ગાંધીનગર – ગુજરાતમાં સિંહોની સચ્ચાઇ એવી છે કે કોંગ્રેસના રાજકીય સિંહો ખતમ થઇ રહ્યાં છે જ્યારે જંગલના સિંહો વધી રહ્યાં છે. કોંગ્રેસમાં એક સમયે છ સિંહો હતા પરંતુ ધીમે ધીમે તે સિંહો પાર્ટીમાંથી ઓછા થતાં ગયા છે. જો કે સાસણ ગીરમાં સિંહોની સંખ્યા પ્રતિવર્ષ વધતી રહી છે. આજે ગીરના જંગલના સિંહોની સંખ્યા 700ના આંકડાને ટચ કરી રહી છે. કોંગ્રેસમાં એક સમયે માધવસિંહ, અમરસિંહ, મનોહરસિંહ, ઉદેસિંહ, ભરતસિંહ, શક્તિસિંહનો જમાનો હતો. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકારો હતી ત્યારે આ સિંહો સપાટી પર ટોચપર આવ્યા હતા. રાજ્યમાં રાજપાની સરકાર પછી કોંગ્રેસમાં વધુ એક શંકરસિંહની એન્ટ્રી થઇ હતી. કોંગ્રેસમાં સાત સિંહોનું સામ્રાજ્ય જોવા મળતું હતું…
કવિ: Margi Desai
ગાંધીનગર – કોરોના સંક્રમણ સમયે દિન-રાત જોયા વિના દર્દીઓને બચાવવાનું કામ કરતાં આરોગ્ય કર્મચારીઓને બીજા કર્મચારીઓના પગાર ઘટાડીને વધારે પગાર આપવો જોઇએ તેની જગ્યાએ તેમના પગારમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. જો આમ થયું તો મેડીકલ ક્ષેત્રમાં કામ કરતાં સ્ટાફની એફિસિયન્સી પર મોટી અસર થવાની દહેશત છે. અમદાવાદની આધુનિક એસવીપી હોલ્પિટલમાં કોરોના સામે લડતા ડોક્ટરો તેમજ નર્સ સહિતનો સ્ટાફ પોતાના જીવના જોખમે પરિવારજનોથી દૂર રહીને દર્દીઓની સેવા કરી રહ્યો છે ત્યારે તેમને યોગ્ય મહેનતાણું આપવાની જગ્યાએ તેમના પગારમાં કાપ મૂકવાની અને નોકરીમાંથી દૂર કરવાની ધમકી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે એએમસીએ નોટીસ આપી 20 ટકા પગાર…
ગાંધીનગર – જેની ખેડૂતો ચાતક નજરે રાહ જોઇ રહ્યાં છે તે ચોમાસુ 2020 આ વર્ષે નોર્મલ છે અને સમયસર છે. રાજ્યમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઇ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ દિવસ સુધી પ્રિ-મોનસૂન એક્ટિવ રહેશે પરંતુ તે ચોમાસાને ડિસ્ટર્બ નહીં કરે. વિધિવત સિઝન 25મી જૂનની આસપાસ શરૂ થાય તેવી વકી છે. ગુજરાતના હવામાન વિભાગના ડાયકેક્ટર ડો. જ્યંત સરકાર કહે છે કે તાજેતરમાં અરબી સમુદ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાની અસર સામાન્ય ચોમાચા પર થવાની નથી. ચોમાસું નિયમિત રીતે શરૂ થશે. આ વર્ષે સમગ્ર દેશમાં 94 થી 104 ટકા જેટલો વરસાદ થવાનો છે.ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસર પૂરી થયાં…
ગાંધીનગર – કોવિડની સારવાર કરતી અમદાવાદની એસવીપી હોસ્પિટલની કંપનીએ મેડીકલ સ્ટાફના પગાર ઘટાડાનો નિર્ણય કરતાં ચોંકી ઉઠેલી રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરતાં હવે અમદાવાદમાં કોવિડની તમામ હોસ્પિટલોના વહીવટી તંત્રને કોર્પોરેશનને તેને હસ્તક લઇ લીધું છે અને કોર્પોરેશનની પરવાનગી વિના એજન્સીના સ્ટાફ કે મેડીકલ સ્ટાફના પગારમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં, એટલું જ નહીં કોર્પોરેશન કહે તેમ પગાર વધારો પણ આપવાનો રહેશે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ કોવિડ હોસ્પિટલોને મેનપાવર પુરો પાડનારી એજન્સીઓના મેનેજમેન્ટ અને સુપરવાઇઝરો સાથે તમામ સ્ટાફને એપીડેમીક એક્ટની કલમો હેઠળ હસ્તગત કરી ડેઝિગ્નેટેડ કોવિડ એમ્પોયીઝ તરીકે જાહેર કરવામાં…
વલસાડ પંથક માં ‘માટીચોર’ બિલ્ડરો બેફામ ! વલસાડ તાલુકા માં સુઝલામ સુફલામ યોજના અંતર્ગત ચાલતા તળાવ માટી ખોદાણ કામ માં માટી ની મોટાપાયે તસ્કરી ચાલી રહી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નિયમ મુજબ માટી ગામ બહાર જાય નહીં તેવો નિયમ અહીં કોઈને લાગુ પડતો નથી અને વલસાડ ના કેટલાક બિલ્ડરો મોટાપાયે માટી વહન કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમય થી આ કૌભાંડ ચાલી રહ્યું હોવાછતાં સબંધીતો માત્ર મલાઈ ખાઈ રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. વલસાડ માં હાલ માં જુદાજુદા મોટી પ્રોપર્ટી નું બાંધકામ ચાલી રહ્યું છે અને સાઇટ ઉપર ચહલ પહલ જોવા મળી રહી છે અહીં ના…
ગાંધીનગર -‘દોઢ વર્ષનો દીકરો એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરતો હોય… શ્રમિક પિતા દીકરાને લઈ દર દર ભટકતાં હોય અને કહેવામાં આવે કે કોમ્પ્લિકેશન વધુ છે સિવિલમાં લઇ જાવ… ત્યારે પિતા પર આભ તૂટી પડ્યું હોય તેવું લાગ્યું પરંતુ આખરે દીકરાને સિવિલમાં લઇ જવો પડ્યો.દોઢ વર્ષનો સાદ્દીક ઘરમાં રમતી વખતે ચિકન પીસના ફેંકેલા હાડકાં ગળી ગયો હતો. માતાએ સાદિકના મોઢામાં આંગળી નાખી બે ટુકડા કાઢી લીધા પરંતુ એક નાનો ટુકડો સાદિક ગળી ગયો હતો જેની જાણ તુરંત ઘરમાં કોઈને ન થઇ. બીજા દિવસે સાદિકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. શ્વાસ નળીમાં હાડકું ચૂભવાથી સાદિક ચિત્કાર કરવા લાગ્યો હતો. ચાર મહિના…
ગાંધીનગર – કોરોના વાયરસને નાથવા માટે વિશ્વના તમામ દેશો વેક્સિન અને મેડીસીન બનાવવા તૈયાર થયાં છે જેમાં ભારતના વૈજ્ઞાનિકો પણ સામેલ છે. ભારતે તો નવો અખતરો કર્યો છે અને તે સાવ નિર્દોશ છે. જો તે અખતરો સફળ રહ્યો તો આપણે કોરોના સામેનો જંગ તો જીતી જઇશું પરંતુ તેની સાથે વિશ્વમાં ભારતનો ડંકો વાગી જશે અને દુનિયા આપણા માર્ગે ચાલશે.કોરોના સામે લડવા સમગ્ર દુનિયામાં સંખ્યાબંધ રિસર્ચ ચાલી રહ્યા છે. કેટલાક દેશોની કંપનીઓ કોરોનાને દૂર કરતી દવાની એકદમ નજીક પહોંચી જવાનો દાવો કરી રહી છે. હવે ભારતમાં પણ આયુર્વેદની દવાઓનું કોરોના પોઝિટિવ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયું છે. જો પરિણામ મળ્યું…
ગાંધીનગર – કોરોના વાયરસની રસી અને દવાની શોધ આખી દુનિયા કરી રહી છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગે આશાસ્પદ દવા શોધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દવા માનવ શરીરના કોષમાં રહેલા વાયરસની વૃદ્ધિ અટકાવવાનું કામ કરે છે. આ દવાનું નામ હેમ્પોઇન રાખવામાં આવ્યું છે.વિશ્વ આખું કોરોના મહામારીનો ભોગ બન્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને વિશ્વના દરેક દેશના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણથી બચવા માટે વિવિધ પ્રકારના રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈ સકારાત્મક પરિણામ આપણને જોવા મળ્યા નથી ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ફાર્મસી વિભાગના પ્રોફેસર ડોક્ટર સંજય ચૌહાણ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે…
ગાંધીનગર – તમારૂં બાળક પાંચ વર્ષનું છે તો તેને સ્કૂલ પ્રવેશ નહીં મળી શકે. સ્કૂલમાં જવા માટેની ઓછામાં ઓછી ઉંમરમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામકે એક પરિપત્ર અને ગેઝેટમાં સ્કૂલે જતા બાળકની ઉંમરમાં ફેરફાર કર્યો છે.ગુજરાતમાં આઇટીઇ રૂલ્સ અમલમાં છે. મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર લોકોને મળે છે. નવા જન્મતા બાળકોને કઇ ઉંમરે સ્કૂલમાં દાખલ કરવા તે સ્પષ્ટતા તેમાં કરવામાં આવેલી છે. જો કોઇ વાલી તેમના બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં દાખલ કરવા માગતા હોય તો હવે સ્કૂલમાં દાખલ કરવાની ઉંમર બદલાઇ ગઇ છે. નવા જાહેરનામા પ્રમાણે શૈક્ષણિક વર્ષના 1લી જુનના રોજ જે બાળકની ઉંમરનું છઠ્ઠું વર્ષ…
ગાંધીનગર – કોરોના સંક્રમણ સામે લડવા માટે સરકાર તૈયારી કરે છે જ્યારે કોરોના પેશન્ટને ઉગારવા માટે કોરોના વોરિયર્સ જહેમત ઉઠાવી રહ્યાં છે. ઇન્ટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઇન ટ્રેનિંગ – દિક્ષા પ્લેટફોર્મ દ્વારા તાલીમબદ્ધ થયેલા 2.81 લાખથી વધુ કોરોના વોરિયર્સ ગુજરાતમાં કોરોના સામે યુદ્ધે ચઢ્યાં છે. કોરોના સામે લડવા વિશેષ તાલીમ પામેલા વૉરિયર્સમાં ગુજરાત ભારતમાં અગ્રેસર છે. કોવિડને લગતી શ્રેષ્ઠ તાલીમ આપવા માટે જાણીતી ઈન્ટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ (IGOT) દિક્ષા પ્લેટફોર્મ થકી તાલીમબદ્ધ થયેલા 2.81 લાખથી વધુ કોરોના વૉરિયર્સ ગુજરાતમાં કોરોનાને નાથવા જહેમત ઉઠાવી રહ્યા છે. રાજ્યભરમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની શ્રેષ્ઠ સારવાર માટે આ તાલીમબદ્ધ સ્ટાફ સતત ખડેપગે રહીને સેવારત છે. કોવિડની…