IPL Cheerleaders Selection Process: IPL ચીયરલીડર્સ, પસંદગી પ્રક્રિયા, કમાણી અને ડ્રેસ ડિઝાઇન
IPL Cheerleaders Selection Process: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન ચોગ્ગા અને છગ્ગાના ઉત્સાહમાં કેમેરાનો ધ્યેય સૌથી પહેલાં ચીયરલીડર્સ પર જ હોવાનું આપણે જોઈ શકીએ છીએ. આ ચીયરલીડર્સ પોતાની ટીમ માટે વિકેટ, ચોગ્ગા, અને છગ્ગાની ઉજવણી કરવા માટે હાજર રહે છે. IPLમાં, ચીયરલીડર્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. તેઓ રમતના ઉત્સાહને જાળવવા, દર્શકોને વ્યસ્ત રાખવા અને તેમની ઉર્જાને જીવંત રાખવા માટે હાજર રહે છે. તેમનું કાર્ય, ખાસ કરીને ખેલાડીઓ અને દર્શકો માટે મનોરંજન પૂરું પાડવું છે. પરંતુ શું તમે જાણો છો કે આ ચીયરલીડર્સને પસંદ કરવા માટે શું પ્રક્રિયા છે અને કોણ તેમના ઇન્ટરવ્યુ લે છે?
IPL ફ્રેન્ચાઈઝી માટે ચીયરલીડર્સની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ કઠણ છે. આ ઇન્ટરવ્યુ ટીમ મેનેજમેન્ટ અથવા પ્રાયોજકો દ્વારા લેવામાં આવે છે. આ ઇન્ટરવ્યુ વિડીયોથી કે રૂબરૂ થઇ શકે છે. ઇન્ટરવ્યૂમાં, ચીયરલીડર્સના નૃત્ય અને મોડેલિંગ કુશળતાની કસોટી લેવામાં આવે છે. એ વાત પણ તપાસવામાં આવે છે કે સ્ટેડિયમમાં હજારો દર્શકોની હાજરીમાં તેઓ કેવી રીતે ખેલાડીઓનું મનોબળ વધારી શકે છે.
ચીયરલીડર્સ પસંદ કરતી વખતે, ટીમ મેનેજમેન્ટ એ પણ ચકાસે છે કે શું તેઓ ખેલાડીઓ સાથે સારો સંવાદ સ્થાપિત કરી શકે છે અને કેવી રીતે ટીમના પ્રદર્શનમાં સુધારો લાવવાનો યોગદાન આપી શકે છે. કમાણીની દ્રષ્ટિએ, ચીયરલીડર્સ ઘણી વખત સીઝન દરમિયાન લાખો રૂપિયા કમાય શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક સીઝનમાં તેમની કમાણી ત્રણથી ચાર લાખ રૂપિયાં કે તેથી વધુ હોઈ શકે છે. ચીયરલીડર્સનો પહેરવાનો ડ્રેસ સ્પોન્સર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે. તેમનો ડ્રેસ, જેમાં ટીમો અને કંપનીઓના લોગો હોય છે, સંપૂર્ણપણે સ્પોન્સર્સ દ્વારા ફંડેડ હોય છે.