Man dresses as curlew bird walks 85km: પ્રકૃતિપ્રેમીનું અનોખું પગલું, લુપ્ત થતું પક્ષી બચાવવા ૮૫ કિમીની પદયાત્રા
Man dresses as curlew bird walks 85km: કેટલાક લોકો કૂતરાને પસંદ કરે છે, કેટલાકને બિલાડી ગમે છે, તો કેટલાક ગાય કે સસલા જેવા પ્રાણીઓ પ્રત્યે લાગણી ધરાવે છે. પણ એક વ્યક્તિએ તો એક પક્ષી પ્રત્યે એટલો પ્રેમ બતાવ્યો કે તેને સાચે એક નવો મેસેજ આપવાનો અનોખો રસ્તો પસંદ કર્યો – તેણે એ પક્ષીનો પોશાક પહેરીને ૮૫ કિલોમીટરની સફર કરી! દૂરથી જોનારાઓને તો એવું લાગ્યું કે કોઈ મોટું પક્ષી રસ્તા પર ચાલે છે, પણ વાસ્તવિકતા જાણીને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા – અને પછી તેને ધોળા હાથે બિરદાવવા લાગ્યા.
આ છે ૪૬ વર્ષના મેટ ટ્રેવેલિયનની કહાની, જે ઇંગ્લેન્ડના રહેવાસી છે અને પ્રોટેક્ટેડ લેન્ડસ્કેપ્સના ખેતી અધિકારી તરીકે કામ કરે છે. મેટને યુરેશિયન કર્લ્યુ નામના પક્ષી સાથે ખાસ લગાવ છે. આ પક્ષી હવે બ્રિટનમાં લુપ્ત થવાની કગાર પર છે – તેની સંખ્યા અત્યંત ઘટી રહી છે. આ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે મેટે એક અનોખો માર્ગ અપનાવ્યો.
તેણે કર્લ્યુ પક્ષી જેવો એક વિશાળ કોસ્ચ્યુમ તૈયાર કર્યો – જે સ્પ્લિટ વાંસ, મસ્લિન અને પોલિએસ્ટરથી બન્યો હતો – અને તે પહેરીને રસ્તા પર ઉતરી પડ્યો. તેણે આખા ૮૫ કિમીની યાત્રા ઇસ્ટર વીકએન્ડ દરમિયાન યોજી. યાત્રાની શરૂઆત તેણે પાટિલ બ્રિજથી કરી અને ૨૧ એપ્રિલના “વિશ્વ કર્લ્યુ દિવસ”ના અવસરને ધ્યાનમાં રાખીને આ સમય પસંદ કર્યો.
મેટે પહેલા દિવસે ૪૦ કિમી અને બીજા દિવસે બાકીની યાત્રા પૂર્ણ કરી. તેમનું કહેવું છે કે યાત્રા ખૂબ જ આનંદદાયક રહી. હવામાન સુંદર હતું અને પોશાક એટલો હળવો હતો કે ચાલવામાં કોઈ તકલીફ નહીં પડી. આ કોસ્ચ્યુમ બનાવવા તેમને ત્રણ દિવસ લાગ્યા.
મેટ કહે છે કે યુરેશિયન કર્લ્યુ તેમનું મનગમતું પક્ષી છે. જ્યારે તેમને ખબર પડી કે છેલ્લા ૨૦ વર્ષમાં તેની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે અને હવે માત્ર આશરે ૫૮,૦૦૦ જ પક્ષી બાકી છે, ત્યારે તેમને ઘણું દુઃખ થયુ.
તેને આશા છે કે તેની આ અનોખી યાત્રાથી લોકોની આંખો ખુલશે અને તેઓ પક્ષીઓના સંરક્ષણ માટે ગંભીરતાપૂર્વક વિચારીને પગલાં લેશે.
આવા લોકો ખરેખર પ્રશંસાને પાત્ર છે – જેમના હૃદયમાં કુદરત અને પ્રાણીઓ માટે સાચો પ્રેમ હોય.