Broadsands Beach Heaven on Earth: રેડ બીચની રહસ્યમય સફર, જ્યાં પહોંચવું મુશ્કેલ છે પણ નજારો અદભુત
Broadsands Beach Heaven on Earth: શું તમે ક્યારેય લાલ રેતીવાળો બીચ જોયો છે? જો નહીં, તો બ્રોડસેન્ડ્સ બીચ તમારા માટે એક અનોખો અનુભવ બની શકે છે. ઇંગ્લેન્ડના સાઉથ ડેવોનમાં, ટોરબેના દરિયાકાંઠે આવેલા આ બીચને બ્રિટનનું સૌથી સુંદર રહસ્ય માનવામાં આવે છે.
બ્રોડસેન્ડ્સ બીચ તેની લાલ રંગની રેતી અને શાંત વાતાવરણ માટે ઓળખાય છે. બે ખડકાળ ટેકરાઓની વચ્ચે આવેલો આ બીચ ‘English Riviera’નો ભાગ છે. અહીંની સુંદરતા અને સ્વચ્છતા માટે તેને ‘Blue Flag’ એવોર્ડ અને ‘Seaside Award’ પ્રાપ્ત થયા છે. આ બીચ પર કોઈ વ્યસ્તતા નથી, એટલે કે તમે શાંતિથી અહીંનો આનંદ માણી શકો છો.
અહીં લંબાચડિયા પ્રોમિનેડ પર રંગીન બીચ હટ્સ છે, જેને દિવસભર ભાડે લઈ શકાય છે. દરિયાકાંઠે ચાલવા માટે પણ આ જગ્યા ઉત્તમ છે. ઊંચા ખડકોથી નીચે ઉતરીને જ્યારે તમે આ લાલ બીચ પર પહોંચી જાઓ, ત્યારે આસપાસની શાંતિ અને સૌંદર્ય તમને તરત જ આકર્ષી લે છે.
આ જગ્યા પર તમે પક્ષીઓ, ડોલ્ફિન, સીલ અને વિવિધ પ્રકારની માછલીઓને જોઈ શકો છો. જોકે, અહીં પહોંચવા માટે થોડું ચાલવું પડે છે અને કેટલીક જગ્યા પર ખડકોમાંથી નીચે જવું પડે છે, જે કેટલીકવાર મુશ્કેલ થઈ શકે છે. પરંતુ મુખ્ય માર્ગ પર પાર્કિંગની સારી સુવિધા છે.
લંડનથી આશરે 220 માઇલ દૂર આવેલો આ બીચ ખરેખર એક એવા સ્થળમાં આવે છે જ્યાં તમે કુદરતના આરામદાયક સ્પર્શને અનુભવી શકો છો.