Bride bury sausage before wedding: સ્કોટલેન્ડની વિલક્ષણ પરંપરા, દુલ્હન લગ્ન પહેલા માટીમાં દફનાવે છે સોસેજ
Bride bury sausage before wedding: વિશ્વના વિવિધ ખૂણાઓમાં અનેક રસપ્રદ અને અનોખી પરંપરાઓ અનુસરવામાં આવે છે. આવી જ એક રસપ્રદ અને આશ્ચર્યજનક પરંપરા સ્કોટલેન્ડમાં જોવા મળે છે, જ્યાં લગ્નની પૂર્વસંધ્યાએ દુલ્હન પોતાના મિત્રોની સાથે મળીને ખાસ રીતિનું પાલન કરે છે. આ પરંપરા પ્રમાણે દુલ્હન લગ્ન પહેલા રાત્રે જમીન ખોદે છે અને તેમાં સોસેજ દફનાવે છે.
સોસેજ એક પ્રકારની મીટથી બનેલી વાનગી છે, જે લંબચોળ આકારમાં હોય છે અને સામાન્ય રીતે નાસ્તામાં ખવાય છે. સ્કોટલેન્ડમાં માનવામાં આવે છે કે જો લગ્નના એક દિવસ પહેલા દુલ્હન જમીનમાં સોસેજ દફનાવે તો લગ્નના દિવસે વરસાદ ન પડે અને હવામાન સુખદ રહે. આ માન્યતા મુખ્યત્વે સ્કોટલેન્ડ અને ઉત્તર ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં ચાલી આવે છે, પણ તેનો મૂળ ઉદ્ભવ કયા ગામ અથવા શહેરમાં થયો છે એ અંગે સ્પષ્ટતા ઉપલબ્ધ નથી.

આ પરંપરા અંગે લોકોને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે સોસેજ રાંધેલો હોય કે કાચો. અનેક લોકો કહે છે કે દુલ્હન દ્વારા કાચો સોસેજ જ દફનાવવો જોઈએ. આ ઉપરાંત, દુલ્હનો સામાન્ય રીતે પોતાનો બગીચો કે લગ્ન સ્થળની આજુબાજુનો વિસ્તાર પસંદ કરે છે જ્યાં તેઓ આ રીતિ પૂરી કરે છે.
આ અનોખી પ્રથા ભલે વિદેશી લાગે, પરંતુ ભારતમાં પણ એવી અનેક લોકપ્રિય માન્યતાઓ છે જેમ કે વરસાદ અટકાવવા માટે કાતર જમીનમાં ઊંધી દફનાવવી. આવી પરંપરાઓ લોકોની લાગણીઓ અને પરંપરાગત માન્યતાઓ સાથે ગાઢ રીતે જોડાયેલી હોય છે, જે ભવિષ્યમાં પણ જીવંત રહે તેવી શક્યતા છે.