Billionaire Claims Age 10: 47 વર્ષનો બાયોટેક અબજોપતિ દાવો કરે છે કે તેની જૈવિક ઉંમર ફક્ત 10 વર્ષ છે
Billionaire Claims Age 10: અમેરીકાના બ્રાયન જોનસન નામના એક અબજોપતિએ આજે વૈજ્ઞાનિક વિશ્વમાં ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવી દીધો છે. તેઓ પોતાને બાયોહેકર તરીકે ઓળખાવે છે અને વર્ષોથી વૃદ્ધત્વની પ્રક્રિયાને પલટાવવાના પ્રયાસમાં છે. હવે તેમણે દાવો કર્યો છે કે તેમની જૈવિક ઉંમર ફક્ત 10 વર્ષ છે. એટલે કે તેમનું શરીર આંતરિક રીતે 10 વર્ષના બાળક જેટલું તંદુરસ્ત હોવાનું તેઓ માને છે.
તેમણે તેમની પોસ્ટમાં આ દાવાને સમર્થન આપતો ડેટા પણ રજૂ કર્યો છે. આ ડેટા અનુસાર, તેમના ટેલોમેર્સ 10.27 કિલોબેઝ લાંબા છે અને માત્ર 7.7% ટેલોમેર્સ ટૂંકા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે, ટેલોમેર્સ જેટલા લાંબા હોય એટલી વ્યક્તિની કોષીય વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમી હોય છે. એટલે જે વ્યક્તિના ટેલોમેર્સ ટૂંકા હોય, તેનો તાત્પર્ય એ કે તેનું શરીર જલ્દી વૃદ્ધ થઈ જાય છે. જો ટેલોમેર્સ લાંબા રહે, તો તે યુવાન રહેવા અને લાંબું આયુષ્ય જીવવા સંકેત આપે છે.
My telomeres say I’m 10 years old.
They are regenerated at the vibrancy of a 12 year old.Data:
Telomeres: 10.27 kilobases
Telomerase activity: 7.7%Telomeres are like shoelace tips on your DNA, protecting your chromosomes every time your cells divide.
Telomerase is the enzyme… pic.twitter.com/K9pTCXkbhV
— Bryan Johnson (@bryan_johnson) April 17, 2025
બ્રાયન જોનસનનું કહેવું છે કે આ આંકડાઓ 15,000થી વધુ લોકોના વિજ્ઞાનસિદ્ધ ટેસ્ટ ડેટા સાથેની તુલના પછી મળી આવ્યા છે. તેમણે આ માટે ખૂબ જ ખર્ચાળ અને સ્પષ્ટ આયોજન કરેલું છે. દરેક વર્ષની અંદાજિત રકમ લગભગ ૧૩ કરોડ રૂપિયા જેટલી છે, જેને તેઓ પોતાના શરીરની અંદરથી બહાર સુધી તંદુરસ્ત રાખવા માટે ખર્ચે છે.
જોહ્નસન માત્ર આટલા સુધી સીમિત નથી રહ્યા. તેઓએ પોતાના પુત્રના લોહીનું ટ્રાન્સફ્યુઝન પણ કરાવ્યું છે, જેથી જવાની ઊર્જા અને કોષીય તાજગી મળી શકે. તેમના સોશિયલ મીડિયા પર શેર થયેલા ફોટાઓમાં તેઓ અને તેમનો પુત્ર લગભગ સમવયસ્ક લાગશે, એટલું આ પરિવર્તન આંખે દેખાય તેવું છે.
આ દાવાઓને લઈ કેટલાંક લોકો આશ્ચર્ય પામ્યા છે, જ્યારે કેટલાંકે શંકા વ્યક્ત કરી છે. છતાં એક વાત સ્પષ્ટ છે કે બ્રાયન જોનસન વૃદ્ધત્વ સામે લડવા માટે સંપૂર્ણ જીવનશૈલી બદલવા તૈયાર છે – તે પણ વૈજ્ઞાનિક પ્રમાણભૂત ડેટાની સાથે.