ગાંધીનગર – ગુજરાતના ખેડૂતોના ટૂંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની સમય મર્યાદા વધુ ત્રણ મહિના સુધી વધારી આપવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. હવે ગુજરાતના ખેડૂતો 31 ઓગસ્ટ 2020 સુધીમાં ટૂંકી મુદતનું પાક ધિરાણ પરત ભરપાઈ કરી શકશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની રજૂઆત પ્રમાણે ભારત સરકારે આ મુદ્દત વધુ ત્રણ મહિના માટે એટલે સુધી વધારી આપી છે. રૂપાણીએ કોરોના વાયરસને કારણે પ્રવર્તમાન લૉકડાઉનની સ્થિતિમાં ખેડૂતોના પાક વેચાણને પડેલી અસરથી બેન્કોમાંથી લીધેલી ટૂંકી મુદ્દતનું ધિરાણ 31મી માર્ચ-2020 સુધીમાં ભરપાઈ કરી શકે તેમ ન હોઇ, અગાઉ આ મુદ્દત 31મી મે સુધી લંબાવવા રજૂઆત કરી હતી.ખેડૂતોને સાત ટકાના દરે…
કવિ: Margi Desai
ગાંધીનગર – ગુજરાત સરકારે દાવો કર્યો છે કે એક વર્ષમાં રાજ્યએ 42976 કરોડ રૂપિયાનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.દેશના એવરેજ એફડીઆઇ ગ્રોથથી 20 ગણું એફડીઆઇ ગુજરાતમાં આવ્યું છે. ભારતના બીજાક્રમના રાજ્ય કર્ણાટક કરતાં આઠ ગણું એફડીઆઇ ગુજરાતે મેળવ્યું છે. સરકારે દાવો કર્યો છે કે દેશમાં થયેલા ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમમાં 51 ટકા ફાળો એકલા ગુજરાતનો છે.સરકારના આંકડા કહે છે કે એપ્રિલ થી સપ્ટેમ્બર 2019 સુધી 262 વિદેશી કંપનીઓના ઓપરેશન ગુજરાતમાં શરૂ થયાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે કોરોનાની સ્થિતિ…
ગાંધીનગર– ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તેમની દિવસ-રાત સેવા કરતાં ડોકટર્સ અને નર્સ સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કર્યો છે. ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડના માધ્યમથી રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા માટે 50,000થી વધુ કિંમતનું લાઈફ સેવિગ ઈન્જેક્શન આપવા પણ સરકાર તૈયાર છે.મુખ્યમંત્રી તથા કોરોના દર્દીઓ અને તબીબો વચ્ચે થયેલા સંવાદના મુખ્ય અંશો: –મુખ્યમંત્રી : કેમ ચાલે છે, દર્દીઓના ડિસ્ચાર્જમાં વધારો થયો છે કે નહીં ?તબીબ મુક્તેશ : હા સાહેબ, ખૂબ સરસ ચાલે છે. દર્દીઓના ડિસ્ચાર્જમાં સુધારો થયો છે અને અહિંયા કોઈ સમસ્યા નથી, પૂરતી માત્રામાં…
ગાંધીનગર – અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલ ખતરનાક ખેલ ખેલી રહી છે. ઉપરથી સૂચના હોય કે વ્યક્તિગત રીતે કોઇએ આમ કર્યું હોય પરંતુ તે સાચી દિશાનો રસ્તો નથી. આ હોસ્પિટલના સ્ટાફે કોરોના વાયરસના સંભવિત લક્ષણોયુક્ત દર્દીને ભગાડી દીધો છે. તેનો ટેસ્ટ કરવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે.અમદાવાદ સ્થિત કોબા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના લક્ષણો સાથે ગયેલા અમદાવાદના એક યુવકે કહ્યું હતું કે મારે કોરોનાનો ટેસ્ટ કરાવવો છે. તેને પૂછવામાં આવ્યું કે શું થાય છે ત્યારે તે યુવાન કહે છે કે મને ગળામાં દુખાવો છે અને તાવ છે. સિવિલના સ્ટાફે આ યુવકને કહ્યું કે તમે જે દવા લો છો તે લઇને…
ગાંધીનગર – ગુજરાત સરકાર એવું માને છે કે કોરોના સંક્રમણના ટેસ્ટ ઓછા કરવાથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ઘટશે પરંતુ હકીકતમાં રાજ્યમાં મોટું જોખમ ઉભું થઇ રહ્યું છે. રાજ્યમાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રનું ઉદાહરણ આપવામાં આવે છે અને કહેવાય છે કે મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં કેસો ઓછા છે પરંતુ આ સરખામણી એટલા માટે યોગ્ય નથી કે મહારાષ્ટ્રમાં ટેસ્ટની સંખ્યા ગુજરાત કરતાં અનેકગણી વધારે છે. સંભવ છે કે જેટલા ટેસ્ટ વધે તેટલા પોઝિટીવ કેસો વધવાની શક્યતા છે.ગુજરાતે કોરોના સંક્રમણના જિલ્લાસ્તરના આંકડા આપવાનું બંધ કરી એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ છે પરંતુ…
ગાંધીનગર- ગુજરાતના ગરીબ દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા તો જાય છે પરંતુ સ્ટાફની અછત હોવાથી દર્દીઓની સમયસર સારવાર થઇ શકતી નથી. અમદાવાદ સ્થિત ત્રણ મોટી સરકારી હોસ્પિટલોમાં મેડીકલના સાધનો સર્વોત્તમ અને નવી ટેકનોલોજી યુક્ત છે પરંતુ તેને ચલાવી શકે તેવો ટ્રેઇન સ્ટાફ નથી. આ સ્ટાફ ભરવા માટે આરોગ્ય વિભાગે છેલ્લા કેટલાક વર્ષોથી આઉટ સોર્સિંગ શરૂ કર્યું છે.પ્રાઇવેટ એજન્સીઓ સરકારી હોસ્પિટલોમાં ટ્રાફની ભરતી કરતી હોય છે. અમદાવાદની સિવિલ, કીડની, હાર્ટ અને કેન્સરની મોટી હોસ્પિટલમાં મંજૂર મહેકમ સામે પુરતો સ્ટાફ નથી. સિવિલમાં 4699નો સ્ટાફ મંજૂર કરવામાં આવ્યો છે જે પૈકી 935 જગ્યાઓ ખાલી પડી છે જે પૈકી વર્ગ-1ની 33 જગ્યાઓ ખાલી છે.…
ગાંધીનગર – કોરોના સંક્રમણ અને તેના પહલે લોકડાઉન કરવાથી ગુજરાતની ઇકોનોમીને કેટલી અસર છે અને કેટલા ઉદ્યોગોની દશા ખરાબ થઇ છે તેનો અભ્યાસ કરવા બનાવેલી ઉચ્ચસ્તરિય કમિટીના ઓફિસરોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બોલાવ્યા હતા અને તેમની પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે.રાજ્યમાં ઉદ્યોગોને છૂટ આપવાથી કેવો ફરક પડ્યો છે… મજૂરો વતન જતા રહ્યાં છે તો તેનાથી શું નુકશાન છે… વિવિધ સેક્ટરોનું પુનર્ગઠન કેવી રીતે કરી શકાય તેમ છે.. તેવા અનેક સવાલો મુખ્યમંત્રીએ આ અધિકારીઓને પૂછ્યા હતા.કોરોના વાયરસની સ્થિતિ પછી રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં…
ગાંધીનગર – કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજ્ય સરકારના આવકમાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે. સરકારની કઇ આવકમાં ઘટાડો થયો છે તેનું સર્વેક્ષણ કરવાના આદેશ નાણા વિભાગને આપી દેવામાં આવ્યા છે ત્યારે એક અંદાજ પ્રમાણે માર્ચ થી મે મહિના સુધીમાં સરકારે કુલ આવકમાં 14,000 કરોડ ગુમાવ્યા છે. નાણા વિભાગને સીધો ફટકો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં પડ્યો છે. નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉન અને કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે સરકારના બે બજેટને ગંભીર અસર થઇ છે. 2019-20ના બજેટના અંતિમ નાણાકીય માસ માર્ચમાં સરકારને કરવેરાની આવક વધારે મળતી હોય છે ત્યારે તે સમયે લોકડાઉન…
ગાંધીનગર – કોરોના વાયરસનું સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ ઉદ્યોગો માટે બનાવેલી સ્વાયત્ત સંસ્થા આઇ ક્રિયેટ તરફથી એક એવું ઉપકરણ બનાવવામાં આવ્યું છે કે જે ગણતરીની મિનિટોમાં જ ગમે તેવા વાયરસનો રૂમ કે ઓફિસમાંથી સફાયો કરી નાંખે છે. આખો રૂમ કે ઓફિસ સેનેટાઇઝ કરવાની જરૂર નથી માત્ર આ ઉપકરણ જંતુ કે વિષાણું મુક્ત કરવા પુરતું છે.આઇ ક્રિયેટ સંસ્થાના યુવા વૈજ્ઞાનિકો આશિષ કનોજીયા, નવનીત પાલ અને અંકિત શર્માએ એક ઉપકરણ બનાવ્યું છે જે રૂમ કે ઓફિસને એક કલાકમાં વાયરસ મુક્ત કરી શકે છે. હાલ આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે પરંતુ તેને બજારમાં મૂકવાની…
ગાંધીનગર – કોરોના સંક્રમણ કરતાં પણ વધુ ગંભીર અને ચિંતાજનક બાબતો એવી સામે આવી છે કે વેપારીઓ એક્સપાયરી ડેઇટવાળી ચીજવસ્તુઓ વેચી રહ્યાં છે, જેમાં સૌથી વધુ ઠંડાપીણા અને ખાણી-પીણીના પડીકાબંધ નાસ્તા છે. લોકડાઉન 4.0માં ખોલવામાં આવેલી દુકાનોના સંચાલકો જૂનો માલ ઉંચાભાવે વેચી રહ્યાં છે તેમ છતાં સરકારનું આ દિશામાં ધ્યાન ગયું નથી.લોકડાઉનમાં બજારો ખોલવાની છૂટ આપવામાં આવતા બે મહિના બંધ રહેલી દુકાનો ખુલી રહી છે. ખાસ કરીને સૂકો નાસ્તો અને ઠંડાપીણી વેચતા વેપારીઓ જૂનો માલ કાઢી રહ્યાં છે, કારણ કે હાલ નવા માલસામાનની ડિલીવરી થતી નથી. નાસ્તાના પડીકાં પર નવી ડેઇટ લખીને કેટલાક લેભાગુ તત્વો ગ્રાહકોને બિન્દાસ વેચી રહ્યાં છે.ગાંધીનગરના…