કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર – ગુજરાત એસટી નિગમનો વહીવટ કોરોના સંક્રમણ અને લોકડાઉને ખોરવી નાંખ્યો છે. આ નિગમ ખોટ કરી રહ્યું છે અને સરકારને લોન કે ટેક્સના રૂપિયા ચૂકવી શકતું નથી ત્યારે લોકડાઉનના સમયમાં એસટી બસો બંધ રહેતાં વધુ નુકશાન કર્યું છે. એક અંદાજ પ્રમાણે એસટી નિગમે લોકડાઉનના સમયમાં રોજનું સાત કરોડ રૂપિયાનું નુકશાન કર્યું છે. ગુજરાત એસટી નિગમ સામાન્ય દિવસોમાં 8000થી વધુ બસોનું સંચાલન કરે છે. પ્રત્યેક દિવસે એસટી બસમાં 25 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરતા હોય છે જેના કારણે એસટી નિગમને રોજની સાત કરોડ રૂપિયાની આવક થાય છે. લોકડાઉનના 65 દિવસ ગણવામાં આવે તો નિગમને નુકશાન થયાનો આંકડો 400 કરોડ સુધી…

Read More

ગાંધીનગર—ગુજરાતના બજારોમાં વેચાતી તમામ પ્રકારની ચીજવસ્તુઓમાં લૂંટફાટ કરનારા વેપારીઓ ચેતી જજો, કારણ કે તોલમાપ વિભાગના કર્મચારીઓ ત્રાટકી રહ્યાં છે અને ભારે દંડ વસૂલી રહ્યાં છે. તમારી દુકાન કાયમી પણ બંધ થઇ જશે.સરકારમાં વિવિધ ફરિયાદો આવતાં રાજ્યનું તોલમાપ ખાતુ એક્ટિવ થયું છે. વધુ ભાવ લેતાં વેપારીઓ સામે પગલાં લઇને આ વિભાગે 2.21 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ વિભાગે નાગરિકોને કહ્યું છે કે જ્યાં તમને વધારે ભાવ જણાતા હોય તેન નામ અને સરનામાં સહિત [email protected] મેઇલ પર જાણ કરશો તો વિભાગના કર્મચારીઓ પગલાં લેશે.રાજ્યમાં લોકડાઉન દરમિયાન, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિયત્રંક કચેરી દ્વારા ખાદ્યતેલ, સેનેટાઈઝર, માસ્ક, દૂધ, છાસ…

Read More

ગાંધીનગર – કોરોના સંક્રમણના પગલે એશિયાની સૌથી મોટી અને અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે હરકતમાં આવીને સિવિલનો કોવિડ વિભાગ સુધારવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. હાઇકોર્ટના આદેશ પછી અમદાવાદના પ્રતિષ્ઠિત ચાર ડોક્ટરોની રચવામાં આવેલી કમિટિએ સિવિલની મુલાકાત લીધી હતી. સરકારે એવો દાવો કર્યો છે કે આ કમિટિના સભ્યોએ હોસ્પિટલની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. ચોંકાવનારી બાબત તો એવી છે કે આ હોસ્પિટલની મુલાકાત લેવા માટે હાઇકોર્ટના ન્યાયાધોશો જવાના છે. સરકારે તેના બયાનમાં કહ્યું છે કે અમે આપેલા નિમંત્રણનો હાઇકોર્ટે સ્વિકાર કર્યો છે.ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન પ્રમાણે રાજ્ય…

Read More

ગાંધીનગર – ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ સમગ્ર દેશમાં નવી સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે હેતુથી આ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લેક્ટર અપલોડ કર્યા છે. કોરોનાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ક્ષતિ પહોંચે નહીં તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે આગામી મહિનાઓમાં યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયના અનુસંધાને વિદ્યાર્થીઓના અભ્યાસના પૂર્વ આયોજન માટે જીટીયુએ lectures.gtu.ac.in વેબપોર્ટલ પર જુદી જુદી 13 શાખાના 3310 ઓનલાઇન લેક્ચર અપલોડ કર્યા છે. આવા લેક્ટર દેશની વિવિધ યુનિવર્સિટીઓ પણ અપલોડ કરતી હોય છે પરંતુ આટલી મોટી સંખ્યામાં લેક્ટર અપલોડ કરવાનો આ વિક્રમ છે.ડિપ્લોમા થી પીએચડી સુધીના અભ્યાસક્રમોની વિવિધ શાખાના…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી એક લાખની સસ્તી લોનનો લાભ રાજ્યમાં કેટલા લોકો લઇ શકશે તે મોટો સવાલ છે. સરકારે દાવો કર્યો હતો કે બે ટકાના વ્યાજની એક લાખની લોન 10 લાખ અસરગ્રસ્તોને મળશે પરંતુ સહકારી બેન્કોના તેવર જોતાં 10 હજાર લોકોને પણ લોન મળી શકે તેમ નથી.જેનો ડર હતો તે થઇ રહ્યું છે. લોકો ફોર્મ જમા કરાવવા જાય છે ત્યારે તેમને ડોક્યુમેન્ટ અધુરાં છે કહીને પાછા કાઢવામાં આવે છે. પહેલાં તો એ પૂછવામાં આવે છે કે આ બેન્કમાં ખાતું છે કે કેમ… તમારા જે ગેરન્ટર છે તેનું પણ ખાતુ આ બેન્કમાં હોવું જોઇએ… બઘું કમ્પલેટ થાય…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં જૂન મહિનાથી શૈક્ષણિક સત્ર શરૂ કરવું કે કેમ તેમજ કરવામાં આવે તો કેવા વિકલ્પો રહેશે તેની ચર્ચા જૂનના પ્રથમ સપ્તાહમાં થાય તેવી સંભાવના છે. સરકારે શૈક્ષણિક સત્ર માટે ચાર મહત્વના વિકલ્પો પર વિચારણા શરૂ કરી છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.ગુજરાતમાં લોકડાઉન 4.0 શરૂ થયું ત્યારથી કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધતી જાય છે આ સંજોગોમાં સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક સત્ર ક્યારથી શરૂ કરવું તેની ચર્ચા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ છેલ્લે એપ્રિલ મહિનામાં કરી હતી અને સ્કૂલો 8મી જૂનથી તેમજ કોલેજો 20મી જૂથથી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જો કે…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં દારૂની પરમીટ શોપ શરૂ કરવાની માગણીઓ લાયસન્સદારો કરે તે સ્વાભાવિક છે પરંતુ રાજ્યના એક સિનિયર વકીલે દારૂની શોપ્સ શરૂ કરવાની મંજૂરી માગી છે. રાજ્યમાં પરમીટનો દારૂ પીતા હોય તેવી 62000 જેટલા વ્યક્તિઓ છે, જેમને ફાઇવસ્ટાર હોટલો કે દારૂની સ્પેશ્યલ શોપ્સમાંથી પરમીટનો દારૂ મળતો હોય છે.ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલ યતિન ઓઝાએ રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમ સમક્ષ વિનંતી કરી છે કે રાજ્યમાં દારૂની શોપ કે જે મુખ્યત્વે હોટલોમાં આવેલી છે તેને શરૂ કરવી જોઇએ. તેમણે કહ્યું છે કે કોરોના સંક્રમણ સમયે તબીબો પણ દારૂ પીવાનું સૂચન કરવા હોય છે. અન્ય રાજ્યોમાં દારૂની શોપ્સ ખુલી ચૂકી છે ત્યારે ગુજરાતે હજી…

Read More

ગાંધીનગર– ઘરેલુ વિમાની સેવા, ટ્રેન કે બસ દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા જે પ્રવાસીઓમાં કોરોનાના લક્ષણો નહીં હોય તેવા પેસેન્જરો સીધા પોતાના ઘરે જઇ શકશે, પરંતુ આવા આંતરરાજ્ય મુસાફરોએ 14 દિવસ સુધી પોતાના લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવું જરુરી રહેશે. એ દરમિયાન જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. અથવા તો રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઇન 104 કે 1075 પર સંપર્ક કરવાનો રહેશે.ભારત સરકારના આરોગ્ય વિભાગે બહાર પાડેલી માર્ગદર્શિકા પ્રમાણે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડૉ. જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે, કોઈ પેસેન્જર સિમ્પ્ટોમેટિક જણાશે તો તેમને તરત જ આઈસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને તરત…

Read More

ગાંધીનગર – સમગ્ર વિશ્વમાંથી કોરોના સંક્રમણ ક્યારે ખતમ થશે તેવા પ્રશ્નો સૌ કોઇ પૂછી રહ્યાં છે ત્યારે વૈજ્ઞાનિકો પાસે જવાબ નથી. ડોક્ટરો કહે છે હજી લાંબી મજલ કાપવાની છે. રાજકીય નેતાઓ જે કહે છે તે હવામાન વિભાગની આગાહી જેવું છે. મહામારીના નિષ્ણાંતોના મતે હજી છ મહિના સુધી રાહ જોવી પડશે. કોઇની પાસે સ્પષ્ટતા નથી કે ક્યારે ખતમ થશે.આ સંજોગોમાં દેશના કેટલાક જ્યોતિષિઓ કહે છે કે કોરોના મહામારીનો ઝડપથી અંત આવશે. તેઓ દલીલ સાથે કહે છે કે શનિ જ્યંતિના દિવસે ચાર ગ્રહ એક જ રાશિમાં રહ્યાં છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આવા સંયોગમાં શનિ જ્યંતિ પછી કોરોના મહામારીની ગતિ…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં આ વર્ષે મીઠાના ઉત્પાદનમાં 15 થી 20 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. આ ઘટાડો થવાના મુખ્ય કારણોમાં લોકડાઉન, કોરોના સંક્રમણ અને ચોમાસુ લાંબુ ચાલે તેવી સંભાવના છે. આ સંજોગોમાં મીઠા ઉદ્યોગના એસોસિયેશને રાજ્ય સરકાર પાસે વીજ બીલોમાં 75 ટકા સુધીની રાહતની માગણી કરી છે.ઓલ ઇન્ડિયા સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન જણાવે છે કે દેશમાં ચાલુ વર્ષે 360 લાખ ટન મીઠાનું ઉત્પાદન થવાની સંભાવના છે, જે અગાઉના વર્ષ કરતાં 15 ટકા ઓછું રહેશે. મીઠા ઉદ્યોગને પ્રથમ સમસ્યા એવી નડી કે વર્ષની શરૂઆતમાં ચોમાસું લાંબુ ચાલ્યું છે. આ ઉદ્યોગ માટે મહત્તમ ઉત્પાદન મેળવવાનો સમય માર્ચથી શરૂ થતો હોય છે અને…

Read More