ગાંધીનગર- એનસીપીની બેઠક પરથી ચૂંટણી લડેલા ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટીનીવિરૂદ્ધમાં જવાનો નિર્ણય કર્યો છે. તેણે પાર્ટીના સુપ્રિમોને એવું કહ્યું કે તે સાંભળીને બે ટોચનાનેતાઓ ડઘાઇ ગયા છે. કાંધલ જાડેજાની મનમાની સામે હાઇકમાન્ડ લાચાર બન્યું છે. આજે વિધાનસભાની બેઠકદરમ્યાન કાંધલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રણા કરી હતી. રૂપાણીએ તેમનેભાજપના ઉમેદવારને મત આપવા માટે વિનંતી કરી છે. અગાઉની 2017ની ચૂંટણીમાં પણ કાંધલે પાર્ટીની વિરૂદ્ધ જઇને પાર્ટીના સિનિયર નેતાઓનેચોંકાવી દીધા હતા. હવે 2020માં તો કોંગ્રેસને આશ્ચર્ય થતું નથી, કારણ કે કાંધલે તેમનો મતફિક્સ કરી દીધો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે અપક્ષો અને અન્ય પક્ષોના ધારાસભ્યોનેજલસા પડી જતા હોય છે. બીટીપીના…
કવિ: Margi Desai
ગાંધીનગર- રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જતાં રહેતા કોંગ્રેસે બીટીપીના ત્રણ ધારાસભ્યો અને એનસીપીના એક ધારાસભ્ય તરફ નજર દોડાવી છે. જો કે કોંગ્રેસનો પનો ટૂંકો પડે છે, કારણ કે આ ચાર પૈકી ત્રણ ધારાસભ્યો ભાજપને સમર્થન આપી ચૂક્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ એક એવો દાવ ફેંક્યો છે કે જેનાથી ભાજપ ચિંતિત તો નથી પરંતુ ટેન્શનમાં આવી ગયું છે. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યોમાં જેટલી નારાજગી છે તેનાથી ચાર ગણી નારાજગી ભાજપના ધારાસભ્યોમાં એટલા માટે છે કે તેમની પાર્ટી સત્તામાં હોવા છતાં તેમના કામો થતાં નથી. લલિત કગથરાએ કહ્યું હતું કે ભાજપના ત્રણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, જે ક્રોસ વોટિંગ…
ગાંધીનગર- ગુજરાતનું ધોલેરા સ્માર્ટ સિટી એક એવું સિટી બનશે કે જેની રચના જોવા માટે આખા દેશના લોકો આવશે તેવા બણગાં ફૂંકનારી રાજ્ય ભાજપની સરકારને હવે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જવાની જરૂર છે, કારણ કે ગુજરાતે તો ધોલેરાને સ્માર્ટ સિટી બનાવવાના વાયદા કર્યા હતા પરંતુ મહારાષ્ટ્રનું ઔરંગાબાદ સ્માર્ટ સિટી તેનો પાલવ પહોળો કરતું જાય છે. ગુજરાતના ધોલેરા સિટીમાં 2020 સુધીમાં 10 લાખ લોકો વસવાટ કરતા હશે તેવા વાયદા કરવામાં આવ્યા હતા પરંતુ આ સિટીમાં ખાનગી મૂડીરોકાણકારો હજી તૈયાર થતાં નથી. ધોલેરામાં અત્યારે 50 હજાર લોકોનો પણ વસવાટ નથી. ગુજરાતમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ચૂકી છે છતાં આ સ્માર્ટ સિટીમાં વિકાસના…
ગાંધીનગર- ગુજરાતમાં સહકારી સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે. આ વધારો થવા પાછળ ભાજપનું રાજકારણ છે. સહકારી સંસ્થાઓમાં ભાજપનું વર્ચસ્વ જળવાઇ રહે તે માટે આ નવી સંસ્થાઓ ખૂલતી જાય છે. સહકારી મંડળીઓની સંખ્યામાં એક વર્ષમાં 4.5 ટકાનો સીધો વધારો થયો છે, જેની સાથે બિન ધિરાણ મંડળીઓની સંખ્યામાં તો 35 ટકા જેટલો વધારો છે. છેલ્લા એક વર્ષમાં 3428 મંડળીઓ વધી છે. ગુજરાતમાં જ્યારે ભાજપના શાસનની શરૂઆત થઇ ત્યારે સહકારી માળખામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું પરંતુ મોદીના આવ્યા પછી તે પણ તોડી નાંખવામાં આવ્યું છે. ભાજપના તે સમયના મોદીના મિત્ર અમિત શાહે એક પછી એક સહકારી સંસ્થાઓમાં ભાજપનો પગપેસારો કરાવ્યો હતો. ધીમે ધીમે કોંગ્રેસના…
ગાંધીનગર- ગુજરાતના પોપ્યુલેશન પ્રોજકશન એટલે કે વસતી અનુમાન ના આંકડા ઘણાં ચોંકાવનારા છે. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં ગુજરાતની વસતી 6 કરોડ 61 લાખ થઇ ચૂકી છે, જે 2011ના છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6 કરોડ 3 લાખ નોંધાયેલી હતી. દેશ અને રાજ્યમાં 2020માં વસતી ગણતરી થવાની છે અને તેના આંકડા 2021માં આવવાના ત્યાં સુધીમાં તો ગુજરાતની વસતી 6.70 કરોડ આસપાસ હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. પોપ્યુલેશન પ્રોજકશનના રિપોર્ટ પ્રમાણે 2014માં રાજયની વસતી છ કરોડ 38 લાખ હતી તેથી એનો અર્થ એવો થયો કે એક વર્ષમાં 13 લાખનો વસતી વધારો થયો છે. સાડા છ કરોડની વસતી સાથે ગુજરાત વસતી વધારા સાથે ભારતનું…
ગાંધીનગર – ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી રાજ્યના આઠ મોટા શહેરો કે જ્યાં મહાનગરપાલિકાઓ આવેલી છે તેની હદ વધારવાની વિચારણા કરી છે. ટૂંક સમયમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે તમામ આઠ મહાનગરપાલિકાને પત્ર લખી નગરપાલિકા અને ગ્રામપંચાયતોના વિલયનો પ્રસ્તાવ મોકલવાની સૂચના આપી છે. રાજ્ય સરકારનું લક્ષ્ય 2020ની સ્થાનિક ચૂંટણી જીતવાનું છે. સ્થાનિક સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થવી જોઇએ, કેમ કે 2020માં આવનારી સ્થાનિક ચૂંટણીમાં તેનો સમાવેશ કરી શકાય. શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે તમામ નગરપાલિકા, ગ્રામ પંચાયત…
ગાંધીનગર- ગુજરાતના શહેરોમાં સુખ અને શાંતિ થાય તે માટે સરકાર કેટલાક વિસ્તારોને અશાંત ધારો લાગુ કરી રહી છે. એક નવા આદેશ પ્રમાણે રાજ્ય સરકારે સુરત શહેરના બે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી સરકારની નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનું રાજ્ય સરકારે…
ગાંધીનગર- કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે હેતુથી ગુજરાત સરકારે 31મી માર્ચ સુધી તમામ જાહેર સ્થળો જેવાં કે સ્કૂલ, કોલેજ, મોલ્સ, થિયેટરોને બંધ કરવાનો આદેશ કર્યો છે. રાજ્યમાં એકપણ કેસ પોઝિટીવ નહીં હોવા છતાં સરકારે તકેદારીના પગલાંરૂપે આ નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉચ્ચસ્તરીય બેઠકના અંતે આ નિર્ણય લીધો હોવાની માહિતી ચીફ સેક્રેટરી અનિલ મુકિમે આપી છે. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળા અને કોલેજોને 31મી માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કર્યો છે…
ગાંધીનગર- કચ્છના એલ્યુમિના પ્રોજેક્ટને ગ્રહણ લાગી ચૂક્યું છે. આ પ્રોજેક્ટ ફરી એકવાર ડ્રોપ થયો છે. આ પ્રોજેક્ટ નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ- નાલ્કોએ ડ્રોપ કર્યો છે. આ પ્રોજેક્ટની કોસ્ટ 15000 કરોડ થતી હતી. સરકારે હવે આ પ્રોજેક્ટ પર ઠંડુ પાણી રેડી દીધું છે. વારંવાર ડ્રોપ થતાં આ પ્રોજેક્ટ માટે સરકાર હવે કોઇ નવા પ્લેયર શોધશે નહીં પરંતુ પ્રોજેક્ટને સ્ક્રેપ કરી દેવાશે. આ પ્રોજેક્ટ ક્યારેય સાકાર નહીં થાય. ઉદ્યોગ વિભાગે આગળ કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ગુજરાતના કચ્છમાં એલ્યુમિના પ્રોજેક્ટમાં વાર્ષિક 0.5 મિલિનય ટનનો એલ્યુમિનિયમ સ્મેલ્ટર પ્લાન્ટ સ્થપાવાનો હતો. આ પ્રોજેક્ટમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન- જીએમડીસી 26 ટકાની જેવી પાર્ટનર હતી.…
ગાંધીનગર- ગુજરાતમાંથી બેકારી દૂર કરવી હોય તો સરકારે બનાવેલા નિયમનું ફરજીયાત પાલન કરવું જોઇએ, કેમ કે નિયમનું પાલન નહીં થતું હોવાથી બેકારીનો સાચો આંકડો બહાર આવતો નથી. રાજ્યના આંકડાશાત્ર બ્યુરો તરફથી રજૂ કરવામાં આવતા બેકારીના આંકડા પોકળ અને અધુરાં છે તેથી સરકાર એક એપ્લિકેશન બનાવવાની આવશ્યતા છે. રોજગાર વિભાગના એક નિવૃત્ત અધિકારીએ કહ્યું છે કે સરકારની રોજગાર વિનિયમ કચેરીઓમાં તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ નામ દાખલ કરાવતા નથી તેથી તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ માટે એક એપ્લિકેશન બનાવીને તેમાં ફરજીયાત વિગતો ભરવાની સુવિધા કરવી જોઇએ. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને આ જવાબદારી સોંપવામાં આવે. વિદ્યાર્થી જ્યારે રિઝલ્ટ લેવા જાય ત્યારે આ એપ્લિકેશનમાં જે તે વિદ્યાર્થીની તમામ…