પંજાબના માનસામાં એક ભંગારીયાએ ભારતીય સેનાના છ કંડર હેલિકોપ્ટર ખરીદ્યા છે. જેને જોઈને લોકો હેરાન થયા હતા. હેલિકોપ્ટરનું વજન 10 ટન પ્રતિ હેલિકોર્ટર છે જેને હરાજીના માધ્યમથી ખરીદવામાં આવ્યા હતા.
આ હેલિકોપ્ટરમાં એક મુંબઈની પાર્ટી માટે લીધું ચે જ્યારે બે લુધિયાણાના હોટલ માલિક માટે ખરીદ્યા છે. બાકીના હેલિકોપ્ટર માનસામાં ઊભા છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
પંજાબમાં કબાડીનો સામાનલ રાખવા માટે મિઠ્ઠુ ભંગારીયો જાણિતું નામ છે. ભારતીય વાયુ સેનાના સૌથી મોટા હેલિકોપ્ટર ખરીદીને જ્યારે માણસાનો કબાડી ત્રણ હેલિકોપ્ટર લઈને માનસા પહોંચ્યો ત્યારે લોકોની ભીડ ઉમટી હતી.
આખું શહેર હેલિકોપ્ટરની અંદર અને બહાર ઉભા રહીને ફોટો ખેંચાવવા લાગ્યા હતા. શહેરમાં લોકો જોઈને ખુશ થઈ રહ્યા હતા. આ જોઈને કબાડીની ખુશી પણ તેના ચહેરા ઉપર દેખાઈ રહી હતી.
શહેરમાં એક તરફ હેલિકોપ્ટર મનોરંજનનું સાધન બન્યું છે તો બીજી તરફ ભંગારીયાનો પરિવાર માટે આ નફાનો સોદો પણ બની રહ્યો છે કેમકે હોટલોમાં ટૂરિસ્ટ પ્લેસેસ આ હેલિકોપ્ટરને ઊભા કરીને લોકોને ત્યાં આવવા માટે મજબૂર કરી રહ્યા છે.