કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપે તૈયારી કરી દીધી છે. પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપની સરકારે રાજ્યના છ મહાનગરોની હદ વધારવાનો નિર્ણય કરતાં હવે આ શહેરોમાં વોર્ડ અને કોર્પોરેટરોની સંખ્યામાં વધારો થશે. કોરોના સંક્રમણ સમયે ભાજપના માથે માછલાં ધોવાઇ રહ્યાં છે અને કેન્દ્રીય મોવડીમંડળ કેટલાક મુદ્દે પ્રદેશ ભાજપની કામગીરીથી નારાજ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજય મેળવવો આવશ્યક છે. જો આ પરિણામ સારા આવ્યાં તો તેમને 2022 સુધી કોઇ હટાવી નહીં શકે. ગુજરાતના ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં અમારૂં કામ વધી ગયું છે, કારણ કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને…

Read More

ગાંધીનગર — રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને વિજેતા બનાવવા માટે કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા અને બળવાખોર આઠ ધારાસભ્યો પૈકી માત્ર ત્રણને ભાજપની ટિકીટ મળી શકે તેમ છે, બાકીના પાંચ ધારાસભ્યોને પાર્ટીએ અલગ રીતે સાચવી લીધા છે. કોંગ્રેસ છોડીને જનારા ધારાસભ્યો પૈકી એકમાત્ર મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલી આ આઠ બેઠકોની પેટાચૂંટણી થશે ત્યારે પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા આઠ સભ્યોને ફરીથી ટિકીટ આપવાના મૂડમાં નથી. તેમને જ્યારે રાજીનામાં અપાવ્યા હતા ત્યારે તેમની સાથે બીજી કોઇ શરત કરી ન હતી તેથી તેમનું રાજકીય ભાવિ…

Read More

ગાંધીનગર — કોરોનાની રસી અને દવા બની નથી ત્યારે કોરોનામાં અસરકારક સાબિત થઇ રહી છે એક એવી દવા જે ગુજરાત સરકાર દર્દીઓ અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને મફતમાં આપે છે. હોમિયોપથીમાં બનાવેલી ગ્લોબ્યુલ્સ ગોળીઓ શરીરની આંતરિક શક્તિમાં વધારો કરે છે. આ ગોળીના સેવન પછી માનસિક તનાવ અને શારીરિક થાકમાં રાહત મળે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને એલોપેથી સારવારની સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર પણ ફાયદાકારક નિવડે તે માટે સરકાર દ્વારા તમામ પ્રય્તનો કરવામાં આવ્યા છે. આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે હોસ્પિટલમાં હોમિયોપેથી સારવાર આપવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે ઘણા લોકોમાં ભય, ચિંતા,હતાશા,ગભરાટ, માનસિક તણાવ, મૃત્યુનો ભય, એકલવાયાપણું, શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ,…

Read More

ગાંધીનગર — કોરોના મહામારીના સમયમાં ગાંધીનગરમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અભિષેક બચ્ચન અને રાની મુકરજી અભિનિત બંટી-બબલી જેવું એક કપલ રૂપિયા પડાવી રહ્યું છે. આ કપલ સરકારી નોકરી આપવાના નામે લોકોને છેતરી રહ્યું છે. કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે… ગાંધીનગરમાં લોભિયા છે અને ધુતારા પણ છે. ગાંધીનગર શહેરના સેક્ટર-ર6માં રહેતા કોન્ટ્રાકટરની બે પુત્રી અને એક પુત્રને સરકારી નોકરી અપાવવાના બહાને દંપતિએ અલગ અલગ સમયે 4.05 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા અને ત્યારબાદ નોકરી અપાવી નહોતી. તેમની પાસેથી રૂપિયા પરત માંગતા જે થાય તે કરી લેવાની ધમકી તેઓએ આપી હતી. આ દંપતિ સામે સેક્ટર-ર1 પોલીસ…

Read More

ગાંધીનગર — કોરોના સંક્રમણના સમયમાં એક ચીજ એવી છે કે જેને કોઇ સંક્રમણ લાગતું નથી. તેને સેનિટાઇઝરની જરૂર નથી. માસ્કની જરૂર નથી. તે ક્યારેય દર્દી બનતી નથી. તેનામાં વાયરસ આવી શકતો નથી. તેનો ઇલાજ પણ કરવામાં આવતો નથી તેમ છતાં તે કોરોના સંક્રમિત દર્દીઓની મદદમાં જોડાય છે. આ ચીજ એવી છે કે જે ડોક્ટરો તેમજ મેડીકલ સ્ટાફને મદદ કરે છે. દર્દીઓની સારવાર કરે છે. દર્દીના શરીરમાં ગમે તેવો ગંભીર વાયરસ હોય તેનો ઇલાજ ડર વિના કરે છે. આ ચીજવસ્તુનો આવિષ્કાર વિશ્વના અનેક દેશો કરી ચૂક્યાં છે. ચીનમાં તો આ ચીજવસ્તુના કારણે ડોક્ટરોને થતું સંક્રમણ ઘટાડી શકાયું છે. મેડીકલ સ્ટાફ પણ…

Read More

ગાંધીનગર– ગુજરાતમાં એક યુનિવર્સિટીએ એવી પદ્ધતિ દાખલ કરી છે કે જે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા આપવી હોય તે ઓનલાઇન આપી શકે છે, અને જો કોઇને ઓફલાઇન આપવી હોય તો પણ આપી શકે છે. બન્ને વિકલ્પો સ્ટુડન્ટ્સ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ગુજરાત સરકારની ગાઇડલાઇન પ્રમાણે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ સંક્રમણના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ‌કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું ના થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા માટે જીટીયુના પરીક્ષા વિભાગ દ્વારા સંલગ્ન તમામ કોલેજના પ્રિન્સિપાલ સાથે ઓનલાઇન બેઠક કરવામાં આવી હતી. જીટીયુના પરીક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા સંલગ્ન તમામ…

Read More

ગાંધીનગર — ગુજરાતનો નર્મદા ડેમ રમણીય લાગી રહ્યો છે. ડેમની સપાટી 127.46 મીટરે નોંધાઇ છે. બન્ને પાવર હાઉસમાં રોજનું 17 થી 20 મિલિનય યુનિટનું વીજ ઉત્પાદન શરૂ થઇ રહ્યું છે. નર્મદાની મુખ્ય નહેર મારફતે 8600 ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટર પીસી વ્યાસે જણાવ્યું હતુ કે, નર્મદા બંધની જળ સપાટી આજે સવારે 127.46 મીટર થઇ છે અને લાઇવ સ્ટોરેજ 2700 MCM ની આસપાસ છે. ગુજરાતના ભાગે જે હિસ્સો આવે છે એ હિસ્સા પ્રમાણે મધ્યપ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર…

Read More

ગાંધીનગર — કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ગુજરાત સરકારે વેરા સમાધાન યોજનામાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. હવે પહેલો કે બીજો હપ્તો જે કોઇ વેપારી ભરી શક્યા નથી તેઓ તેમનો હપ્તો 31મી જુલાઇ સુધીમાં ભરી શકે છે.રાજ્યના નાણાં વિભાગે 6ઠ્ઠી ડિસેમ્બર 2019ના રોજ ગુજરાતના વેપારીઓ માટે આ યોજના શરૂ કરી હતી. વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ આંશિક ભરણું પુરેપુરૂ મજરે આપવા, અગાઉના બાકી મૂળ વેરો ભર્યેથી વ્યાજ અને દંડમાં માફી આપવા, વેરા સમાધાન યોજના હેઠળ ભરવાની થતી રકમ હપ્તેથી ભરવાની સગવડ આપવા, હપ્તાની રકમ ભરવામાં ચુક થયે વ્યાજ સાથે ભરવાની સુવિધા આપવા અને ‘સી‘ફોર્મ અંગે ચાલતી અપીલોમાં ખરાઇ ન થતાં…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના છે. અત્યારે રાજ્યના પાંચ તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં એક મીમી થી 232 મીમી સુધીનો વરસાદ થયો છે.રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી યોજવામાં આવ્યો હતો જેમાં હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યમાં 15મી જૂન સુધીમાં 95.23 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 11.46 ટકા છે. જો કે કચ્છ જિલ્લાના અબડાસા, લખપત તાલુકા તેમજ દેવભૂમી દ્વારકા તાલુકામાં આજ દિન સુધી વરસાદ…

Read More

ગાંધીનગર — ગુજરાતની એક કહેવત છે કે- ઘરડાં ગાડાં વાળે—એટલે કે જેટલા અનુભવી લોકો હોય તેટલો પ્રગતિનો માર્ગ આસાન થઇ જાય છે. ગુજરાતમાં જ્યારે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે શંકરસિંહ વાધેલાએ તેમની સરકારમાં અનુભવી નિષ્ણાંતોને સરકારના સલાહકાર બનાવ્યા હતા. બાપુની સરકારમાં શિક્ષણમાં, ઉદ્યોગમાં પાણીના સ્ત્રોતમાં તેમજ રાજકીય સલાહકાર નિયુક્ત થયેલા હતા. બાપુ કોઇપણ નવો નિર્ણય કરતા ત્યારે તે પહેલાં ગુજરાતના અનુભવસિદ્ધ નિષ્ણાંતોને તેમના બંગલે અથવા ઓફિસમાં આમંત્રણ આપીને બોલાવતા હતા અને તેમની સાથે ચર્ચા કરતા હતા. તમામના સૂચનો લઇને સરકાર તમામની દરખાસ્તને આખરી કરતી હતી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે ગુજરાતમાં ભલે શરાબબંધી હોય પરંતુ એક કહેવત છે કે…

Read More