Man drinks own urine: પેશાબ પીને યુવાન રહેવાનો દાવો, 55 વર્ષની ઉંમરે પણ 6 પૅક એબ્સ!
Man drinks own urine: જગતમાં લોકો સ્વાસ્થ્ય સુધારવા માટે જુદી-જુદી પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ અમેરિકાના 55 વર્ષીય ટ્રોય કેસીનું એકદમ અનોખું છે. તેઓ છેલ્લા 17 વર્ષથી પોતાનો પેશાબ પી રહ્યા છે અને દાવો કરે છે કે આ કારણે તેઓ આજે પણ યુવાન અને ઉર્જાસભર છે.
ટ્રોયનું માનવું છે કે પેશાબ ઉપચાર (યુરિન થેરાપી) આયુર્વેદમાં પણ ઉલ્લેખિત છે અને તે ત્વચા તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેઓ રોજ સવારે પેશાબ પીવે છે અને કેટલાક સમયે તેને ચહેરા પર પણ લગાવે છે. તેમનો દાવો છે કે આ પ્રથાને કારણે તેમની ત્વચા તેજસ્વી બની છે અને તેમના સિક્સ પેક એબ્સ છે.
View this post on Instagram
ટ્રોયનું જીવન મૉડેલિંગથી શરુ થયું, જ્યાં તેમણે વર્સાચે જેવા નામી બ્રાન્ડ્સ માટે કામ કર્યું. પરંતુ હવે તેઓ લાઇફ કોચ તરીકે કાર્યરત છે અને લોકોને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપે છે. તેઓનો વિશ્વાસ છે કે પેશાબ પીવાથી શરીરમાં ઉર્જા વધે છે અને અનેક રોગો દૂર થાય છે.
આ બાબતે ડોકટરોના મંતવ્યો અલગ છે. નિષ્ણાતોનું માનવું છે કે પેશાબમાં અશુદ્ધિઓ અને ઝેરી તત્વો હોય છે, જે ફરીથી પીવાથી કિડની પર ખરાબ અસર પડી શકે છે. આમ છતાં, ટ્રોય કેસી પોતાના આ અનોખા ઉપચારમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે.