આફ્રિકાઃ સામાન્ય રીતે આપણે કોઈ મહિલાની પ્રસુતિ દરમિયાન ત્રણ કે ચાર બાળકો એક સાથે જન્મ્યા હોય એવા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ તમને કોઈ કહે કે મહિલાના ગર્ભમાં સાત શીશું ઉછરી રહ્યા છે. તો તમને ચોક્કસ નવાઈ લાગશે. પરંતુ આ વાત સાચી છે. કહીકતમાં આવો અજીબોગરીબ કિસ્સો આફ્રિકાના માલીમાં પ્રકાશમાં આવ્યો છે.
આફ્રિકાના ગરીબ દેશ માલીમાં એક મહિલાના ગર્ભમાં સાત બાળકો જન્મવાની રાહ જોઇ રહ્યા છે. એક સાથે સાત બાળકો ગર્ભમાં ઉછરી રહ્યા હોવાની બાબત અસાધારણ છે. આથી મહિલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવા ઉપરાંત સાર સંભાળ માટે માલી દેશની સરકાર મહિલાને મોરકકો મોકલવાની તૈયારી કરી રહી છે. માલીના આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર આમ તો ઘર આંગણે સારવાર મળી શકતી હતી પરંતુ આ વિશિષ્ટ પરીસ્થિતિમાં મહિલાને સારી ચિકિત્સાની જરુર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એક બે કે ત્રણ નહી પરંતુ સાત બાળકોનો ગર્ભમાં ઉછેર થઇ રહયો હોવાની ઘટનાએ માલીમાં ચર્ચા જગાવી છે. આ મહિલા છેલ્લા બે સપ્તાહથી પાટનગર બમાકોની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી.
અસાધારણ ગર્ભાવસ્થાની સ્થિતિનું સતત મોનિટરિંગ કરતા રહેવું જરુરી બન્યું છે. સ્થાનિક મીડિયામાં 25 વર્ષની મહિલાનું નામ જણાવવામાં આવ્યું નથી પરંતુ તે માલીના ઉત્તરમાં આવેલા ટિંબકટુની રહેવાસી છે. આ મહિલાની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવવાનું નકકી કર્યુ છે.
જો કે મહિલા એક સાથે સાત બાળકોને જન્મ આપશે તેવા સંજોગોમાં પણ દરેકનું લાલન પાલન કરવું તેના માટે પડકારરુપ બનશે. આ મહિલા પર આવનારી સંભવિત આફતમાં મદદ માટે માલીના અનેક લોકોએ ઓફર કરી છે.
જો કે એક સાથે આટલા વધુ સંખ્યામાં શિશુ ગર્ભમા ઉછરી રહ્યા હોય અને પછી જન્મ આપ્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે. 1998માં સાઇદી એરબિયાની 40 વર્ષની એક મહિલા સાત બાળકોની માતા બની હતી. 2008માં ઇજીપ્તમાં 27 વર્ષની એક મહિલાએ સાત સ્વસ્થ બાળકોને જ્ન્મ આપ્યો હતો.