અજબગજબઃ આપણે સામાન્ય રીતે કેળાનું નામ સાંભળીએ ત્યારે આંખો સામે પીળા રંગનું ફળ દેખાવા લાગે છે પરંતુ તમે કોઈ કહે કે કેળું પરંતુ તેનો રંગ લીલો કે પીળો નહીં પરંતુ વાદળી છે ત્યારે તમને ચોક્કસ નવાઈ લાગશે. પરંતુ આવું અજીબ ફળ દક્ષિણ પૂર્વ એશિયામાં થાય છે.
આ પ્રકારના કેળાની ખેતી મૂળ તો દક્ષિણ પૂર્વ એશિયામાં થાય છે. આ ઉપરાંત હવાઈ દ્વીપોમાં પણ આવા કેળા ઉગે છે. દક્ષિણ અમેરિકામાં પણ વાદળી રંગના કેળાની ખેતી થાય છે. કારણ કે, ઠંડા પ્રદેશો અને ઓછા તાપમાનવાળી જગ્યાઓમાં તેની સારી એવી ખેતી થાય છે.
ટેક્સાસ, ફ્લોરિડા, કૈલિફોર્નિયા, લુઈસિયાનામાં સૌથી વધારે આ કેળાની ખેતી થાય છે. કહેવાય છે કે, આ કેળાનો સ્વાદ વેનિલા આઈસ્ક્રિમ જેવો હોય છે. આ કેળાના બ્લૂ જાવા કેળા પણ કહેવાય છે. એટલુ જ નહીં વાદળી રંગના કેળાને કેરી, હવાઈ કેળા, આઈસ્ક્રિમ કેળા તરીકે ઓળખવામાં આવે છે. આપને જાણીને હૈરાની થશે કે, આ કેળાની લંબાઈ 7 ઈંચ સુધી લાંબા હોય છે.
એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ કેળાના ઝાડની ઉંચાઈ 6 મીટર સુધીની હોય છે. તો વળી કેળા લૂમ ખૂબ નાની હોય છે. કહેવાય છે કે, જ્યારે તેની ખેતી થાય છે ત્યારે 15થી 24 મહિના બાદ તેમાં ફળ આવવાના શરૂ થાય છે.