Mother-daughter duo looks like twins: માતા-પુત્રીની અનોખી જોડી, ૩૧ વર્ષના તફાવત પછી પણ એકબીજાની જોડિયા બહેનો જેવી દેખાય છે
Mother-daughter duo looks like twins: હા, સામાન્ય રીતે માતા અને પુત્રી વચ્ચે ચોક્કસ મેળ જોવા મળે છે. શરુઆતમાં તેમનો ચહેરો ખૂબ જ મળતો હોય છે, પરંતુ જેમજેમ માતા વૃદ્ધ થવા લાગે, તેમ તેમ તે બદલાતો જાય છે. જોકે, દરેક સંબંધમાં આવું જ હોય એ જરૂરી નથી. અમેરિકાની એક માતા અને પુત્રી તો એટલી એક જેવી દેખાય છે કે લોકોને લાગે છે કે તેઓ જોડિયા બહેનો હશે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ બંને વચ્ચે ૩૧ વર્ષનો મોટો તફાવત છે, છતાં પણ બંનેને જોઈને સમજવું મુશ્કેલ છે કે કોણ માતા છે અને કોણ પુત્રી!
અહેવાલ મુજબ, 65 વર્ષની ડોન હબશર અને તેની 34 વર્ષની પુત્રી ચેર લોકો માટે એક હેડટર્નર બની ગઈ છે. ડોન હવે દાદી પણ છે, છતાં તેના ચહેરા પરથી ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. બીજી તરફ, ચેર પણ પોતાની વાસ્તવિક ઉંમર કરતાં ખુબ નાની લાગે છે.
જેમ તેમ બંને કહે છે, તેમનું જોડાણ માત્ર ચહેરામાં નથી, પરંતુ તેમની પસંદગીઓમાં પણ છે. તેઓને એકસરખા કપડાં પહેરવાનું ખૂબ ગમે છે. એટલું જ નહીં, ડોન જો પોતાની માટે કોઈ ડ્રેસ ખરીદે છે તો ચેર માટે પણ એ જ લે છે – અને ચેર પણ એ જ આદત રાખે છે. બંનેનું કદ પણ સરખું છે, જેથી તેઓ ઘણીવાર એકબીજાના કપડાં પણ પહેરે છે.
એક વાર બંને અજાણે જ એક જ જિમમાં એક જ જેવા કપડાં પહેરીને પહોંચી ગઈ. લોકો તેમને જોઈને કહેવા લાગ્યા કે તેઓ “ટ્વિન સિસ્ટર્સ” લાગે છે. આવી જ ઘટના ત્યારે બની જ્યારે બંને એક લગ્ન સમારંભમાં ગયા અને બંનેએ એક જેવો ગાઉન પહેર્યો હતો – જે પણ અજાણતાં જ થઈ ગયું હતું.
બંનેનું કહેવું છે કે તેઓ એટલી નજીક છે કે અંદરથી પણ બંને એકબીજાની પસંદગી જાણે સમજતા હોય. અહીં સુધી કે તેઓ અન્ડરગાર્મેન્ટ પણ સરખાં લે છે અને જરૂર પડે ત્યારે શેર પણ કરે છે!
જ્યારે લોકો તેમને જોયા પછી કહે છે કે “તમને જોઈને લાગતું નથી કે તમારામાં ૩૧ વર્ષનો તફાવત છે,” ત્યારે બંને માતા–પુત્રી બહુ જ ખુશ થાય છે.
સાચે જ, આ માતા-પુત્રીની જોડી સુંદરતામાં પણ અનોખી છે અને સંબંધમાં પણ.