મિઝોરમઃ તમને એમ પૂછવામાં આવે કે એક પરિવારમાં કેટલા સભ્યો હોય તો તેને સૌથી મોટો પરિવાર કહી શકાય. તો તમે વિચારમાં પડી જશો. સામાન્ય રીતે એક પરિવારમાં 10 લોકો કે તેથી વધારે 20 કે 25 લોકો હોય એવું માનવામાં આવે. પરંતુ દુનિયાનું સૌથી મોટો પરિવાર 181 સભ્યો છે. અને આ પરિવાર દુનિયાના બીજા દેશોમાં નહીં પરંતુ ભારતમાં જ રહે ચે.
દુનિયાનાં સૌથી મોટા પરિવારમાં ભારતનાં મિઝોરમમાં રહેનારા ચાના ફેમિલીનું નામ શામેલ છે. આ પરિવારમાં કુલ 181 લોકો છે. તેનાં મુખ્યા છે જિઓના ચાના. આ તો સૌને ખબર છે કે, જેટલો મોટો પરિવાર એટલો વધુ ખર્ચો, હવે આપ જ વિચારો 181 લોકોનાં પરિવાર ચલાવવામાં કેટલાં રૂપિયા જતા હશે. જિઓના ચાનાનાં પરિવારનો ખર્ચો ઘણો વધુ છે. જ્યાં ચાનાની 39 પત્નીઓ છે. અને તે પત્નીઓથી તેને 94 બાળકો છે. જો વાત તેનાં ખર્ચાની આવે તો, ફક્ત ખાવા પિવામાં જ તેમનાં ભારે ખર્ચો થઇ જાય છે. ચાનાનાં ઘણાં દીકરાઓ કામ કરે છે. પણ લોકડાઉનમાં પરિવાર માટે પૈસાનો જુગાડ કરવો ઘણો મુશ્કેલ થઇ ગયો છે. એવામાં અમે આપને જણાવવા ઇચ્છીએ છીએ કે, આખરે કેવી રીતે આ પરિવારે લોકડાઉનમાં ગુજરાન ચલાવે છે.
ભારતનાં મિઝોરમમાં રહેનાનારા જિઓના ચાનાનાં પરિવારને દુનિયામાં સૌથી મોટો પરિવાર છે. આ પરિવારમાં કૂલ 181 બાળકો રહે છે. જેમાં મુખિયા ચાના છે જેની 39 પત્નીઓ છે. આ પત્નીથી તેમને 94 બાળકો છે. ચાના તેનાં પરિવારની સાથે મિઝોરમનાં બટવંગ ગામમાં 100 રૂમનાં ઘરમાં રહે છે. તેમાં તેની 14 વહુ છે અને 33 પૌત્ર પૌત્રીઓ છે. 181 લોકોનાં આ પરિવારમાં મહિલાઓનું કામ મોટા ભાગે રસોડુ સંભળાવામાં વ્યતિત થઇ જાય છે.
જો વાત ખર્ચાની આવે તો આ પરિવારનો મોટાભાગનો ખર્ચો ખાણી પીણીમાં થાય છે. રિપોર્ટ્સ મુજબ, આ પિરવાર એક દિવસમાં 100 કિલો દાળ અને ભાત ખાઇ જાય છે. આ તો ફક્ત લંચ અને ડિનરની વાત છે. નાશ્તા માટે દરરોજ કંઇક અલગ બને છે.
સાથે જ આ પરિવાર એક વખતમાં 40 કિલો ચિકન ખાઇ જાય છે. જોકે, નોન વેજ બનવામાં વધુ સમય લાગે છે તેથી આ પરિવારમાં વેજ ખાવાનું વધુ બને છે. વેજમાં પણ શાક તેઓ તેમનાં ઘરમાં જ વાવે છે તેથી બજારથી શાક ખરીદવું ન પડે. ઘર આંગણે તેઓ પાલક, કોબીચ, સરગવો, મરચા અને બ્રોકલી ઉગાડે છે. હોમ ગાર્ડનને કારણે પરિવારનો ઘણો ખર્ચો બચી જાય છે. આ શાક ઉગાડવામાં પરિવારની મહિલાઓ કરે છે. જે માટે નેચરલ ખાદનો ઉપયોગ થાય છે.
પરિવારનાં પુરુષો ખેતી અને જાનવરોનાં પાલન પોષણનું કામ કરે છે. તેનાથી મળતા પૈસાથી પરિવાર ચાલે છે. પણ લોકડાઉનમાં તેમની સામે સર્વાઇવલનો પ્રશ્ન આવી ગયો હતો. લોકડાઉનમાં શાકભાજી અને પલ્ટ્રીની કમાણી બંધ થઇ ગઇ હતી.