Worlds Oldest living Penguin: વિશ્વની સૌથી વૃદ્ધ પેંગ્વિન, બમણું આયુષ્ય છતાં રેકોર્ડથી હજી દૂર
Worlds Oldest living Penguin: દુનિયામાં કેટલાંક જીવજંતુઓ એવા હોય છે, જે પોતાના સામાન્ય આયુષ્ય કરતાં અનેકગણું વધારે જીવીને જગતને ચકિત કરી દે છે. હાલ એવી જ એક હમ્બોલ્ટ પેંગ્વિન ચર્ચામાં છે, કારણ કે તેણે પોતાની પ્રજાતિથી દોઢ કે બે નહીં, પરંતુ ત્રણ ગણું આયુષ્ય જીવી લીધું છે. ખાસ વાત એ છે કે તેનું આરોગ્ય હજુ પણ સારું છે અને તે પોતાના પછાત વર્ષો આનંદથી પસાર કરી રહી છે.
આ પેંગ્વિનનું નામ છે સ્નેબ, જેને તાજેતરમાં જ 37મો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી માટે એક ખાસ કેક તૈયાર કરાઈ હતી જે બરફ અને તાજી માછલીઓથી બનાવવામાં આવી હતી. હમ્બોલ્ટ પેંગ્વિનનું સામાન્ય આયુષ્ય માત્ર 10 થી 15 વર્ષનું હોય છે, ત્યારે 37 વર્ષની સ્નેબ અત્યંત દુર્લભ ઉદાહરણ છે.
સ્નેબ વર્ષ 1988માં સરે, ઇંગ્લેન્ડમાં જન્મી હતી અને ત્યારબાદ તેને કોર્નવોલના હેલે સ્થિત પેરેડાઇઝ પાર્ક ઝૂમાં લઈ જવાઇ હતી. એ સમયેથી આજદિન સુધી ત્યાં તેનું ઉછેર અને સંભાળ થઇ રહી છે. પાંજરામાં જન્મેલી હોવા છતાં, તેનું સ્વાસ્થ્ય ઉત્તમ રહ્યું છે. ઝૂના કર્મચારીઓ જણાવે છે કે તે હજુ પણ સારું ખાય છે, હળવા ચાલે છે અને બીમારીથી મુક્ત છે.
View this post on Instagram
સ્નેબ દુનિયાની સૌથી વૃદ્ધ હમ્બોલ્ટ પેંગ્વિન માનવામાં આવે છે, પણ વિશ્વની સૌથી વૃદ્ધ પેંગ્વિન બનવાનો રેકોર્ડ તે હજી મેળવી શકી નથી. તે ખિતાબ દક્ષિણ આફ્રિકાના એક પેંગ્વિનના નામે છે, જેનું મૃત્યુ વર્ષ 2023માં થયું હતું.
સ્નેબનું નામ પણ રસપ્રદ છે. વર્ષ 2007માં તેને ફૂગના ચેપથી નિજાત અપાવવામાં આવી હતી. તેની સારવારમાં ઉપયોગ કરાયેલા ઈન્હેલરની દવા Spneb પરથી જ તેનું નામ પડ્યું હતું.
હમ્બોલ્ટ પેંગ્વિન મુખ્યત્વે ચિલી અને પેરુ જેવા દક્ષિણ અમેરિકન દેશોના દરિયાકાંઠે જોવા મળે છે. તેમનું જીવનદરિયા આધારિત હોય છે અને તેઓ લાંબી મુસાફરી પણ કરે છે. ગયા વર્ષે જ તેમનો એક પેંગ્વિન ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે પહોંચી ગયો હતો, જેને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.