Hidden room shocks tenant: જૂના ઘરમાંથી મળ્યો અંજાણ ઓરડો, ખોલતાં જ ઉકેલાયું વર્ષો જૂનું રહસ્ય
Hidden room shocks tenant: અવારનવાર એવી અણધારેલી ઘટનાઓ ઘટે છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. ખાસ કરીને જ્યારે કોઈ નવી જગ્યાએ વસવાટ માટે જવામાં આવે, ત્યારે ઘણીવાર અજાણી વાતો સામે આવે છે. આવું જ કંઈક એક યુવતી સાથે બન્યું, જેને ભાડે સસ્તું મળતું હોવાથી એક જૂનું ઘર પસંદ કર્યું—પણ આ ઘરમાં એના માટે એક અનોખું રહસ્ય છુપાયેલું હતું.
યુવતીએ ઘરમાં પ્રવેશ્યા બાદ દરેક ખૂણાની સારી રીતે તપાસ કરી. એ વખતે તેને બેડરૂમમાં કબાટની પાછળ એક અનોખું પેનલ જોવા મળ્યું. પેનલ થોડી શંકાસ્પદ લાગી, જેથી તેણે અને તેના બોયફ્રેન્ડે તેને ખોલવાનું નક્કી કર્યું. તેને એ કદી ધાર્યું ન હતું કે પેનલ પાછળ 20 વર્ષ જૂનું રહસ્ય છુપાયું હશે. તેણે આ અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કર્યા.
I found a hidden room in my apartment and my landlord had no idea it existed
byu/Inevitable-Sense740 instories
મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘર ઘણા વર્ષોથી બંધ પડેલું હતું અને જૂનું હોવાને કારણે ભાડે સરળતાથી મળી ગયું હતું. એક મહિનાની અંદર જ્યારે યુવતી ઘર સાફ કરતી હતી ત્યારે એ પેનલ ખોલ્યું, અને અંદર બીજી દીવાલ હતી જે સામાન્ય ન લાગતી. બંનેએ એ દીવાલ તોડી, તો અંદર એક નાનકડો, બારીવાળો ઓરડો જોવા મળ્યો.
આ ઓરડામાં માત્ર એક જૂની ખુરશી અને 1970ના દાયકાનું અખબાર હતું. યુવતીએ તરત જ મકાનમાલિકને બોલાવ્યો, જેને પણ આ ઓરડા વિશે કોઈ જાણકારી નહોતી. પાછળથી યુવતીએ આ જગ્યા reading room તરીકે વાપરવાની તૈયારી કરી. સોશિયલ મીડિયા પર લોકોમાંથી ઘણા લોકોએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને કેટલીક રમૂજી ટિપ્પણીઓ પણ કરી. કેટલીક ટિપ્પણીઓ અનુસાર, આ કબાટ કદાચ વોક-ઇન ક્લોઝેટ કે સ્ટોરેજ સ્પેસ તરીકે બનાવાયું હોઈ શકે.