Celebrity Impact on Shark Attacks: સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓના પ્રભાવથી શાર્ક હુમલાઓમાં વધારો, સંશોધનમાં ચોંકાવતો ખુલાસો
Celebrity Impact on Shark Attacks: વિશ્વના અનેક દરિયાકાંઠાઓએ શાર્કની હાજરી સામાન્ય બાબત છે. જોકે, તાજેતરમાં શાર્કના માણસો પરના હુમલાના કેસોમાં વધારો નોંધાયો છે. હવે એક નવા સંશોધન રિપોર્ટ પ્રમાણે, આ વધતા હુમલાઓ માટે સેલિબ્રિટીઓ અને સોશિયલ મીડિયા પર તેમની પ્રવૃત્તિઓ પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
સેલિબ્રિટીઓના વીડિયો અને સેલ્ફી લોકોને જોખમ તરફ ધકેલી રહ્યા છે
વિજ્ઞાનીઓનો દાવો છે કે ઘણીવાર સેલિબ્રિટીઓ શાર્ક સાથે સેલ્ફી લેતા કે તેને સ્પર્શ કરતા વીડિયો પોસ્ટ કરે છે, જેના કારણે સામાન્ય લોકો પણ આવા ખતરનાક પ્રયાસો કરવા પ્રેરાય છે. પરિણામે, શાર્ક માનવ દખલગીરીથી જળવાઈ જાય છે અને પછી સ્વ-રક્ષા હેઠળ હુમલો કરે છે. વૈજ્ઞાનિકો આ પ્રવૃત્તિને ખોટી ગણાવીને ચેતવણી આપી રહ્યા છે કે આવા પ્રયાસો માનવ અને શાર્ક બંને માટે જોખમજનક છે.
વિજ્ઞાનીઓની ચિંતાઓ અને વિશ્લેષણ
ફ્રાન્સની પીએસએલ યુનિવર્સિટીના સંશોધક એરિક ક્લુઆએ જણાવ્યું કે ઘણી વખત સેલિબ્રિટીઓ શાર્કના ફિન પકડીને, તેને સ્પર્શ કરીને અથવા પ્રેમ દર્શાવીને ખોટો સંદેશો ફેલાવે છે. તેઓ પોતે શાર્ક માટે સંરક્ષણકર્તા હોવાનું દેખાડવા માંગે છે, પણ વાસ્તવમાં આ વર્તન ખોટું છે અને શાર્કની સ્વાભાવિક વ્યવહાર પર અસરો કરે છે.
View this post on Instagram
આંકડાઓ શું કહે છે?
‘ફ્રન્ટિયર્સ ઇન કન્ઝર્વેશન સાયન્સ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, 2009 થી 2023 વચ્ચે ફ્રેન્ચ પોલિનેશિયાના દરિયામાં થયેલા 74 શાર્ક હુમલાઓમાંથી માત્ર 5 ટકા હુમલાઓ સ્વ-રક્ષા માટે થયા હતા. વૈશ્વિક સ્તરે પણ આવા માત્ર 300 કેસ નોંધાયા છે જ્યાં શાર્કને ચેડવાયું હતું.
શાર્ક પ્રત્યેની ગેરમાન્યતાઓ અને હકીકતો
એરિક ક્લુઆએ વધુમાં જણાવ્યું કે દર વર્ષે માત્ર 10 માનવ મૃત્યુ શાર્કના હુમલાના પરિણામે થાય છે, જ્યારે કૂતરાના હુમલાથી દર વર્ષે 10,000થી વધુ લોકો જીવ ગુમાવે છે. તેમ છતાં, શાર્ક અંગે લોકોના મનમાં ભારે ડર અને નકારાત્મક છબી છે. વૈજ્ઞાનિકોએ સ્વચ્છ શબ્દોમાં કહી દીધું છે કે કોઈએ પણ 18 ફૂટ લાંબા શિકારી પ્રાણી સાથે સ્પર્શ કરવાનો અથવા તેને પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ.