Ajab Gajab: “પતિ કપડાં સુકવવા ગયો, પત્ની થઈ ગઈ ગાયબ ; 2 વર્ષ બાદ મળતાં હોશ ઉડી ગયા!”
Ajab Gajab ક્યારેક વ્યક્તિના જીવનમાં અચાનક એવી ઘટના બને છે, જેના પછી તેનું આખું જીવન બદલાઈ જાય છે. જો આ ઘટના નકારાત્મક, પીડાદાયક અને આઘાતજનક હોય તો જીવન બરબાદ થઈ જાય છે. આવી જ એક ઘટના એક વ્યક્તિના જીવનમાં બની, જ્યારે તેની પત્ની અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ. એક દિવસ, બેલ્જિયમમાં રહેતો આ વ્યક્તિ તેના ઘરની બહાર કપડાં સુકવવા ગયો હતો, જ્યારે તેની પત્ની અંદર ટીવી જોઈ રહી હતી. પરંતુ જ્યારે તે વ્યક્તિ ઘરની અંદર પાછો ફર્યો ત્યારે તેને તેની પત્ની ક્યાંય મળી ન હતી. 2 વર્ષ પછી પત્ની મળી. જે રીતે તેની શોધ થઈ અને તે સ્ત્રી પર જે પરિણામ આવ્યું તે જોઈને બધા ચોંકી ગયા! Ajab Gajab
Ajab Gajab બેલ્જિયમના એન્ડેન શહેરની પૌલેટ લૅન્ડ્રિક્સ (Paulette Landrieux) 83 વર્ષની હતી અને અલ્ઝાયમરથી પીડિત હતી. આ બીમારીમાં માણસે રોજિંદી વસ્તુઓ ભૂલવા લાગતી હોય છે. પૌલેટને પણ ખોરાક અથવા બીજી વસ્તુઓ યાદ રહેતી નહોતી. તેના પતિ માર્કસેલ ટારેટ પૌલેટની સંભાળ રાખતા. ઘણીવાર તો પૌલેટ ગમે તેમ તેના પતિને કહ્યા વગર ઘરની બહાર ચાલી જતી અને માર્કસેલને એને શોધીને ઘર પર લાવવી પડતી.
પતિ કપડાં સુકવી રહ્યો હતો, પત્ની ગાયબ થઈ ગઈ
પરંતુ 2 નવેમ્બર 2020 ના રોજ એવું કંઈક થયું, જેની માર્સેલને ક્યારેય કલ્પના પણ ન હતી. તે કપડાં ધોઈને, સુકવવા માટે ઘરની પાછળ બગીચામાં ગયો હતો. પૌલેટ માટે તેણે ટીવી ચાલુ કરી દીધી હતી અને કંઈક ખાવા માટે આપ્યું હતું. તેને એવું લાગ્યું હતું કે પત્ની અંદર આરામથી ટીવી જોઈ રહી હશે, પરંતુ જ્યારે તે કપડાં સુખવીને ઘરની અંદર પરત આવ્યો, ત્યારે પૌલેટ ક્યાંય ન હતી. તેમણે આખા ઘરની તલાશી લીધી, પાડોશીઓને પૂછ્યું, પરંતુ કોઈને પણ પૌલેટ વિશે કશું ખબર નહોતી. ત્યારબાદ તેમણે પોલીસને બોલાવી, જેમણે હેલિકોપ્ટરથી શોધખોળ કરી, પરંતુ તેમને પણ કંઈ મળ્યું નહીં.
ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં 2 વર્ષ પછી દેખાઈ!
2 વર્ષ સુધી પૌલેટનો કોઈ પત્તો નહોતો. માર્સેલે વિચાર્યું કે તે તેની પત્નીને ક્યારેય જોઈ શકશે નહીં, અને તેને શું થયું તે જાણિ શકશે નહીં. પરંતુ અચાનક 2022માં માર્સેલના એક પાડોશીએ ગૂગલની સ્ટ્રીટ વ્યૂ સર્વિસની મદદથી કંઈક એવું જોયું જેની કોઈને અપેક્ષા નહોતી. ઘરની સામેના રોડ સ્ટ્રીટ વ્યૂમાં, ફોટોમાં પૉલેટ દેખાઈ હતી, જે ઘરની બહાર નીકળીને સામે ફૂટપાથ થઈને ઝાડીઓમાં જઈ રહી હતી. જ્યારે પોલીસે આ તસ્વીર જોઈ તો તેઓ તે રસ્તે ગયાં. આગળ એક ખાઈ હતી, જેમાં ઘણી બધી ઝાડીઓ હતી. જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે માર્સેલનો મૃતદેહ મળી આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે ઝાડીઓમાં ફસાઈ જવાથી તેનું મૃત્યુ થયું હશે.