Margaret Found Cancer During Facial: ફેશિયલ દરમિયાન મળી ભયાનક બીમારીની જાણ, પૂર્વ મિસ યુનિવર્સ માર્ગરેટનો આશ્ચર્યજનક અનુભવ
Margaret Found Cancer During Facial: કેન્સર વિશ્વમાં સૌથી ખતરનાક અને અનિચ્છનીય રોગોમાંનો એક માનવામાં આવે છે. જો તેનું વહેલું નિદાન થાય તો સારવાર સરળ બની શકે છે. પરંતુ ઘણીવાર તે એવી રીતે જણાય છે કે કોઈ કલ્પના પણ નહીં કરી શકે. આવી જ ઘટના મિસ યુનિવર્સ માર્ગારેટ ગાર્ડિનર સાથે પણ થઈ હતી, જ્યારે એક ફેશિયલ ટ્રીટમેન્ટ દરમિયાન તેને કેન્સર હોવાનું જાણવા મળ્યું.
માર્ગારેટ, જેઓ આજે 65 વર્ષના છે અને જેમણે 1978માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો, તેમણે કેટલાક વર્ષો પહેલાં એક બ્યુટી પાર્લરમાં ફેશિયલ કરાવવાનું નક્કી કર્યું. તેવું તે સામાન્ય રીતે કરતા નહોતા. પરંતુ એ દિવસ તેમના જીવન માટે એક મોટો વળાંક સાબિત થયો.
ફેશિયલ બાદ તેમની ત્વચા પર નાનું છિદ્ર ઊભું થયું જે બાંધાતું ન હતું અને સ્નાન વખતે સતત લોહી વહી રહ્યું હતું. ત્યારબાદ જ્યારે માર્ગારેટ ફરી પાર્લર પહોંચ્યા અને સારવાર માંગી ત્યારે સ્ટાફે તેમને ત્વચા વિશેષજ્ઞની મુલાકાત લેવા સલાહ આપી. ડૉક્ટરે તપાસ પછી ખુલાસો કર્યો કે તે નાનું છિદ્ર એ Skin Cancer હતું.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, આવા છિદ્રો ‘અલ્સેરેટિંગ લેઝન’ કહેવાય છે, જે કેન્સરના કોષો ત્વચામાં ફેલાતા હોવાના સંકેત આપે છે. સમયસર બાયોપ્સી કરીને સારવાર શરૂ કરતા માર્ગારેટ માટે મોટો બચાવ થયો, જોકે ચહેરા પર આ નુકસાનથી તેમની ગ્લેમરસ કારકિર્દી પર અસર પડી.
માર્ગારેટએ કહ્યું કે, છિદ્ર માત્ર અડધો સેમી જેટલું હતું, પણ તેમની કારકિર્દી માટે એ ઘણું મોટું હતું. ખાસ વાત એ છે કે આ પહેલા પણ, 24 વર્ષ પહેલાં તેઓએ છાતીના સાર્કોમા સામે પણ જંગ લડ્યો હતો અને 10 કલાક લાંબું ઓપરેશન કરાવ્યું હતું.
આજેય માર્ગારેટ પોતાનો આશાવાદ અને જીવટ જાળવી રાખી છે. તેમને લાગે છે કે આ વખતનો કેન્સર પહેલાના તુલનાએ ઓછો મુશ્કેલ છે અને તેઓ જીવન સાથે સકારાત્મક રીતે આગળ વધવા તૈયાર છે.