીકતમાં જિલ્લામાં સૌથી વધુ ખરાબ સ્થિતિ કલોલ તાલુકાની છે. કલોલમાં આજે પણ 1155 લોકો હોમ ક્વોરેન્ટાઇન થયેલા છે. કલોલ તાલુકામાં 28થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. જિલ્લના બીજા તાલુકા માણસામાં માત્ર આઠ કેસ, ગાંધીનગર તાલુકામાં 50 કેસ અને દહેગામમાં 13 કેસ છે. જિલ્લામાં કુલ 53 લોકો સારવાર હેઠળ છે. 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં કુલ 1885 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે જે પૈકી કલોલ તાલુકાની સંખ્યા વધારે છે.…

Read More

ગાંધીનગર – અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી લોકડાઉનના કારણે સ્વચ્છ બની ગઇ હોવાનો દાવો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)એ કર્યો છે. બોર્ડે કહ્યું છે કે ઔદ્યોગિક પ્રદૂષણ ઓછું થતાં અને સ્વચ્છ હવાના કારણે સાબરમતી નદી સ્વચ્છ બની છે. કોરોના સંક્રમણ વચ્ચે લોકડાઉનના કારણે આ શક્ય બન્યું હોવાનો ખુલાસો પણ બોર્ડે કર્યો છે. ભારતની પોલ્યુટેડ નદીઓની યાદીમાં ટોચક્રમે આવતી સાબરમતી નદીમાં એક સમયે એટલું પોલ્યુશન વધી ગયું હતું કે સીબીસીબી અને ભારતની અન્ય સંસ્થાઓએ આ નદીને ડેન્જર ઝોનમાં મૂકી હતી. ઔદ્યોગિક પાણીના કારણે સાબરમતી એટલી હદ સુધી પ્રદૂષિત હતી કે નજીકમાં બોરવેલ કરવામાં આવતા ગંદુ અને અશુદ્ધ પાણી જોવા મળતું હતું.…

Read More