Girl Takes Daily Flight to College: રોજ કોલેજ જવા માટે ફ્લાઇટ પકડે છે આ છોકરી, ખર્ચે છે દૈનિક ૨૦,૦૦૦ રૂપિયા!
Girl Takes Daily Flight to College: સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શાળા કે કોલેજ પહોંચવા માટે સ્કૂટર, બસ, ટ્રેન કે મેટ્રો જેવા સામાન્ય વાહનો પસંદ કરે છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો કે કોઈ વિદ્યાર્થી રોજના વિદ્યાર્થીઓની જેમ નહીં પણ – વિમાનમાં ચડીને કોલેજ પહોંચે? કદાચ તમને એવું લાગે કે આ કોઈ ફિલ્મની વાત છે, પણ જાપાનની એક છોકરીએ આને હકીકત બનાવી છે.
મળો યુઝુકી નાકાશિમાને – જે દરરોજ ફ્લાઈટમાં કોલેજ જાય છે
જાપાનમાં રહેતી યુઝુકી નાકાશિમા નામની 22 વર્ષની વિદ્યાર્થીનો અભ્યાસ માટેનો જુસ્સો એવું કંઈક છે કે તે ટોક્યોમાંથી ફુકુઓકા – લગભગ 1000 કિલોમીટરની દુરી દરરોજ કાપે છે…અને તે પણ વિમાન દ્વારા! તેના નિયમિત અવરજવરનો અંદાજિત ખર્ચ દૈનિક 20,000 રૂપિયા જેટલો થાય છે.
સવારે વહેલી ઊઠીને શરૂ થાય છે યુઝુકીનો દિવસ
યુઝુકી સવારે 5 વાગે ઉઠે છે અને સવારે 6 વાગ્યે ફુકુઓકાની ફ્લાઇટ પકડે છે. 9:30 સુધી તે કિટાકયુશુ એરપોર્ટ પર પહોંચી જાય છે અને ત્યાંથી બસ લઈને કોલેજ પહોંચે છે. ફ્લાઇટનો સમય તે હોયવર્ક અને પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વાપરે છે.
View this post on Instagram
ટોક્યોમાં રહેવાનો પડકાર પણ એક કારણ
લોકોનો પ્રશ્ન છે કે જો યુનિવર્સિટી ફુકુઓકામાં છે, તો યુઝુકી ત્યાં રહેવાનું પસંદ કેમ નથી કરતી? તેનો જવાબ પણ રસપ્રદ છે. યુઝુકી ટોક્યોમાં પોતાની પોપ ગાયિકા તરીકેની કારકિર્દી બનાવી રહી છે. અભ્યાસ છોડવા માટે તે તૈયાર નથી, અને પોતાનું સપનું પણ જીવવા માંગે છે. એટલા માટે તે દિવસને બે ભાગમાં વહેંચીને જીવવાની કલાનું નામ બની ગઈ છે.
અસાધારણ સમયસૂચી, અસાધારણ લક્ષ્ય
એક તરફ યુનિવર્સિટીમાં સતત હાજરી જાળવી રાખવી અને બીજી તરફ સંગીતકાર તરીકે ટોક્યોમાં કારકિર્દી બનાવવી – બંને વચ્ચે સંતુલન સાધવામાં યુઝુકી ખૂબ સક્ષમ બની છે. પોતાની મહેનત અને સમય વ્યવસ્થાપનથી તે તમામ યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત બની છે.