આસામઃ સાપ પ્રજાતિમાં સૌથી ખતરનાક કિંગ કોબ્રા માનવામાં આવ્યા હતા. કિંગ કોબ્રા દુનિયાનો સૌથી લાંબો સાપ ગણવામાં આવી શકે છે. ત્યારે આસામમાં નગાંવમાં એક ચાના બગીચામાં 16 ફૂટ લાંબો એક વિશાળ કિંગ કોબરા મળી આવ્યો. લગભગ 20 કિલો વજન ધરાવતો આ કિંગ કોબરાને પકડવા માટે વન વિભાગેની ટીમે ઘણી મહેનત કરવી પડી હતી. હકીકતમાં, ચાના બગીચામાં કામ કરનારાઓ શનિવારે આ કોબરા જોવા મળ્યો હતો. આ ઝેરીલા સાંપને જોયા બાદ તેઓએ આનન-ફનનમાં નવ વિભાગની ટીમને તેની સૂચના આપવામાં આવી હતી.
જે બાદ સ્થળ પર પહોંચોની વન વિભાગની ટીમે કોબરાને પકડવા માટે ચાના બગીચામાં ઉતર્યા. 16 ફૂટ લાંબો આ કોબરાને પકડવા માટે વન વિભાગના પસીના છૂટી ગયા હતા. કારણ કે સાપ મોટો તો હતો પણ સાથે તેનો વજન પણ ખૂબ વધારે હતો. ડર પણ લાગી રહ્યો હતો કે તે તેની પર પ્રહાર ન કરી દે. જોકે, વિશેષજ્ઞોની ટીમ પહેલેથી જ સતર્ક હતી. અને સાપને પકડવામાં સફળ રહી.
ચાના બગીચામાં સાપને પકડ્યા બાદ વન વિભાગની ટીમે કોબરાને જંગલમાં છોડી મૂક્યો. ઝેરીલા સાપને જોવા માટે ગ્રામીણોની ભારે ભીડ જોવા મળી હતી. સાપોમાં સૌથી ઝેરીલો કિંગ કોબરા જ હોય છે. માનવામાં આવે છે કે, જો કોબરા એકવાર ભરપુર ભોજન કરી લે તો આગામા 2-3 સપ્તાહ સુધી ભોજન વગર રહી શકે છે.