ગાંધીનગર – કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં સૌથી વધુ જો માર પડ્યો હોય તો તે માઇક્રો ફાયનાન્સની કંપનીઓને છે, કારણ કે નાના વેપારીઓ અને વ્યક્તિગત ધંધાર્થીઓએ લોન લેવા માટે આ કંપનીઓને એપ્રોચ કરવાનું ઓછું કરી દીધું છે, કારણ કે લોકો પાસે ઉંચા વ્યાજ ભરવાના વિકલ્પો નથી. દેશભરની 12થી વધુ કંપનીઓ કે જે ગુજરાતમાં પણ બ્રાન્ચ ધરાવે છે તેમની પડતી શરૂ થઇ છે. માઇક્રો ફાયનાન્સ સેક્ટરમાં કોન્સોલિડેશનની પ્રક્રિયા શરૂ થઇ છે. આ કંપનીઓએ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મર્જરનો વિકલ્પ પસંદ કર્યો છે. 200 કરોડથી ઓછી રકમનું લોનનું લેણું ધરાવતી કંપનીઓએ રસ ધરાવતી એન્ટીટીને બિઝનેસના વેચાણ અથવા મર્જર માટે સંપર્ક કર્યો…
કવિ: Margi Desai
સુરત:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૫ જુનના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે ૬૯ ટકા થયો છે. આજે ૬૫ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૮૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૨૬૧૪ હતી, જેમાં ૬૪ કેસોનો વધારો થવાથી આજે કુલ ૨૬૭૮ કેસો થયા છે. કુલ ૧૦૭ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪ ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ ૨૪ કેસો મળી આવ્યા છે. જેમાંથી ૧૧ કેસો હિરાના એકમો સાથે સંકળાયેલા છે.…
ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 19મી જૂને ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસ માટે હજી પણ એક ચાન્સ છે કે જે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને રાજ્યસભામાં જતા અટકાવી શકે છે. જો તેમ થાય તો કોંગ્રેસના 8 ધારાસભ્યો તોડ્યાં પછી પણ ભાજપનું નાક કપાઇ શકે છે. અત્યારે તો કોંગ્રેસ માટે રાજ્યસભામાં બે બેઠકો જીતવી કપરી દેખાઇ રહી છે. કોંગ્રેસને ધારાસભ્યોના મત લેવા માટે ખૂબ મહેનત કરવી પડે તેમ છે. કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને બન્નેમાંથી કોઇ ઉમેદવારી જતી કરે તેમ નથી. શક્તિસિંહને હાઇકમાન્ડના ઉમેદવાર માનવામાં આવે છે તેથી તેઓ પહેલો પ્રેફરન્સ બન્યા છે…
ગાંધીનગર: કેન્દ્ર સરકારે તેના ઉચ્ચ અધિકારીઓ માટે એવો આદેશ કર્યો છે કે જે ઓફિસરોએ એમબીબીએસ કે એમડી સુધીનો અભ્યાસ કર્યો હોય તેમણે કોરોના સંક્રમણના સમયમાં હોસ્પિટલોમાં કામ કરવાનું રહેશે. કેન્દ્રએ રાજ્યોને પણ આવો આદેશ કર્યો છે અને કહ્યું છે કે ભારતીય સનદી સેવાઓના જેટલા ઓફિસરો હોય તેમને કોવિડની કામગીરીમાં સામેલ કરો. આ આદેશ પછી ગુજરાત સરકારે એક યાદી બનાવી છે અને તેમને ડ્યુટી સોંપવામાં આવી રહી છે. ગુજરાત સરકારે મેડીકલની ડીગ્રી ધરાવતા 15 આઇએએસ અને 9 આઇપીએસ ઓફિસરોની યાદી બનાવી છે અને તેમને કોરોના સંક્રમણના સમયે હોસ્પિટલોની ડ્યુટી સોંપવાનું નક્કી કર્યું છે. આ ઓફિસરોને મેડીકલ ક્ષેત્રનું જ્ઞાન છે તેથી તેમના…
ગાંધીનગર : ગુજરાતમાં સૌ પ્રથમ રો-રો ફેરી સર્વિસ ફેઇલ થઇ છે. આ સર્વિસ કેમ નિષ્ફળ નિવડી છે તેના કારણો સામે આવ્યા નથી પરંતુ હવે આ સર્વિસ રાજ્ય સરકાર પાસેથી છિનવાઇ રહી છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી અને હવે તેઓ જાતે જ કેન્દ્ર સરકાર હસ્તક તેને લઇ રહ્યાં છે, કારણ કે ગુજરાત સરકાર આ સર્વિસ ચલાવવા ફેઇલ થઇ છે. ક્યારેક ચાલુ ક્યારેક બંધ એવી આ ફેરી સર્વિસને દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ એટલે કે કેપીટી લઇ લેવાની તૈયારીમાં છે જે ભારત સરકાર હસ્તકનું પોર્ટ છે. આ પોર્ટ હજીરા બંદર પાસે જેટી તૈયાર કરશે. આ ટ્રસ્ટે…
શંકર સિંહ વાઘેલા તેમના નિવેદનો ને લઈ સતત ચર્ચા માં રહેતા આવ્યા છે ત્યારે તેઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કિસાન સેનાના અગ્રણીઓ સાથે બેઠક માં ભાગ લેવા આવ્યા ત્યારે શંકરસિંહ વાઘેલાએ રાજ્યસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા અંગે ભાજપ ને નિશાન બનાવ્યું હતું તે વખતે તેઓ એ કહ્યું કે ‘મજબૂરીમાં દેહ વેપાર કરતી મહિલા’ કરતા તેને ખરીદનાર વધુ દોષી હોય છે. ભાજપે કોરોનાની મહામારીમાં ખરીદ વેચાણ સંઘ શરૂ કરી દીધુ હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.તેઓ એ ઉમેર્યું કે ભાજપ ની નીતિ રહી છે કે કોઇપણ હિસાબે કોંગ્રેસના ધારાસભ્યોને તોડો, દાદાગીરીથી, લાલચથી, હોદ્દા આપવા સહિત ની લાલચ અપાય છે. આ લોકો…
ગાંધીનગર — ગુજરાતને આર્થિક બેહાલીમાંથી બચાવવા માટે સરકારે બનાવેલી સલાહકાર સમિતિએ જે રિપોર્ટ આપ્યો છે તેમાં નાગરિકો માટે ઓછો પરંતુ રાજ્ય સરકારનો વધુ ફાયદો જોવા મળે છે. કોરોના સંક્રમણથી લોકોને બહાર કાઢવા માટે આર્થિક પેકેજની જાહેરાત પછી બીજા તબક્કામાં સરકારની આર્થિક સ્થિતિ કેવી રીતે સુધરે તેના માટે આ સમિતિએ કામ કર્યું છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ડાઉન થયેલી રાજ્યની આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે બનાવેલી સલાહકાર સમિતિએ ફાઇલન રિપોર્ટ આપી દીધો છે. કોરોના સંક્રમણના કારણે ગુજરાતની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. લોકો પ્રાઇવેટ નોકરીઓ ગુમાવી રહ્યાં છે. સરકારને કર્મચારીઓના પગાર કરવામાં પણ હાથ ટૂંકા પડી…
ગાંધીનગર- ગુજરાત ભાજપના સંગઠનના ટોચના નેતાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારથી ખફા થયેલા છે તેથી વારંવાર એવી અફવાઓ ચાલે છે કે સરકારમાં નેતૃત્વ પરિવર્તન થઇ રહ્યું છે. 2017ની ચૂંટણી સરકારે બોર્ડ કોર્પોરેશનમાં ભાજપના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓની રાજકીય નિયુક્તિ કરી નથી. આમ નહીં થવાથી તેઓ નારાજ ચાલી રહ્યાં છે. સરકારના આદેશોનું પાલન પણ થતું નહીં હોવાની ફરિયાદ ઉભી થઇ છે. અગાઉ વારંવાર કહેવામાં આવ્યું છે કે નિયુક્તિ કરવી પરંતુ મુખ્યમંત્રી આ નિયુક્તિ કરતા નથી. ગુજરાતમાં ફરી એકવાર સરકાર અને સંગઠન વચ્ચે તિરાડ સર્જાઇ છે, જો કે પ્રદેશ એકમના ટોચના નેતાઓ તમાચો મારીને તેમનો ગાલ લાલ રાખવા મથી રહ્યાં છે અને કહે…
ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી રહ્યાં છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તો દર્શન કરી રહ્યાં છે. અંબાજી અને બહુચરાજીના મંદિરો લોકપ્રિય છે. લોકોની આસ્થા પણ આ મંદિરો સાથે જોડાયેલી છે. ભક્તો માતાજીના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરી રહ્યાં છે. આવા જ એક ભક્તે બહુચરાજી મંદિરમાં તેમની જૂની મનોકામના પૂર્ણ કરી છે. એક ભક્તે બહુચર માતાજીને સોનાનો મુગટ અર્પણ કર્યો છે. આ મુગટનું વજન 600 ગ્રામ સોનાનું છે અને તેની કિંમત 25 લાખ રૂપિયા થવા જાય છે. કોરોના સંક્રમણ વચ્ચે લોકડાઉન ખૂલ્યા પછીનું આ પહેલું સોનાનું દાન છે, જે મંદિરમાં આવ્યું છે. લોકડાઉનના અઢી મહિનામાં અંબાજી અને બહુચરાજી મંદિરમાં…
ગાંધીનગર – ગુજરાત જમીન વિકાસ નિગમ એટલે કે જીએલડીસીમાં ભ્રષ્ટાચાર વધી જતાં સરકારે આ નિગમના ભ્રષ્ટાચારી અધિકારીઓની ધરપકડ કરાવી છે પરંતુ આ નિગમની જિલ્લા કચેરીઓનો વહીવટ હજી ચાલુ છે. સરકારને ભ્રષ્ટાચાર ઓછો પડ્યો હોય તેમ જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને છૂટો દોર આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે. જમીન વિકાસ નિગમ એ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. આ નિગમની છોટાઉદેપુર ઓફિસમાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતાં જ્યંતિ પટેલ પાસેથી એસબીને 2.81 કરોડની મિલકતો મળી છે. આ કર્મચારી 36 વર્ષથી ભ્રષ્ટાચાર કરતો હતો.આ નિગમની ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાંથી 56 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા બાદ નિગમના એમડી, આસિસ્ટન્ટ…