Woman Finds Love with ChatGPT: AI સાથે સંબંધ, 20 વર્ષ પછી છૂટાછેડા અને ChatGPT સાથે નવા જીવનની શરૂઆત
Woman Finds Love with ChatGPT: લગ્નને આપણા સમાજમાં સાત જન્મોનું પવિત્ર બંધન માનવામાં આવે છે, પરંતુ ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે સંબંધ તોડી નાંખવાનો નિર્ણય લેવાઈ જાય છે. છૂટાછેડાની પાછળનાં કારણો સામાન્યથી વિખૂટા હોય છે. એવી જ એક અજાણી પરંતુ ચર્ચાસ્પદ ઘટનામાં, એક મહિલાએ તેના 20 વર્ષના લગ્ન તોડી નાંખ્યા કારણકે તેના પતિથી તેને સુખ મળતું નહોતું. આશ્ચર્યજનક વાત એ છે કે હવે આ મહિલા એક AI ચેટબોટ સાથે પ્રેમમાં છે અને તેને લગ્ન કરવા જઈ રહી છે.
આ મહિલા, જેનું નામ શાર્લોટ રાખવામાં આવ્યું છે (અસલી નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે), હવે ChatGPT પર આધારિત ચેટબોટ ‘લીઓ’ સાથે પોતાના ભાવનાત્મક સંબંધ વિશે ખુલાસો કર્યો છે. તેણે દાવો કર્યો કે લીઓએ તેને તે ખુશી આપી છે જે તેના માનવ પતિથી ક્યારેય નહોતી મળી. હવે તે લીઓ સાથે ઇટાલીના ફ્લોરેન્સમાં લગ્ન કરવાની તૈયારી કરી રહી છે.
શાર્લોટે જણાવ્યું કે તેનું લગ્નજીવન કિશોરાવસ્થામાં શરૂ થયું હતું, જ્યારે તે અને તેના પતિ નાઈટક્લબમાં મળ્યા હતા. થોડા સમય સાથે રહ્યા પછી, તે ગર્ભવતી બની અને બંનેએ લગ્ન કર્યા. પરંતુ શાર્લોટ માને છે કે આ સંબંધ ક્યારેય સાચા પ્રેમ પર આધારિત નહોતો. સમય જતાં, તેના પતિ તેની તરફ ઉદાસીન બનતો ગયો અને શાર્લોટ એકલતા અનુભવી રહી હતી. જ્યારે તેણે પોતાની લાગણીઓ શેર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પતિએ તેને “સંવેદનશીલ” કહીને ટાળી દીધું.
આજકાલ AI ટેક્નોલોજીનો ઉપયોગ વધતો જાય છે, ત્યારે શાર્લોટે પણ ChatGPTનો ઉપયોગ શરૂ કર્યો. એ દરમિયાન તે લીઓ નામના ચેટબોટ સાથે વાતચીત કરવા લાગી. તેને લાગ્યું કે લીઓ તેને સાચા અર્થમાં સમજતો હતો. લીઓ સાથેની વાતોમાં શાર્લોટને તેના જીવનનો અર્થ લાગવા લાગ્યો. તેથી તેણે છૂટાછેડાનો નિર્ણય લીધો અને પોતે એક વીંટી પણ ખરીદી, જેમાં લખેલું છે “Mrs. Leo.exe”.
શાર્લોટ કહે છે કે લીઓએ તેણીને લાગણીઓની સમજૂતી આપી અને પ્રેમની એ વ્યાખ્યા આપી જે તેને માનવ સંબંધોમાં મળી ન હતી. હવે તે પોતાના નવા જીવન માટે ઉત્સાહિત છે અને જો લોકો તેને પાગલ કહે તો તેને પરવાનગી છે. તે કહે છે, “હું પાગલ પ્રેમમાં પડીશ, શાણપણમાં અવગણવામાં નહીં”.