આજના સમયમાં ટ્યુટોરિયલ વીડિયોએ લૉકડાઉન થયા પછી લોકોને ખૂબ મદદ કરી પરંતુ ઓનલાઇન ઉપલબ્ધ દરેક વીડિયો તમારા ઉપયોગમાં આવતા નથી. ઓસ્ટ્રેલિયામાં રહેતી 21 વર્ષીય ટિલી વ્હાઇટફેલ્ડે બ્યૂટી ટ્રિટમેન્ટનો એક ટ્યુટોરિયલ વીડિયો જોયો હતો. એક ઓસ્ટ્રેલિયન સેલિબ્રિટીને ઓનલાઇન બ્યુટી વીડિયો જોઇને કોપી કરવું મોંઘું પડ્યું. બ્યૂટી ટ્રીટમેંટથી મહિલા પર રિએક્શન આવ્યું છે. જે બાદ તે થોડા સમય માટે અંધ બની ગઈ અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
વીડિઓ જોયા પછી તેની નકલ કર્યા પછી, મહિલાનો ચહેરો બળી ગયો હતો અને રિએક્શન પછી, ટિલી થોડા સમય માટે અંધ બની ગઇ હતી. ટિલીએ લોકોને જાગૃત કરવા માટે તેની સ્ટોરી શેર કરી છે.
ટિલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણાં ફોટા પોસ્ટ કર્યા છે. જેમાં તેનો ચહેરો બળી ગયો હોય તેવો લાગે છે. ટિલીએ ટિકટોક પર એક સુંદરતાનો વીડિઓ જોયો અને તેની નકલ કરી હતી.
જેના કારણે ટિલીનો ચહેરો દાઝ્યો હતો. ટિલીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેણે કહ્યું કે, તેના ચહેરા પર અગન બળતી હતી અને સાથે તેની આંખોની રોશની પણ જતી રહી હતી. ટિલીએ પોતાની વાર્તા દ્વારા કહ્યું કે, લોકોએ તેમની જેમ ઓનલાઇન વીડિયો જોઈને કોપિ ન કરવા જોઈએ. તેના પરિણામો ઘણાં જ ભયાનક હોઈ શકે છે.
ટિલીએ લોકોને વિનંતી કરતાં કહ્યું કે, જો તમે કોઈ પ્રકારની બ્યૂટિ પ્રોસેજરને અનુસરવા માંગતા હો, તો તેના માટે નિષ્ણાતોનો અભિપ્રાય પહેલા મેળવો. તમારા પોતાના ચહેરા પર કંઇપણ લગાવશો નહીં.
આપને જણાવીએ કે, ટિલીએ ઓસ્ટ્રેલિયન બિગ બ્રધરમાં કામ કર્યું છે. તેમણે આ શોમાં આવવાનાં બે અઠવાડિયા પહેલા જ આ ઓનલાઇન વીડિયો જોયો હતો અને તેની કોપી કરતાની સાથે જ તેનો ચહેરો બળી ગયો હતો.