નવી દિલ્હીઃ સામાન્ય રીતે અત્યારે તમને કોઈ પુછે કે કોઈ કિંમતી વસ્તુ કઈ? તો તમારા મનમાં સોના-ચાંદી, હીરા જવેરાત અને કિંમતી પથ્થરોના નામ આવે પરંતુ જો તમને કોઈ કહે કે સોના ચાંદી કરતા પણ મોંઘી શાકભાજી પણ આવે છે તો તમારી આંખો પહોળી ચોક્કસ થઈ જશે. યુરોપમાં હોટ શૂટ નામની શાકભાજી થાય છે. જેની એક કિલોનો અંદાજીત ભાવ 1 લાખ રૂપિયાની આસપાસ છે. આ શાકભાજી ખુબ જ ઉપયોગી અને મોંઘી પણ એટલી જ છે. આ શાકભાજીને ખાસ ઓર્ડર આપીને ખરીદી શકાય છે.
આ શાકભાજીનો દેખાવ ઘાસ જેવો હોય છે. આ શાકભાજીની ગણતરી વિશ્વની સૌથી મોંઘી શાકભાજીમાં થાય છે.બીજી તરફ આ શાકભાજીની ખેતીની ટ્રાયલ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં શરૂઆતના ધોરણે કરવામાં આવી છે. જેની આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કિલોગ્રામ 1000 પાઉન્ડમાં વેચાણ થયું હતું. એટલે કે ભારતીય ચલણ મુજબ જેની કિંમત લગભગ 1 લાખ રૂપિયા જેટલી થાય છે.
દેશમાં માત્ર બિહાર રાજ્યમાં જ હોટ શૂટની ખેતીની શરૂઆત થઈ છે. બિહારના કરમડીહ ગામમાં અમરેશસિંહ નામના ખેડૂતે આ શાકભાજીની પ્રાયાગિક ધોરણે ખેતીની શરૂઆત કરી છે.જેમાં કાશીના ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થાનના કૃષિ વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ 5 ગૂંઠા જમિન પર હોટ શૂટની ખેતી કરવામાં આવી હતી.
બીજી તરફ શાકભાજીનો ઉપયોગ એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં વાપરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હોટશૂટથી બનેલી દવા એ ટીબીના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી હોય છે. તેટલુંજ નહી આ શાકભાજીના ફૂલોનો ઉપયોગ બિયર બનાવવા માટે પણ થાય છે. તેને શાકભાજીનો હોટ શંકુ પણ કહેવામાં આવે છે.
વિશ્વના યુરોપ દેશમાં આ શાકભાજીની માંગ બહોળા પ્રમાણમાં છે, યુરોપીયન કન્ટ્રીના અનેક દેશોમાં આ શાકભાજીની ખેતી કરવામાં આવે છે. વિશ્વના બ્રિટેન, આયરલેન્ડ, સ્કોટલેન્ડ, જર્મની સહિતના દેશોમાં પણ આ શાકભાજીની ભરપૂર માંગ રહે છે, અને આ શાકભાજી અત્યંત હોટફેરવીટ છે. કારણકે હોટશૂટમાં અનેક પ્રકારના એન્ટીબાયોડીક તત્વો પણ રહેલા છે. આ તત્વોથી દવાઓ પણ બનાવી શકાય છે.
ઔષધિ તરીકે હોપ શૂટનો ઉપયોગ યુરોપિયન દેશોમાં સૌથી વધુ થાય છે. હોટ શૂટનો ઉપયોગ ત્વચાને ચમકદાર અને યુવાન રાખવા પણ કરાય છે. ટીબી જેવી ગંભીર બિમારી માટે સૌથી ફાયદાકારક હોટ શૂટ છે. ઉલ્લેખનીય છે કે શાકભાજીનું શાક બનાવવા સહિત તેનું કાચું પણ સેવન કરવામાં આવે છે.
ડાયબીટીસની સાથે દાંતના રોગમાં પણ ફાયદાકરક છે.હોટ શૂટનો સલાડ અને અથાણા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ શાકભાજી છ વર્ષ પહેલા પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કિલોગ્રામ 1000 પાઉન્ડમાં વેચાઇ હતી. 1000 પાઉન્ડ એટલે લગભગ 1 લાખ રૂપિયા થાય. હોપ શૂટ ભાગ્યે જ ભારતીય બજારમાં જોવા મળે છે અને ફક્ત વિશેષ ઓર્ડર આપીને જ ખરીદી શકાય છે.
હોપ શૂટના ફળ, ફૂલ અને ડાળીઓનો ઉપયોગ થાય છે. તેનો વપરાશ પીણાં બનાવવાથી લઈને એન્ટીબાયોટીક્સ બનાવવા સુધી થાય છે. ટીબીની સારવાર માટે આ છોડની ડાળખીઓની દાંડીઓમાંથી અકસીર દવાઓ બનાવવામાં આવે છે. હોટશૂટના ફૂલોને હોપ-કોન અથવા સ્ટ્રોબાઇલ પણ કહેવામાં આવે છે. બીજી તરફ શાકભાજીમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે.
આ શાકભાજીની શોધ 11મી સદીમાં થઈ હતી, તેનો વપરાશ શરૂઆતમાં એક હર્બલ દવા તરીકે થયો હતો. ત્યાર પછી ધીમે ધીમે સમય પસાર થતો ગયો તેમ તેમ વપરાશ વધતો ગયો, પછી શાકભાજીતરીકે પણ વપરાશ શરૂ થયો હતો.
આ શાકભાજીમાં અત્યંત અસરકારક હ્યુમ્યુલોન અને લ્યપપુલોન નામનું અસરકારક એસિડ તત્વ રહેલું હોય છે, જે માનવીય શરીરનો અત્યંત ઘાતક રોગ કેન્સરના દૂષિત કોષોને સંપૂર્ણ નાશ કરવા માટે સૌથી અસરકારક છે. બીજી તરફ પાચનક્રિયા સારી અને સ્વસ્થ થાય તે માટે તે પાચનતંત્રને પણ શુદ્ધ કરે છે. અનિદ્વા, હતાશા સહિતના રોગોને નિવારવા માટે આ શાકભાજી એક ઔષધી તરીકે કામ કરે છે.