ફેસબૂક ઉપર ધાર્મિક ટીપ્પણી મુદ્દે ધંધુકા ના કિશન ભરવાડ ની હત્યા થયા બાદ મધ્ય ગુજરાતમાં આણંદ નજીક આવેલા પેટલાદમાં રહેતા યુવકે ભગવાન શ્રીકૃષ્ણનું સ્ટેટસ વોટ્સએપમાં મૂકતા ઉશ્કેરાયેલા વિધર્મી યુવાને હિન્દૂ યુવકને મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.
પોલીસ મથક માં મામલો પહોંચ્યો છે અને ધાર્મિક સ્ટેટસ રાખવા બાબતે બે યુવકો વચ્ચે ઝગડો થયો હોવાની વાત બહાર આવી છે.
ઓડિયોમાં યુવકને સ્ટેટ્સ રાખવા બાબતે ધમકી આપવામાં આવી હતી. સ્ટેટસ રાખવા બાબતે ઝગડો થતા એક યુવકે કહ્યુ કે, હું એવા સ્ટેટ્સ રાખુ છું તો બીજા યુવકે કહ્યુ કે, મારૂ વોટ્સઅપ છે હું ગમે તે મુકુ તારે જોવાનું ના હોય મે તારા નંબર પણ ડિલેટ કરી નાખ્યા છે. તુ મારા નંબર ડિલેટ કરી નાખ. તો પેલા યુવકે જવાબ આપતા કહ્યુ કે, તું હવે તારૂ સ્ટેટસ તુ હટાવતો નહીં પછી તને બતાવીશ. તો બીજા યુવકે કહ્યુ કે, તારાથી થાય તે કરી લેજે. તો પેલા યુવકે ફરી કહ્યુ કે, ધમકી આપતા કહ્યુ કે તારાથી પોલીસ કેસ થાય તો તે પણ કરી લેજે. વધુમાં ધમકી આપતા કહ્યુ કે, સોમવારે તુ કોલેજથી ઘરે આવ પછી જેટલા હોય એટલા ને લેતો આવજે. હું ગમે ત્યારે આવી અને તારી ગેમ થઈ જાશે ધ્યાન રાખજે તેમ કહી ફરી યુવકને ધમકી આપી હતી.
આમ ભગવાન કૃષ્ણ ના સ્ટેટ્સ રાખવા મામલે હિન્દૂ યુવક ને ધમકી મળ્યા બાદ ધાર્મિક મામલે બબાલ થવાની વાત સામે આવતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
રવિવાર, એપ્રિલ 20
Breaking
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’
- Breaking: પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવવાની તૈયારીમાં, પીએમ મોદીએ ‘દેશની દીકરી’ને પત્ર લખીને આમંત્રણ આપ્યું
- Breaking: દેશનાં નામ માટે ‘ભારત’ જ યોગ્ય, RSS મહાસચિવનુ નિવેદન
- Breaking: નશામાં ધૂત બદમાશો દ્વારા પીછો કરવામાં આવતા એક છોકરીની કાર પલટી ગઈ, 27 વર્ષની છોકરીનું મોત