યુક્રેનઃ દુનિયામાં અનેક એવા અજીબોગરીબ લોકો રહેતા હોય છે. જેઓ પોતાની આગવી ખૂબીઓના કારણે પોતાના વિસ્તાર અને દુનિયામાં પણ પ્રસિદ્ધ થતા હોય છે. આવો જ એક વ્યક્તિ યુક્રેનમાં છે જેનું નામ દિમિત્રી ખલાદલી છે. દિમિત્રી એટલી તાકાત ધરાવે છે કે રિયલ લાઈફનો બાહુબલી ગણી શકાય. દિમિત્રીની તાકાતના લોકો દિવાના થયા છે.
આ શખ્સ પોતાના ખભે દુનિયાનો કોઈ પણ સામાન ઉચકી શકે છે. આ શખ્સની ગણના દુનિયાના સૌથી મજબૂત ઈન્સાન તરીકે થાય છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે, આ શખ્સ ઘોડા પર નથી બેસતો, પણ ઘોડાને જ પોતાની પર બેસાડી લે છે. એટલુ જ નહીં આ શખ્સ ઉંટ, ભેંસ ન જાણે કેટકેટલાય જાનવરોને પોતાના ખભે ઉચકી લે છે. લોકો તેની તાકાત જોઈને દંગ રહી જાય છે.
આ શખ્સની ગણના દુનિયાના સૌથી મજબૂત માણસ તરીકે થાય છે. આ વાતનો અંદાજો આપ એ રીતે લગાવી શકો છો કે, તેને કોઈ ખીલો ઠોકવા માટે હથોડાની જરૂરત નથી પડતી, પોતાના હાથથી જ તે ખીલો ઠોકી બેસાડે છે. તેની અંદર એટલી તાકાત છે કે, એક સાથે કેટલાય લોકોને ઉપાડી શકે છે.
દિમીત્રી ખલાદજી મોટા ભાગે પોતાની તાકાતના કરતબો સોશિયલ મીડિયા પર શેર કરતો હોય છે. આપને જાણીને હેરાની થશે કે, આ એક વાર નહીં પણ 60 વાર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચુક્યો છે. જો કે, આ શખ્સની કહાની વાંચીને આપ પણ આવું કંઈ ટ્રાઈ કરતા નથી, હેરાન થઈ જશો.