Eye Spot Hides Rare Cancer: આંખના ડાઘ પાછળ છુપાયેલી ગંભીર બિમારી, ૧૯ વર્ષની યુવતીના જીવનનો મોટો નિર્ણય
Eye Spot Hides Rare Cancer: ૯ વર્ષની ઉંમરે એક છોકરીની આંખમાં કાળાશ દેખાવાની શરૂઆત થઈ. શરૂઆતમાં તે અને તેના પરિવારજનોએ તેને એક સામાન્ય ડાઘ તરીકે અવગણ્યું. એકદમ આરંભે ડૉક્ટરની સલાહ પણ આવી કે આ ગંભીર બાબત નથી અને આ ડાઘ સાથે કોઈ હાનિ નહીં થાય. છોકરીએ વર્ષો સુધી આઈલાઈનર અને નકલી પાંપણોથી આ દાગને છુપાવ્યો, પણ પાછળથી ખબર પડી કે વાત એટલી સરળ નહોતી.
આંખના ડાઘ પાછળ છુપાયેલુ ખતરનાખ કેન્સર
વિચારાવ્યા બાદ, જ્યારે દાગ દૂર કરવા માટે સર્જરી કરાઈ, ત્યારે આખી સત્યતા બહાર આવી. તપાસમાં જાણવા મળ્યું કે યુવતીને એલ્વીઓલર સોફ્ટ પાર્ટ સાર્કોમા (ASPS) નામનો દુર્લભ પ્રકારનો કેન્સર થયો હતો, જે નરમ પેશીઓમાં વિકસે છે અને શરીરના કોઈપણ ભાગે ફેલાઈ શકે છે.
ડેરિન નામની આ યુવતી જણાવે છે કે જ્યારે લોકો તેની આંખ તરફ જોતા અને કાળાશ બાબતે ટિપ્પણી કરતા ત્યારે તેને અંદરથી દુખતુ હતું. જોકે તેણે લાંબા સમય સુધી તેને સામાન્ય માન્યું. સમય જતા તેને આંખમાં સોજો અને માઈગ્રેન જેવા તીવ્ર દુખાવાનો અનુભવ થવા લાગ્યો, છતાં તેણે એ લાગણીઓને સામાન્ય ગણાવીને અવગણ્યા.
મોટો નિર્ણય અને નવા જીવન તરફ પહેલ
જ્યારે કેન્સરની પુષ્ટિ થઈ, ત્યારે ડેરિને કીમોથેરાપી અથવા રેડિયોથેરાપી જેવો પરંપરાગત ઈલાજ ન પસંદ કરતા એક મોટા નિર્ણયો કર્યો. તેણે પોતાની આંખ કાઢી નાખી અને તેના સ્થાને કૃત્રિમ આંખ લગાવવાનું નક્કી કર્યું. ડેરિન આજે આત્મવિશ્વાસપૂર્વક કહે છે કે, તેણે બિમારી સામે લડવાનો નિર્ણય લીધો અને જીવનને એક નવી દિશામાં આગળ ધપાવ્યું.