Mosquitoes army trouble passengers in flight: ફ્લાઇટમાં મચ્છરોનો આતંક, મુસાફરો 90 મિનિટ સુધી પરેશાન
Mosquitoes army trouble passengers in flight: મચ્છરોનો સામનો તો આપણે રોજિંદા જીવનમાં ક્યારેક ને ક્યારેક કરી જ લેતા હોઈએ છીએ – ક્યારેક તળાવ કે નદી પાસે, તો ક્યારેક પાણી ભરાયેલા વિસ્તારમાં. પણ શું તમે કલ્પના કરી શકો કે મચ્છરો ભરી એક ફોજ મુસાફરોને ફ્લાઇટમાં ઘેરતી હોય? આવી અણપેક્ષિત ઘટના લખનૌથી દિલ્હી જતી એક ફ્લાઇટમાં બની, જ્યાં મુસાફરો 90 મિનિટ સુધી મચ્છરોના આતંક હેઠળ રહ્યા.
મચ્છરોની સાથે ઉડાન!
સોમવારે લખનૌથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરો જ્યારે બેઠા ત્યારે શરૂથી જ મચ્છરોની ભીડનો સામનો કરવો પડ્યો. ચાર-પાંચ નહીં, આખી ફોજ જેવી મચ્છરોની ટોળકી અંદર આવી ગઈ. મુસાફરો પોતે જ મચ્છરો મારવામાં વ્યસ્ત રહેવા લાગ્યા. આખી મુસાફરી દરમિયાન શાંતિથી બેસવાનું શક્ય જ નહોતું.
ક્રૂ પણ કોઈ ખાસ મદદ આપી શક્યું નહીં
મુસાફરો દ્વારા ફ્લાઇટ ક્રૂને ફરિયાદ કરવામાં આવી, પરંતુ તેમને ફક્ત એટલું કહેવામાં આવ્યું કે “દરવાજો ખુલ્લો હોય ત્યારે મચ્છરો અંદર આવી જાય છે. અમારું તે પર નિયંત્રણ નથી.” ઉકેલરૂપે, મુસાફરોને ફક્ત એક નાનો લેમનગ્રાસ પેચ આપવામાં આવ્યો.
X (Twitter) પર યૂઝર મનીષા પાંડેએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યુ કે, “અમે 4,000 રૂપિયા ખર્ચીને ટિકિટ ખરીદીએ અને મળ્યું શું? મચ્છરો અને અસ્વચ્છતા!” તેઓએ એરલાઇન્સ અને એરપોર્ટ દ્વારા લેવામાં ન આવતા પગલાંની પણ નિંદા કરી.
Took a Lucknow to Delhi @IndiGo6E flight with a swarm of mosquitoes today. The whole flight was spent scratching, swatting and just praying for the flight to get over.
When we asked the crew, the answer was: “door open tha, macchar aa gaye, kuch nahi kar sakte.” The solution… pic.twitter.com/slOfq6yzyt
— Manisha Pande (@MnshaP) April 21, 2025
એરલાઇન્સે આપ્યું નિવેદન
મિડિયા રિપોર્ટ મુજબ, ઇન્ડિગો એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમે મુસાફરોએ અનુભવેલી પરેશાનીને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે એરપોર્ટ અધિકારીઓ સાથે મળીને અસરકારક ઉપાય લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. અનેક સાવચેતીઓ છતાં, મચ્છરો ક્યારેક દરવાજાઓ દ્વારા પ્રવેશી જાય છે.”
મુસાફરોનો સવાલ – કેમ ન થાય સુધારો?
મનીષાએ એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો – “જ્યારે ગ્રાહકો ટિકિટ માટે મોટી રકમ ચૂકવે છે, ત્યારે તેમને યોગ્ય સેવા કેમ ન મળે? શા માટે વારંવાર આ મુશ્કેલીઓ આવે છે અને શા માટે તેની સામે તાકીદે પગલાં લેવામાં આવતા નથી?”
આ ઘટનાએ ફરી એકવાર એ મુદ્દો ઉભો કર્યો છે કે યાત્રાની આરામદાયક અનુભવ માટે માત્ર વિમાનનો જ નહીં, પણ સંપુર્ણ વ્યવસ્થાપનનો સ્તર સુધારવો જરૂરી છે.