Mollys Fight for Life: ડોક્ટરોની બેદરકારીનો ભોગ બનેલી મોલીની આશાજનક યાત્રા
Mollys Fight for Life: લંડનની ડ્યુસબરી અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી 22 વર્ષની મોલી હાર્બ્રોનનું જીવન બદલાઈ ગયું. 2020માં પોતાના ડાબા પગમાં દુખાવા અને વાદળી પડતા એ ઇમરજન્સી વિભાગમાં પહોંચી હતી. છતાં પણ ડોક્ટરો તરફથી યોગ્ય તપાસ અને સારવારમાં મોટો વિલંબ થયો. 16 કલાક પછી જ્યારે સર્જરી થઈ, તે સમયે મોડું થઈ ગયું હતું – મોલીનો પગ કાપી નાખવો પડ્યો.
મોલીનો બચાવ શક્ય હતો જો તેની સારવાર સમયસર થાત. હોસ્પિટલના ટ્રસ્ટે પોતાની ભૂલ સ્વીકારી છે અને કહ્યું કે તે દિવસના ઓપરેશનથી મોલીનો પગ બચી શકત. ટ્રસ્ટે તેને વચગાળાનું વળતર આપ્યું, જેના માધ્યમથી મોલીએ યોગ્ય કૃત્રિમ પગ મેળવ્યો. હવે તે સીડીઓ ચઢી શકે છે, દુકાનો જઈ શકે છે અને ગુમાવેલો આત્મવિશ્વાસ ફરી મેળવી રહી છે.
મોટી હિંમત સાથે મોલી આગળ વધી રહી છે. તેણીએ લગ્ન કર્યા અને પોતાની જીવનયાત્રા ફરી શરૂ કરી છે. હવે મોલી અંતિમ વળતરની રાહ જોઈ રહી છે, જેમાં તેની લાંબા સમયની સારવાર અને ટેકો આવરી લેવામાં આવશે.
મોલી કહે છે કે, “મારી વાર્તા બીજા માટે શીખ બની રહે, એવું હું ઈચ્છું છું – કોઈને પણ આવી બેદરકારીનો ભોગ બનવું ન પડે.”