કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર – ગુજરાતમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ઉદ્દભવેલી આર્થિક સ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુન વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14022 કરોડ રૂપિયાનું પેકેજ જાહે કર્યું છે જે આ પ્રમાણે છે… વાણિજ્યિક એકમો જેવા કે દુકાનો, ઓફિસો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, દવાખાનાઓ અને નર્સિગ હોમ્સ વગરેને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની રાહત — 600 કરોડ રહેણાંક મિલકતોના 31 જુલાઈ સુધી ચુકવવાના થતા પ્રોપર્ટી ટેક્સમાં 10%ની રાહત – 144 કરોડ. માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું વીજળી બીલમાં 10 યુનિટ માફી – 650 કરોડ.વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે લો ટ્રાન્સમિશન વીજ કનેકશન ધરાવતા ગ્રાહકો ને વીજ…

Read More

ગાંધીનગર — તળાવના બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરનું સોલા પાસે આવેલું તળાવ અમદાવાદ મહાનગરને વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત કરી છે. ગામતળાવ અત્યારે સોલા ગ્રામ પંચાયત પાસે છે. આ વિસ્તારના નાગરિકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે સોલાના આ તળાવનો વિકાસ કરાશે. આ તળાવને પર્યાવરણ પ્રિય સ્પોર્ટ તરીકે મહાનગરપાલિકા વિકસાવશે. આ તળાવ ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નંબર-1 માં આવેલું 37194 ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ સોલા ગ્રામ પંચાયત તળાવ છે. મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ મહિનામાં ચાર તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે તેમાં વટવાના સર્વે નંબર 907 પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર 251…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં આયારામ-ગયારામની સ્થિતિ શરૂ થઇ છે. કોરોના સંક્રમણના સમયમાં કોંગ્રેસની દશા બેઠી છે. રાજ્યસભામાં કોંગ્રેસના બે પૈકી એક ઉમેદવારનો ગરબો ઘેર આવી રહ્યો તે નિશ્ચિત બની ચૂક્યું છે, કારણ કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપને મદદ કરી છે. બીજી તરફ એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાનો ભાજપ પ્રેમ છતો થયો છે. કાંધલનો કર્મયોગ પણ જોવા જેવો છે. તેને પાર્ટી હાઇકમાન્ડના કોઇ બંધન નડતા નથી. એનસીપીમાં હવે શંકરસિંહ વાઘેલા નથી પરંતુ ભાજપ સાથે ફિક્સિંગ કરનારા પૂર્વ ધારાસભ્ય જ્યંતિ બોસ્કી આવી ચૂક્યાં છે. તેમણે ફરીથી પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે. કાંધલ જાડેજાએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યસભાની ચૂંટણીમાં હું…

Read More

ગાંધીનગર – કોરોના સંક્રમણના સમયમાં સેનિટાઇઝરને અડીને તેનો ઉપયોગ કરવો પડે છે પરંતુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ટચલેસ સેનિટાઇઝર બનાવ્યું છે. આ યુનિવર્સિટીના ચાર ઇનોવેટરસે હેન્ડ સેનેટાઇઝર એવું બનાવ્યું છે કે જેને ટચ કર્યા વિના હાથ સાફ થાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ઈનોવેશન કાઉન્સિલ અને સ્ટાર્ટઅપ વિભાગ દ્વારા અનેક પ્રકારના નીતનવા સમાજ ઉપયોગી સંશોધન કરવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીના સમયે પણ જીટીયુ દ્વારા થર્મલ ડ્રોન, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે ડિજીટલ બેલ્ટ, WHO પ્રમાણિત હેન્ડ સેનિટાઈઝર , 3ડી ફેસ શિલ્ડ માસ્ક જેવા વિવિધ ઉપકરણોની શોધ કરી છે. જીટીયુના આ સંશોધનની યાદીમાં અન્ય એક ઉમેરો જોવા મળ્યો છે. તાજેતરમાં જ જીટીયુ…

Read More

ગાંધીનગર – કોરોના સંક્રમણ ઓછું થતું નથી પરંતુ વધતું જાય છે. લોકડાઉનમાં અનેક રાહતો આપ્યાં પછી પોઝિટીવ કેસોની સંખ્યામાં 18 ટકાનો વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના બયાન પ્રમાણે કોરોના કેસોની સંખ્યા ઓછી થવાની નથી અને આ લડાઇ લાંબી ચાલવાની છે તેવામાં લોકડાઉનના 65 દિવસમાં રાજ્યની જનતા સામે લોકડાઉન ભંગના 20,000થી વધારે કેસો કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ અને જેમને આરોપી બનાવાયા છે તેવા લોકોને કોર્ટના ધક્કા ખાવા પડશે. પોલીસ ભવનના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉન ભંગની ફરિયાદો રોજ કરવામાં આવતી હતી. અંદાજે 28000થી વધુ લોકો સામે કેસો કરવામાં આવ્યા છે. આ કેસોનો નિકાલ કરવાનો મોટો…

Read More

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિકાસના આગળ વધારવા ત્રણ શહેરોની આઠ ટીપી સ્કીમોને મંજૂરી આપી છે જેમાં અમદાવાદની ત્રણ ડ્રાફ્ટ ટીપી, એક પ્રારંભિક ટીપી અને એક ફાઇનલ ટીપી ઉપરાંત સુરત, ગોંડલ અને વડોદરાની એક-એક ટીપી મંજૂર કરી છે.રૂપાણીએ મંજુર કરેલી ટી.પી.સ્કીમોમાં અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.154 (સાંતેજ), નં.123/એ (નરોડા), નં.123/બી નરોડા અને પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં.85 (વટવા-૫) તેમજ ફાયનલ ટી.પી.નં.3 (રાણીપ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોંડલ શહેરની ટી.પી. સ્કીમ નં.1, સુરતની ટી.પી.સ્કીમ નં.57 (ખરવાસા-એકલેરા) અને વડોદરાની ટી.પી. સ્કીમ નં.17 (સૈયદ વાસણા) પણ મુમંજૂર કરી છે.ઔડા વિસ્તારની મંજુર કરાયેલી ડ્રાફ્ટ ટી.પી. 154 (સાંતેજ)નો આશરે વિસ્તાર 106 હેકટર્સ છે.…

Read More

ગાંધીનગર– ‘જેને સેવા કરવી હોય તેને નિવૃત્તિ નો વિચાર આવે નહીં… મારા પતિના અંતિમ સંસ્કાર સિવીલ તંત્રએ કર્યા… વિડીયો કોલીંગ દ્વારા નિહાળ્યા….દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ નથી…’ આ શબ્દો છે સિવીલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના….‘કોરોના’ શબ્દએ કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે…પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઉભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવીલા હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58માંવર્ષમાં પ્રવેશી ચુક્યા છે…પુત્ર અને પુત્રવધુ બેન્ને જણા મેડીકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા સેટલ થઈ છે…ઘર ખાધે-પીધે સુખી છે.ઉર્મિલાબેનના પતિ નિવૃત્ત હતા… છેલ્લા ઘણા સમયથી તેઓ ઉર્મિલાબેનને કહેતા રહેતા કે આપણે હવે…

Read More

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક-1ની જાહેરાત કરી છે. આ અનલોકની ગાઇડલાઇન 1લી જૂનથી શરૂ થશે. ક્યાં છૂટ આપી છે અને ક્યાં હજી છૂટ નથી તેની વિગતો આ પ્રમાણે છે….1. કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.2. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે. 3. સમગ્ર રાજ્યમાં રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.4. રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો 60 ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે5. સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ6.…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉનથી પિટાઇ ગયેલા શૂક્ષ્મ, નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોની હાલત કફોડી બની છે. બે અઢી મહિનાથી આ ઉદ્યોગો બંધ હોવાથી સંચાલકો તેમજ તેના શ્રમિકો પરેશાન છે તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉદ્યોગોને મદદ કરવા માટે બેન્કોને અપીલ કરી છે.રૂપાણીની આ અપીલ જો બેન્કો માને તો આ ઉદ્યોગો છ મહિનામાં ફરીથી ધમધમતા થઇ શકે છે પરંતુ મુખ્યમંત્રીની અપીલની અવગણના થશે તો આ ઉદ્યોગોને કાયમી બંધ કરવાનો સમય આવી શકે છે. મુખ્યમંત્રીએ આદેશ કર્યો નથી પરંતુ અપીલ કરી છે તેથી બેન્કોની નિયત પર શંકા જાય તે સ્વાભાવિક છે, પરંતુ મુખ્યમંત્રીએ કહ્યું છે કે લોન સહાય આપીને…

Read More

ગાંધીનગર – ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક્ટિવ થયાં છે અને જોખમી રીતે હોસ્પિટલોમાં ફરી રહ્યાં છે. તેઓ દર્દીઓને મદદ કરવા પણ આગળ આવી રહ્યાં છે. તેમનો પ્લાન શું છે તેની ભાજપના પ્રદેશ નેતાઓ પણ છાનબીન કરી રહ્યાં છે. શું શંકરસિંહ ફરીથી કોંગ્રેસમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. શું તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં એનસીપીને મોટાપાયે મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહ્યાં છે. તેઓ કોરોના સંક્રમણના સમયે એક્ટિવ કેમ થયાં છે.. આવા અનેક પ્રશ્નો પૂછાઇ રહ્યાં છે. 1995 અને 1996માં ભાજપની બે સરકારોને ઉથલાવીને મુખ્યમંત્રી બનેલા શંકરસિંહ વાઘેલાએ તેમના શાસનમાં બોલ્ડ નિર્ણયો લઇને કોંગ્રેસની સાથે ભાજપના નેતાઓને ચોંકાવી દીધા હતા. જો…

Read More