કઝાકિસ્તાનઃ સામાન્ય રીતે આપણે ઘરમાં કે ઓફિસમાં બેઠાબેઠા ઉંઘી જતા હોઈએ છીએ. પરંતુ જો તમને કોઈ એમ કહે કે લોકો રસ્તા ઉપર ચાલતા ચાલતા પણ પણ ઉંઘી જાય છે. અને એવા ઉંઘે કે ઢોલ નગારા વાગે તો પણ ન ઉઠે તો તમને ચોક્કસ નવાઈ લાગશે. પરંતુ આ વાત સાચી છે. આવી અજીબોગરીબ ઉંઘ ધરાવતા લોકો કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનથી 276 કીલોમીટર દૂર આવેલા કલાચી ગામના લોકોમાં છે. એટલું જ નહી ઉંઘ આવે ત્યારે સમય કે સ્થળનું ભાન રહેતું નથી. સ્કુલમાં ગયેલા છોકરાઓ હોય કે કામ પર ગયેલા પુરૃષો રસ્તામાં જ સુઇ ગયા હોવાના દાખલા બને છે.
બે મિત્રો વહેલી સવારે છાપું વાંચતા કે નાસ્તો કરતા કરતા પણ નસકોરા બોલાવવા લાગે છે. ગામની એક મહિલા ઘરના પગથિયા ચડતી હતી ત્યારે અચાનક જ બેસીને ઉંઘવા લાગી હતી. નવાઇની વાત તો એ છે કે આ થાકના લીધે આવી ગયેલું નાનકડું ઝોકું નહી પરંતુ ઢોલ નગારા વગાડો તો પણ ઉઠે નહી તેવી ઉંઘ હોય છે.
ઘણા તો એક બે દિવસથી માંડીને એક મહિને ઉંઘ લઇને ઉઠયા હોવાના દાખલા મળે છે. 600 લોકોની વસતી ધરાવતા ગામમાં આ વિચિત્ર પ્રકારના સ્લીપ ડિસ ઓર્ડર છેલ્લા પાંચ વર્ષથી પગ પેસારો કર્યો છે. તબીબોએ હજારો ટેસ્ટ કર્યા છતાં પણ અચાનક આટલી લાંબી ઉંઘ કેમ આવે છે તે જાણી શકયા નથી. બિમારીનો ભોગ બનનારાના બ્રેઇન તથા ચેતાતંત્રને લગતા બધા જ રીપોર્ટ નોર્મલ આવે છે. ત્યાર બાદ આ ગામની માટી અને પાણીના પણ રાસાયણિક ટેસ્ટ લેવામાં આવ્યા કરવામાં આવ્યા પરંતુ આ બિમારીનો કોઇ જ પત્તો લાગ્યો નહીં.
કઝાકિસ્તાન એક સમયે સોવિયત સંઘનો જ એક ભાગ હતું ત્યારે આ ગામમાં યુરેનિયમ મેળવવા માટે ખોદકામ કરવામાં આવેલું તેને સ્થાનિક લોકો આ બિમારી માટે જવાબદાર ગણે છે પરંતુ યુરેનિયમની ખાણમાં કામ કરનારા વર્કરો પર તેની કોઇ જ અસર નથી. આથી આ રહસ્ય વધુ ગુંચવાયું છે. કેટલાક ખાણમાંથી આવતી હવા અને ધુમાડાને પણ આ બીમારી માટે જવાબદાર ગણાવે છે. જો કે બે લોકો સાથે જતા હોય એમાં એક ને જ અચાનક ઉંઘ આવી ગઇ હોય એવા કિસ્સા બનેલા હોવાથી આ કારણ પણ ફિટ બેસતું નથી.