Eggs Discovered Near Volcano: સક્રિય જ્વાળામુખી બની ગયો ઈંડાનો સલામત આશરો, વૈજ્ઞાનિકો પણ થયા આશ્ચર્યચકિત
Eggs Discovered Near Volcano: જ્વાળામુખી ત્યાં જ્યાં ધમાકા અને તબાહીના દ્રશ્યો સર્જાય છે, ત્યાં ક્યારેય જીવ માટે સલામતી કે શાંતિની કલ્પના કરી શકાઈ? પરંતુ કેનેડામાં એક અદભુત નજારો સામે આવ્યો છે, જ્યાં સક્રિય જ્વાળામુખી પાસે સમુદ્રના ઊંડાણમાં રહસ્યમય જંતુના હજારો ઈંડા સુરક્ષિત જોવા મળ્યા છે. આ શોધે વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે.
Vancouver કિનારે મળી રહસ્યમય ઈંડાની જાત
કેનેડાના Vancouver આઇલેન્ડ નજીક આવેલા એક સક્રિય જ્વાળામુખી પાસેથી પેસિફિક વ્હાઇટ સ્કેટ નામની દુર્લભ અને ખૂબ ઓછું જાણીતી સમુદ્રી પ્રજાતિના હજારો ઈંડા મળ્યા છે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર, આ ઈંડા જ્વાળામુખીની ગરમીથી સાચવાતા જોવા મળ્યા છે, જે સામાન્ય રીતે જીવલેણ હોય તેવી ગરમીને હવે એક પ્રકારના કુદરતી ઇન્ક્યુબેટર તરીકે જોશો તો નવાઈ નહિ.
અગાઉ પણ થઈ હતી આવી શોધ, પણ આ વખતે ખાસ
વર્ષ 2019માં પણ આ જ વિસ્તારમાં આ પ્રકારના ઈંડા જોવા મળ્યા હતા. તે સમયે જ્વાળામુખી સુષુપ્ત ગણાતો હતો, તેથી તેને એટલું મહત્વ આપવામાં આવ્યું નહોતું. પરંતુ હવે જ્યારે અભ્યાસ દ્વારા પુષ્ટિ થઈ છે કે જ્વાળામુખી સક્રિય છે અને ઊંડા દરિયામાં પણ અસરકારક છે, ત્યારે આ શોધ ઘણું મહત્ત્વ ધરાવે છે.
પેસિફિક વ્હાઇટ સ્કેટની અનોખી ખાસિયત
આ જીવ ઊંડા સમુદ્રમાં રહે છે, જ્યાં તાપમાન અત્યંત નીચું હોય છે અને સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. આ જીવો લગભગ 6.5 ફૂટ સુધી લાંબા હોય છે અને તેઓ 2600થી 9500 ફૂટની ઊંડાઈએ જોવા મળે છે. તેમના ઈંડા પણ મોટા હોય છે – લગભગ 18 થી 20 ઈંચના. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઈંડાને સંપૂર્ણ રીતે વિકસવામાં ચાર વર્ષ જેટલો સમય લાગે છે.
જ્વાળામુખીની ઇંક્યુબેટર જેવી ભૂમિકા
જ્વાળામુખીમાંથી નીકળતું ગરમ અને ખનિજોથી ભરપૂર પાણી, આ ઈંડાના વિકાસ માટે ઉત્તમ તાપમાન પૂરું પાડે છે. અહીંનું વાતાવરણ ન માત્ર ઈંડાને સુરક્ષિત રાખે છે, પણ તેમાંથી નીકળતા નાનો જીવ પણ આ વિસ્તારના સ્નેહી તાપમાનમાં સ્વસ્થ રીતે ઉછરી શકે છે. થોડા સમય બાદ આ જીવ ઊંડા દરિયામાં પોતાની જીવનયાત્રા શરૂ કરે છે.
અંતે એટલું જ કહી શકાય કે કુદરતના નિયમ અઘરા છે. જ્યાં તબાહીની આશંકા હોય, ત્યાં જીવન ઉગે છે – જે સક્રિય જ્વાળામુખી પાસે મળી રહેલા ઈંડાઓએ સાબિત કરી બતાવ્યું છે.