કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝિટીવ આવ્યો નથી છતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લાના પ્રભારીઓની બદલી શરૂ કરી છે. અત્યાર સુધીમાં આઠ જિલ્લાના પ્રભારીઓ બદલાઇ ચૂક્યાં છે અને બીજા રાજ્યોમાં બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોરોનાની તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી સેક્રેટરીઓને બદલે છે પરંતુ પ્રભારી મંત્રીઓને બદલતા નથી તેથી સચિવાલયમાં હવા ઉડી છે કે રાજકીય નેતાઓ કરતાં અધિકારીઓ સારૂં કામ કરે છે છતાં તેમને કારણ વિના બદલવામાં આવે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં પ્રભારીઓ જતાં નથી. પબ્લિક વચ્ચે બેસીને પ્રશ્નોનું નિરાકરણ લાવતા નથી છતાં તેમને બદલવામાં આવતા નથી. કોરોના વાયસરની દહેશત વચ્ચે આઠ જિલ્લાનાં પ્રભારી સેક્રેટરીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન વધે તે માટે સરકારના ઉર્જા વિભાગે સોલાર અને વિન્ડ પોલિસીની જાહેરાત કરી છે પરંતુ પોલિસીમાં ક્ષતિઓ હોવાથી અરજદારોની અરજીઓ મંજૂર થતી નથી. વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે બનાવવામાં આવતી પવનચક્કીઓની સંખ્યા વધે તે માટે પણ સરકારનો દાવો છે કે વિના વિધ્ને મંજૂરીઓ આપવામાં આવે છે પરંતુ હકીકત કંઇ અલગ જ છે, જેનો પર્દાફાશ વિધાનસભામાં થયો છે. ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં છેલ્લા બે વર્ષમાં પવનચક્કીની સ્થાપના માટે વિવિધ અરજદારો તરફથી 680 અરજીઓ કરવામાં આવી હતી જે પૈકી મહેસૂલ વિભાગના આંકડા પ્રમાણે માત્ર 289 અરજીઓને જ માન્ય રાખવામાં આવી છે. બાકીની અરજીઓ પેન્ડીંગ છે અથવા તો રદબાતલ…

Read More

ગાંધીનગર- ગુજરાત સરકાર તેની નવી ઉદ્યોગ નીતિ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવા જઇ રહી છે. આ પોલિસીના આધારે ગુજરાત સરકારની દસમી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે. નવી પોલિસીના ડ્રાફ્ટમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે જ્યારે દેશના અન્ય રાજ્યોની ઔદ્યોગિક સ્થિતિ તેમજ વધતા જતાં મૂડીરોકાણને પણ ધ્યાને લેવામાં આવ્યું છે. ગુજરાતની નવી ઉદ્યોગ નીતિમાં રાજ્યમાં ઉદ્યોગ સ્થાપિત કરવા માગતા ઉદ્યોગજૂથોનો જલસા પડી જાય તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ નીતિના ડ્રાફ્ટની વિગતો જોતાં તેમાં પહેલીવાર લેન્ડ બેન્કનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. એ સાથે ઉદ્યોગો માટે વધુ પ્રોત્સાહનો તેમજ ઝડપી મંજૂરીઓ માટેનું વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવી શકે છે.…

Read More

ગાંધીનગર- રાજ્યસભાની ચૂંટણીમાં બીજી બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી હવાતિયાં મારી રહી છે. ભાજપના ધારાસભ્યોમાં એવો ભ્રમ ઉભો કરી રહી છે કે તેમના કેટલાક સભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપના સંગઠન અને વિજય રૂપાણી સરકારથી નારાજ થયેલા કેટલાક સભ્યો અમને સંપર્ક કરી રહ્યાં છે તેવો દાવો ખુદ વિપક્ષના નેતા પરેશ ધાનાની કરી રહ્યાં છે. રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓને એવી આશા છે કે ક્રોસવોટીંગથી બન્નેના ઉમેદવારો જીતી જશે. વિપક્ષી નેતા કહે છે કે ભાજપના કેટલાક ધારાસભ્યો ક્રોસવોટીંગ કરશે અને અમારો બીજો ઉમેદવાર ચૂંટણી જીતી જશે, બીજીતરફ પાંચ ધારાસભ્યોના રાજીનામાં અપાવી દેનાર ભાજપના નેતાઓ કહે છે કે કોંગ્રેસમાંથી હજી…

Read More

ગાંધીનગર- ગુજરાતના સૌ ભાઈ-બહેનો, અત્યંત શરમપૂર્વક હું આ પત્ર લખી રહ્યો છું. શરમ એ વાતની છે કે હું ગુજરાતની જે વિધાનસભામાં વડગામ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું એ વિધાનસભાના કેટલાક ધારાસભ્યો એ હદે ઉતરી ગયા છે કે કોઈપણ પક્ષ એમની સામે રૂપિયાનો ઢગલો કરે તો પોતે જાણે બજારમાં વેચાવા ઉભેલી પ્રોડકટ હોય એમ પોતાની જાતને વેચવા તૈયાર થઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણી ટાણે જે ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે એ લોકોએ સોદાબાજી વિના કે રૂપિયા ખાધા વિના રાજીનામા દીધા હોય એવું હું માનતો નથી. જોકે, શરમ એ વાતની પણ છે કે રાષ્ટ્રવાદની વાતો કરનારા રાજકીય પક્ષો પણ આવા ધારાસભ્યોને મોં…

Read More

ગાંધીનગર- ગુજરાતમાં પીવાના પાણીના પ્રદૂષણને નિવારવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક દરખાસ્ત તૈયાર કરી રહ્યું છે. આ દરખાસ્તમાં પીવાના પાણીની પાંચ રૂપિયાની નાની બોટલને બંધ કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે એ સાથે પાણીની તૈયાર બોટલોના જથ્થાને ખુલ્લા તડકામાં નહીં મૂકવાની ભલામણ કરી છે. જો રાજ્ય સરકાર આ દરખાસ્તને સ્વિકારશે તો પીવાના પાણીની નાની બોટલોને બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતમાં હાલ પાંચ રૂપિયા, દસ રૂપિયા, પંદર રૂપિયા અને વીસ રૂપિયામાં પીવાના પાણીની બોટલો મળે છે. પાંચ રૂપિયાની બોટલનું પ્રોડક્શન શંકાસ્પદ હોવાનું માલૂમ પડતાં અને તેમાં પ્લાસ્ટીકની ક્વોલિટી હલકી હોવાથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સરકારને આવી બોટવો…

Read More

ગાંધીનગર- કોરોના વાઇરસને પગલે પ્રવાસન ઉદ્યોગને ફટકો પડ્યો છે ત્યારે હોટેલ ઉદ્યોગ સ્થાનિક તેમજ વિદેશી પ્રવાસીઓને લઈને ચોકસાઈ વર્તી રહી છે. અમદાવાદની હોટલો દ્વારા તેમના તમામ મહેમાનોને આરોગ્ય સુવિધા મળે અને સ્ટાફ ચોખ્ખાઈ અંગે વધુ સતર્કતા રાખે તે માટે તાકીદ કરવામાં આવી રહી છે. અમદાવાદની હોટલોમાં ગયા અઠવાડિયા સુધી વિદેશી પ્રવાસીઓની સંખ્યા મોટી હતી, જો કે હાલમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. હોટલ સંચાલકો તમામ પ્રકારની સતર્કતા રાખી રહ્યા છે. હોટલના રિસેપ્શન પર સેનિટાઇઝર અને માસ્ક મળે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ગુજરાત સરકારે હોટલો અને રેસ્ટોરન્ટમાં તકેદારી રાખવાની ગાઇડલાઇન પણ જાહેર કરી છે. કાસા બ્લાન્કા રિસોર્ટના ડિરેક્ટર મિલિન્દ…

Read More

ગાંધીનગર- એનસીપીની બેઠક પરથી ચૂંટણી લડેલા ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટીનીવિરૂદ્ધમાં જવાનો નિર્ણય કર્યો છે. તેણે પાર્ટીના સુપ્રિમોને એવું કહ્યું કે તે સાંભળીને બે ટોચનાનેતાઓ ડઘાઇ ગયા છે. કાંધલ જાડેજાની મનમાની સામે હાઇકમાન્ડ લાચાર બન્યું છે. આજે વિધાનસભાની બેઠકદરમ્યાન કાંધલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રણા કરી હતી. રૂપાણીએ તેમનેભાજપના ઉમેદવારને મત આપવા માટે વિનંતી કરી છે. અગાઉની 2017ની ચૂંટણીમાં પણ કાંધલે પાર્ટીની વિરૂદ્ધ જઇને પાર્ટીના સિનિયર નેતાઓનેચોંકાવી દીધા હતા. હવે 2020માં તો કોંગ્રેસને આશ્ચર્ય થતું નથી, કારણ કે કાંધલે તેમનો મતફિક્સ કરી દીધો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે અપક્ષો અને અન્ય પક્ષોના ધારાસભ્યોનેજલસા પડી જતા હોય છે. બીટીપીના…

Read More

ગાંધીનગર- રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જતાં રહેતા કોંગ્રેસે બીટીપીના ત્રણ ધારાસભ્યો અને એનસીપીના એક ધારાસભ્ય તરફ નજર દોડાવી છે. જો કે કોંગ્રેસનો પનો ટૂંકો પડે છે, કારણ કે આ ચાર પૈકી ત્રણ ધારાસભ્યો ભાજપને સમર્થન આપી ચૂક્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ એક એવો દાવ ફેંક્યો છે કે જેનાથી ભાજપ ચિંતિત તો નથી પરંતુ ટેન્શનમાં આવી ગયું છે. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યોમાં જેટલી નારાજગી છે તેનાથી ચાર ગણી નારાજગી ભાજપના ધારાસભ્યોમાં એટલા માટે છે કે તેમની પાર્ટી સત્તામાં હોવા છતાં તેમના કામો થતાં નથી. લલિત કગથરાએ કહ્યું હતું કે ભાજપના ત્રણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, જે ક્રોસ વોટિંગ…

Read More

ગાંધીનગર- ગુજરાતનું ધોલેરા સ્માર્ટ સિટી એક એવું સિટી બનશે કે જેની રચના જોવા માટે આખા દેશના લોકો આવશે તેવા બણગાં ફૂંકનારી રાજ્ય ભાજપની સરકારને હવે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જવાની જરૂર છે, કારણ કે ગુજરાતે તો ધોલેરાને સ્માર્ટ સિટી બનાવવાના વાયદા કર્યા હતા પરંતુ મહારાષ્ટ્રનું ઔરંગાબાદ સ્માર્ટ સિટી તેનો પાલવ પહોળો કરતું જાય છે. ગુજરાતના ધોલેરા સિટીમાં 2020 સુધીમાં 10 લાખ લોકો વસવાટ કરતા હશે તેવા વાયદા કરવામાં આવ્યા હતા પરંતુ આ સિટીમાં ખાનગી મૂડીરોકાણકારો હજી તૈયાર થતાં નથી. ધોલેરામાં અત્યારે 50 હજાર લોકોનો પણ વસવાટ નથી. ગુજરાતમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ચૂકી છે છતાં આ સ્માર્ટ સિટીમાં વિકાસના…

Read More