Pope Francis Death: પોપના અવસાન સાથે જીવંત બની નોસ્ટ્રાડેમસની આગાહીઓ
Pope Francis Death: પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે વેટિકનમાં નિધન થયું છે. ન્યુમોનિયાથી પીડાતા પોપ ફ્રાન્સિસના અવસાનની ઘટના ઇસ્ટર દિવસે બની હતી, જેને લઈને વિશ્વભરના કેથોલિક સમુદાયમાં શોકનો માહોલ છે. પોપના અવસાનની સાથે, ફરીથી એકવાર પ્રસિદ્ધ ફ્રેન્ચ ભવિષ્યવક્તા નોસ્ટ્રાડેમસની આગાહીઓ ચર્ચામાં આવી ગઈ છે, ખાસ કરીને તેમની એ આગાહી જેમાં તેમણે 88 વર્ષના પોપના અવસાનની ચેતવણી આપી હોવાનું કહેવાય છે.
1555માં લખાયેલા તેમના પુસ્તકે વિશ્વના ભવિષ્ય વિશે અનેક ભયાનક આગાહીઓ કરી હતી, જેમ કે યુદ્ધો, કુદરતી આપત્તિઓ અને મહામારીઓ. આમાં પોપના અવસાનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને ‘ખૂબ વૃદ્ધ પોપ’ના અવસાન બાદ એક નવી પસંદગી થવાનો ઉલ્લેખ છે, જેમાં ‘સારા ઉંમરના રોમન’ને પોપ બનાવવાનો સંકેત છે.
નોસ્ટ્રાડેમસના અનુયાયીઓ માને છે કે આ આગાહીઓ સીધી પોપ ફ્રાન્સિસ સાથે જોડાઈ શકે છે, ખાસ કરીને કારણ કે તેમના આરોગ્યની સ્થિતિ છેલ્લા એક વર્ષથી સતત બગડી રહી હતી. તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતા અને તેમના વિવિધ કાર્યક્રમો પણ રદ કરાયા હતા. છેલ્લાં સમયમાં તેઓને હર્નિયા, તીવ્ર થાક અને દુર્ઘટનાવશ થતી ઈજાઓ જેવી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
નોસ્ટ્રાડેમસને અગાઉ પણ અનેક ઇતિહાસીક ઘટનાઓ – જેમ કે હિટલરના ઉદયથી લઈને કોરોના મહામારી સુધી – માટે તેમની આગાહીઓને સાચી ઠેરવવામાં આવી છે. જો કે, તેમની લખાણશૈલી અત્યંત સંકેતાત્મક હોવાથી, બધાં જ દાવાઓને સરળતાથી માન્યતા આપવી શક્ય નથી. તેમ છતાં, પોપ ફ્રાન્સિસના અવસાન બાદ આવી આગાહીઓએ ફરી એકવાર નવો પડઘો પામ્યો છે.