The Journey of McDonald’s: બાર્બેક્યૂથી બિગ મેક સુધી, મેકડોનલ્ડ્સની સફળ યાત્રા
The Journey of McDonald’s: રિચાર્ડ અને મૌરિસ મેકડોનાલ્ડ એ ૧૯૪૦માં સાન બર્નાર્ડિનો, કેલિફોર્નિયામાં “મેકડોનાલ્ડ્સ બાર-બી-ક્યુ” નામે એક રેસ્ટોરન્ટ શરૂ કર્યું. તે સમયે તેમનું રેસ્ટોરન્ટ પરંપરાગત ડાઇન-ઇન શૈલીમાં હતું.
થોડા સમય પછી, તેમણે માન્યું કે ગ્રાહકોને ઝડપી અને સસ્તું ભોજન જોઈએ છે. આથી, બરબેક્યૂના બદલે, તેમણે ફાસ્ટ-ફૂડ જેવા બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ અને કોલ્ડ ડ્રિંક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નક્કી કર્યો.
૧૯૪૮માં, તેમણે “સ્પીડી સર્વિસ સિસ્ટમ” શરૂ કરી, જે ફાસ્ટ-ફૂડ સેવા માટે એક નવો અને ક્રાંતિકારક પગલું હતું. આ સિસ્ટમમાં ખોરાક બનાવવાની અને પીરસવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવામાં આવી.
મિલ્કશેક મિક્સર વેચતા સેલ્સમેન, રે ક્રોક મેકડોનાલ્ડ્સની “સ્પીડી સર્વિસ સિસ્ટમ” ના કાર્યક્ષમતા પર આકર્ષિત થયા. તેમને આમાં મોટી તક જોઈ અને ભાઈઓ સાથે ભાગીદારી કરી, મેકડોનાલ્ડ્સને ફ્રેન્ચાઇઝ મોડેલ પર ચલાવવાનો વિચાર રજૂ કર્યો. ૧૯૫૫માં, પ્રથમ મેકડોનાલ્ડ્સ ફ્રેન્ચાઇઝ ડેસ પ્લેઇન્સ, ઇલિનોઇસમાં શરૂ થઈ.
રે ક્રોકે મેકડોનાલ્ડ્સને માત્ર અમેરિકા સુધી મર્યાદિત ન રાખવા નક્કી કર્યું. તેમનું સ્વપ્ન હતું કે દરેક દેશમાં મેકડોનાલ્ડ્સ બ્રાન્ડ હોય. ૧૯૬૧માં, તેમણે મેકડોનાલ્ડ્સના બધા અધિકારો ૨.૭ મિલિયન ડોલરનો ખર્ચ કરી ખરીદ્યા અને ત્યાર બાદ કંપનીને પોતાની રીતે ચલાવવાનું શરૂ કર્યું.