Amazing facts about Vatican city: જ્યાં એક પણ હોસ્પિટલ નથી, પણ છે પોતાની સેના – જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા
Amazing facts about Vatican city: પૃથ્વી પરના દરેક ખૂણામાં કંઈક અનોખું છુપાયેલું છે – ક્યાંક કાંઈ અજાયબી છે, તો ક્યાંક અદભૂત રહસ્ય છે. એવી ઘણી જગ્યાઓ છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત રહી જઈએ. એમાંની એક જગ્યાનું નામ છે વેટિકન સિટી – દુનિયાનો સૌથી નાનો દેશ, પણ એનું મહત્વ જગતભરમાં ફેલાયેલું છે.
વેટિકન સિટી આજકાલ ચર્ચામાં કેમ છે?
તાજેતરમાં ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના નિધનના સમાચાર સામે આવ્યા પછી, વેટિકન સિટી ફરી એકવાર વૈશ્વિક ચર્ચામાં છે. રોમના મધ્યમાં વસેલું આ નાનકડું રાજ્ય માત્ર તેનું ધાર્મિક નહીં, પણ ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે.
વેટિકન સિટી: એક દેશ જેમાં ભવ્ય ઇતિહાસ છુપાયો છે
યુરોપના મધ્યમાં, ઇટાલીની રાજધાની રોમના હૃદયમાં વસેલું વેટિકન સિટી ફક્ત 44 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેનો આશરે 2 કિમીનો ઘેરાવો છે. ભવિષ્યમાં વેટિકન સિટી એક સ્વતંત્ર રાષ્ટ્ર કેવી રીતે બન્યું, તે એક રસપ્રદ ઇતિહાસ ધરાવે છે.
૧૯મી સદી સુધી પોપ ઇટાલી પર શાસન કરતા હતા, પણ જ્યારે 1871માં ઇટાલી એકીકૃત થયું, ત્યારે પોપની શાસનશક્તિ ઘટી ગઈ અને માત્ર વેટિકન વિસ્તાર પૂરતી મર્યાદિત રહી. 11 ફેબ્રુઆરી 1929ના રોજ, પોપ પાયસ XI અને બેનિટો મુસોલિની વચ્ચે થયેલી લેટરન સંધિ અંતર્ગત, વેટિકન સિટીને એક નાનકડા, પણ સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો અપાયો. શરત એ હતી કે પોપ કોઈ રાજકીય નિર્ણયોમાં ભાગ નહીં લેશે.
શાંતિભર્યો દેશ – પણ છે બધું પોતાનું
તમે વિચારશો કે એટલી નાની જગ્યા હોય અને ફક્ત 1000 લોકો વસતા હોય, તો આ દેશમાં સુવિધાઓ કેવી હશે? તો જાણો કે અહીં એક પણ હોસ્પિટલ નથી. તેની આસપાસના વિસ્તારોમાં સારી તબીબી સેવા ઉપલબ્ધ હોવાથી, અહીં હોસ્પિટલ બનાવવા કોઈ જરૂર જણાઈ નહીં. એવી સ્થિતિમાં, ગર્ભવતી સ્ત્રીઓ ડિલિવરી માટે દેશની બહાર જાય છે.
આ દેશ પાસે પોતાની સેના પણ છે – 110 સૈનિકોની સ્વિસ ગાર્ડ, જે પોપની સુરક્ષા માટે નિમાયેલ છે. આ એકમાત્ર એવું રાષ્ટ્ર છે જે રાત્રે ‘બંધ’ થઈ જાય છે – એટલે કે, તમામ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે અને શાંતિ છવાઈ જાય છે.
અનોખું, નાનું પણ મહત્વપૂર્ણ
વેટિકન સિટી માત્ર એક નાનો દેશ નથી, પણ વિશ્વના કરોડો ખ્રિસ્તીઓ માટે આશ્થાનું કેન્દ્ર છે. તેની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્તા એ દેશની વાસ્તવિક શક્તિ છે – જે તેના કદથી અનેકગણી મોટી છે.