Man Travels 203 Countries Without Flying: વિમાન વગર 203 દેશોની યાત્રા, 10 વર્ષની મહેનત બાદ ડેનિશ પ્રવાસીએ પસંદ કર્યો પોતાનો મનપસંદ દેશ
Man Travels 203 Countries Without Flying: પ્રત્યેક વ્યક્તિનું એક સપનું હોય છે – દુનિયાની મુસાફરી કરવાનું. કોઈ નવા દેશ જોવા માંગે છે, તો કોઈ નવી સંસ્કૃતિઓનો અનુભવ કવા ઇચ્છે છે. પણ હકીકતમાં, રોજિંદા જીવનની દોડધામ વચ્ચે દરેક માટે એ શક્ય બનતું નથી. છતાં, ડેનમાર્કનો રહેવાસી થોર પેડરસેન એ એવો શખ્સ છે, જેણે પોતાનું સપનું પૂરું કરવાની આગવી રીત પસંદ કરી – અને એ પણ વિમાન વગર!
વિમાન વગર પુરી કરી વિશ્વભરની યાત્રા
થોર પેડરસેને એક અનોખી યાત્રાની શરૂઆત વર્ષ 2013માં કરી હતી. તેનું લક્ષ્ય હતું વિશ્વના તમામ દેશોની યાત્રા કરવાનું – વિમાનનો સહારો લીધા વિના. તેણે આ યાત્રા માટે જહાજ, ટ્રેન, બસ અને કાર જેવી વિવિધ વ્યવસ્થાઓનો સહારો લીધો, પણ ક્યારેય હવાઈ મુસાફરી નથી કરી.
195 નહિ, પણ 203 દેશોની મુલાકાત
તમને લાગશે કે દુનિયામાં તો 195 દેશો છે, તો પછી થોરે 203 દેશ કેવી રીતે ફર્યા? તો જણાવી દઈએ કે 195 દેશો યુનાઇટેડ નેશન્સ દ્વારા માન્ય છે, જ્યારે પેલેસ્ટાઇન, વેટિકન, તાઇવાન અને પશ્ચિમી સહારા જેવા અન્ય વિસ્તારોને પણ તેણે દેશ તરીકે ગણતરીમાં લીધાં, જેના કારણે આ સંખ્યા 203 સુધી પહોંચી.
View this post on Instagram
10 વર્ષનો લાંબો સમય અને અનેક અડચણો
યાત્રા શરૂ કરતી વખતે થોરે માન્યું હતું કે તે ચાર વર્ષમાં બધાં દેશોને કવર કરી લેશે. પરંતુ રાજકીય સંકટો અને કોરોનાવાયરસ મહામારી જેવી મુશ્કેલીઓને કારણે આ યાત્રા આખરે 10 વર્ષમાં પૂરી થઈ.
ક્યુબા બન્યો મનગમતો દેશ
વિશ્વભરની યાત્રા પછી થોરે જણાવ્યું કે તેનો મનપસંદ દેશ ક્યુબા છે. તેણે કહ્યુ કે ક્યુબા એક અનોખી દુનિયા છે – અહીંની જીવનશૈલી, લોકોને જીવવામાં રસ છે, સાલસા સંગીત, વિન્ટેજ કારો અને સિગાર તેની ઓળખ છે. થોરે કહ્યુ કે ક્યુબા ઝડપથી બદલાઈ રહ્યું છે, તેથી તેની અસલ સંસ્કૃતિ અનુભવવી હોય તો તરત જ ત્યાં જવું જોઈએ.