મુઝફ્ફરનગરઃ ઉત્તર પ્રદેશમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે હોંશે હોંશે જે યુવતી સાથે જીવન વિતાવવા માટે લગ્ન કરીને ઘરે લાવ્યો એ યુવતીની પાંચ મહિના પછી હકીકત જાણી તો તેના હોશ ઉડી ગયા હતા. પતિએ યુવતીનું મેડિકલ પરિક્ષણ કરાવ્યું તો ખબર પડી કે પોતાની જેને પોતાની પત્ની માને છે એ યુવતી નહીં પરંતુ કિન્નર છે. ત્યારબાદ હાઈવોલ્ટેઝ ડ્રામા શરૂ થયો હતો.
પતિ પણ પોતાની પત્નીની આવી હરકતના કારણે અજાણ હતો. શંકા જતાં પતિએ પત્નીની તપાસ કરવાતા પત્નીનો મેડિકલ રિપોર્ટ જોઈને પતિ સહિત પરિવારના હોશ ઉડી ગયા હતા. હકીકત સાંભળીને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે આ અંગે છોકરા પક્ષના લોકો યુવતીના પતિના કહેવા ગયા તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
મુઝફ્ફરનગરના બડા બજાર વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન આશરે પાંચ મહિના પહેલા સહારનપુરમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્નના બે દિવસ પછી જ્યારે યુવક પોતાની દુલ્હનના રૂમમાં પહોંચ્યો તો તે દંગ રહી ગયો હતો. જે યુવતીની સાથે જિંદગી વિતાવવાના સપના યુવકે જોયા હતા તે એક પલમાં જ તૂટી ગયા હતા.
જ્યારે પતિને ખબર પડી કે જે યુવતીને તે પોતાની પત્ની બનાવીને પોતાની સાથે લાવ્યો છે અસલમાં તે એક કિન્નર છે. કિન્નરે યુવકને કહ્યું કે જો તે કિન્નર વાળી વાત કોઈને કહે છે તો આખા પરિવારને ખોટા કેસાં જેલ ભેગા કરી દેશે. થોડા દિવસ બાદ પરિવારના લોકોને આખા પ્રકરણની જાણકારી થઈ ગઈ પરંતુ કિન્નરની ધમકીના કારણએ તેઓ કંઈ બોલ્યા નહીં. તેને લઈને પાંચ મહિના સુધી અલગ અલગ ડોક્ટોર સાથે ઉપચાર કરાવતા ફરતા રહ્યા હતા.
પરિવારના લોકોને જ્યારે યુવતી કિન્નર હોવાની જાણ થઈ તો યુવતીથી પીછો છોડાવવા માટે કોર્ટમાં છૂટાછેડાની અરજી નાંખી હતી. શુક્રવારે જ્યારે કિન્નર યુવતીને તલાક અંગે જાણવા મળ્યું તો તેણે પોલીસને ફોન કરીને ઘરે બોલાવી હતી અને આ આખો મુદ્દો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
ખૂબ હંગામા બાદ કિન્નરે કહ્યું કે જો પતિ તેને છૂટાછેડા આપવાનો પ્રયત્ન કરશે તો તે નહેરમાં કૂદીને આત્મહત્યા કરી લેશે. ધમકી આપ્યાબાદ કિન્નર પોલીસ સ્ટેશનથી નીકળીને નહેર તરફ દોડવા લાગ્યો હતો. યુવકે કિન્નર સાથે લગ્ન કરવાની વાતને લઈને આખો કિસ્સો ટોક ઓફ ટાઉન રહ્યો હતો. યુવકના પરિવારના લોકોનો આરોપ છે કે યુવતીના પરિવારના લોકોએ તેમને અંધારામાં રાખ્યા હતા. અને યુવતી કિન્નર હોવાની વાત સંતાડી હતી. અને તેમના પુત્ર સાથે લગ્ન કરાવી દીધા હતા.