નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે સૌથી કિંમતી પથ્થર તરીકે હીરા અને માણેક સમજતા હોઈએ છીએ. પરંતુ હીરા કરતા પણ વધારે કિંમતી પથ્થર અસ્તિત્વ ધરાવે છે. આ પથ્થરની કેવી ખાસિયત છે જેના કારણે તેની કિંમત અજબોમાં થાય છે. આ કિંમતી પથ્થર મૂન ગોલ્ડ છે. મૂન ગોલ્ડ એટલે ચંદ્રની સપાટી પરથી લાવવામાં આવેલો પથ્થર. તેમાં સોનાના કણ ઉપરાંત અનેક બહુમૂલ્ય ધાતુ હોય છે, જેના કારણે તેની કિંમત ખૂબ જ વધારે છે.
14 ડિસેમ્બર 1972ના રોજ નાસાના એસ્ટ્રોનોટ યૂજીને કેર્નનએ સૌથી પહેલા અપોલો 17 લૂનર મોડ્યૂલથી પગ બહાર મૂકીને ચંદ્રની સપાટી પરથી એક પથ્થર ઉઠાવ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધી આવા કેટલાક પથ્થર પૃથ્વી પર લાવવામાં આવી ચૂક્યા છે. આ પથ્થરોમાં સોના અને પ્લેટિનમનો અંબાર છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ કારણે આ પથ્થરોની કિંમત પણ ઘણી વધારે છે.
હજુ સુધી સ્પેસના એક્સપર્ટ્સે એ વાતની પુષ્ટિ નથી કરી કે તેમાં સોનું અને પ્લેટિનમ ઉપરાંત બીજી કઈ કઈ ધાતુ છે. પરંતુ એ વાતના પુરાવા મળ્યા છે કે તેમાં નોન-રેડિયોએક્ટિવ હીલિયમ 3 ઉપલબ્ધ હોઈ શકે છે, જેનાથી ન્યૂક્લિયર રિએક્ટર્સને મદદ મળશે.
આ પથ્થરોની માઇનિંગ માટે હવે અમેરિકા અને ચીનની વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. બંને દેશ વધુમાં વધુ મૂન ગોલ્ડ પૃથ્વી પર લાવવાના પ્રયાસમાં લાગ્યા છે. સાથોસાથ તેમનો પ્રયાસ છે કે ચંદ્ર પર એક રોકેટ ફ્યૂઅલ પંપ બનાવવામાં આવે જેથી જો કોઈ રોકેટ મંગળ કે બીજા મિશનમાં જાય તો ચંદ્રથી તેમાં ઈંધણ રિફિલ કરાવી શકાય.
ઈંધણ ઉપરાંત ચંદ્ર ઉપર કરવામાં આવી રહેલી શોધોમાં સૌથી અગત્યની પાણી. તેની સપાટી પર પાણીની શોધ અનેક વર્ષોથી ચાલી રહી છે. નાસાનું કહેવું છે કે ચંદ્ર પર લગભગ 600 મિલિયનથી લઈને 1 બિલિયન મેટ્રિક ટન સુધીનો બરફ છે. જો સપાટી પર પાણી મળી ગયું તો પૃથ્વીની જેમ ચંદ્ર પર લોકોના વસવાટનો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવશે.