Robot Half Marathon in Beijing: બેઇજિંગમાં ઇતિહાસ રચાયો, માનવીઓ અને હ્યુમનોઇડ રોબોટ્સ વચ્ચે વિશ્વની પ્રથમ હાફ મેરેથોન
Robot Half Marathon in Beijing: ટેકનોલોજીના ક્ષેત્રમાં ચીન કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે, તેનું તાજું ઉદાહરણ બેઇજિંગમાં જોવા મળ્યું છે. અહીં એવી અનોખી દોડ યોજાઈ, જે પહેલા ક્યારેય જોઈ ન હોય — હ્યુમનોઇડ રોબોટ્સની મેરેથોન! આ ઇતિહાસ રચતી ઇવેન્ટમાં, રોબોટ્સે માનવ દોડવીરોની સાથે મળીને 21.1 કિમીની અડધી મેરેથોન પૂરી કરી.
બેઇજિંગ હાફ-મેરેથોનઃ જ્યારે રોબોટ્સ અને માનવીઓ એકસાથે દોડ્યા
યિઝુઆંગ વિસ્તારમાં આયોજિત આ અદ્ભુત હાફ-મેરેથોનમાં, 21 વિવિધ હ્યુમનોઇડ રોબોટ્સે હજારો દોડવીરોની સાથે ભાગ લીધો. આ રેસ બેઇજિંગ ઇકોનોમિક-ટેકનોલોજીકલ ઝોનમાં યોજાઈ હતી. ટ્રેકમાં ઢોળાવો અને વળાંકો હતા, જે આ રોબોટ્સ માટે એક ચેલેન્જિંગ પરીક્ષણ સાબિત થયું. રોબોટ્સ DroidVP, Noetix Robotic અને Beijing Innovation Center for Human Robotics જેવી એડવાન્સ્ડ કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવ્યા હતા.
ટિઆંગોંગ અલ્ટ્રાનો રોમાંચક વિજય
‘ટિઆંગોંગ અલ્ટ્રા’ નામનો રોબોટ, જેને બેઇજિંગ ઇનોવેશન સેન્ટર દ્વારા ડેવલપ કરવામાં આવ્યો હતો, તેણે 2 કલાક અને 40 મિનિટમાં રેસ પૂર્ણ કરી. આ રોબોટના સફળતાનું શ્રેય તેની અત્યાધુનિક રનિંગ ટેક્નિક અને મજબૂત ડિઝાઇનને જાય છે. તે રોબોટ કેટેગરીમાં વિજેતા બનીને ચર્ચાનો વિષય બની ગયો.
The race begins. Robots are lined up in a zigzag formation and will start one by one, each setting off at one-minute intervals. The first to set off is Tiangong Ultra, developed by Beijing-based National and Local Co-built Embodied AI Robotics Innovation Center. pic.twitter.com/kBE1bXGHJa
— Sixth Tone (@SixthTone) April 19, 2025
ટેકનિકલ અવરોધો વચ્ચે સફળતા
જોકે તમામ રોબોટ્સ માટે આ દોડ સરળ રહી નથી. કેટલાક રોબોટ્સ રેસના શરૂઆતમાં જ પડી ગયા, તો કેટલાકને ગરમીથી વધેલા તાપમાન અને બેટરીની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. અંતે ફક્ત છ રોબોટ્સ જ પૂરી દોડ સંપન્ન કરી શક્યા.
રમતમાં AI નું ભૂવિષ્ય
આ ઇવેન્ટ માત્ર સ્પર્ધા ન રહી — તે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે, જેથી રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્યની દિશા નિર્ધારિત થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા પ્રયત્નો દ્વારા રોબોટ્સની વાસ્તવિક પરિસ્થિતિમાં કામગીરી કેવી રહે છે તેની સાચી કસોટી થાય છે.
શું તમને લાગે છે કે ભવિષ્યમાં આવા રોબોટ્સ ઓલિમ્પિક્સ જેવી મોટિ ઇવેન્ટ્સમાં પણ દોડતા જોવા મળશે?