Ajab Gajab: અનાથાલયમાંથી સ્પેનિશ દંપતીએ ગોદ લીધી હતી, હવે 20 વર્ષ બાદ ભારત આવી માતાને શોધતી છોકરી, જાણો મળી છે કે નહીં?
Ajab Gajab: 20 વર્ષ પહેલા, સ્પેનિસ દંપતિ, જેમ્મા વિડાલ અને જુઆન જોશે, ઓડિશાના એક અનાથાશ્રમમાંથી એક છોકરી અને તેના નાના ભાઈને દત્તક લીધા હતા.આ છોકરી હવે 21 વર્ષની છે અને પોતાની જૈવિક માતા-પિતાની શોધમાં ભારત આવી છે.
આ છોકરી, સ્નેહા એનરિક વિડાલ તરીકે ઓળખાય છે, 2005માં, બનલતા દાસે ભુવનેશ્વર (ઓડિશા)ના અનાથાશ્રમમાં તેમના બાળકોને છોડવાનો એક મુશ્કેલ નિર્ણય લીધો હતો. હવે સ્નેહા, 21વર્ષની ઉંમરે, પોતાની માતાને શોધવા માટે ભારત આવી છે.
સ્નેહાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “મને મારા માતા-પિતા, ખાસ કરીને મારી માતાને મળવાનું મન છે. હું તેની સાથે રહીશ, ભલે તે ગમે તે સ્થિતિમાં હોય.” સ્નેહાએ તેના સ્પેનિશ માતા-પિતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને એમ પણ કહ્યું છે કે તેઓએ તેના માટે દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું છે, જેના માટે તે આખી જીંદગી ઋણ ચૂકવી શકશે નહીં.કારણ કે તેઓએ તેને અને તેના ભાઈને શ્રેષ્ઠ જીવન અને શિક્ષણ આપ્યું.19 ડિસેમ્બરે સ્નેહા અને તેના દત્તક માતા-પિતા ભારત આવ્યા હતા. તે પહેલાં, સ્નેહાનો ભાઈ સ્પેનમાં હતો. સ્નેહાએ જણાવ્યું હતું કે જો સોમવાર સુધી તેને તેની માતા નહીં મળે તો તે સ્પેન પરત જશે.
સ્નેહા અને તેના દત્તક માતા-પિતાએ સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતની મદદથી, સ્નેહાની જૈવિક માતા-પિતાનું સરનામુ મેળવ્યું.. સ્થાનિક પોલીસ અને તંત્રની મદદથી, તેમને સ્નેહાની માતા, બનલતા દાસ અને પિતા સંતોષનું સરનામું મળ્યું. હવે, સ્નેહા અને તેના દત્તક માતા-પિતાને આશા છે કે તેઓ તેમના માતા-પિતાને મળવા માટે લગભગ નજીક પહોંચ્યા છે.
આ સઘન અને કરુણ વાર્તા ખરેખર કોઈ ફિલ્મથી ઓછી નથી!