બરેલીઃ કોરોનાકાળ વચ્ચે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નોમાં ક્યારેક એવી હરકતો થતી હોય છે જે લોકોમાં ચર્ચાનો વિષય બનતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બરેલીમાં બની હતી. અહીં લગ્નમાં દારૂ ઢીચીને અભદ્ર વ્યવહાર કરતા કન્યાએ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો અને જાન કન્યાને લીધા વગર પાછી ફરી હતી. એટલું જ નહીં કન્યાએ પરણવાનો જ ઇન્કાર કરી દીધો. આ વાત સામે આવતા ધમાચકડી મચી ગઈ પરંતુ કન્યા એકની બે ન થઈ અને આખરે જાન માંડવેથી ખાલી પાછી ગઈ
બનાવ ઉત્તર પ્રદેશના બરેલીનો છે. અહીંયા એક જાનમાં જાનૈયાએએ દારૂ પીને ડીજેના તાલે ધમાચકડી મચાવી હતી. જોકે, લગ્નોમાં આ વાત કોઈ નવી નથી પરંતુ દારૂના નશામાં ધુત જાનૈયાઓએ કન્યાની માતા અને ભાઈ સાથે અભદ્ર વર્તન કર્યુ હતું. આ મામલે કન્યાને જાણ થતા તે વિફરી અને લગ્નનો ઇન્કાર કરી દીધો.
મામલો એટલી હદે વણસી ગયો કે જાનને રીતસર માંડવેથી વીલા મોઢે પરત ફરવું પડ્યું. ઘટના બાદ કન્યાના પિતાએ વેવાઇવેલા સામે પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ પણ નોંધાવી.
બનાવના મૂળમાં ડીજે હોવાનું સામે આવ્યું છએ. બરલેલીના શેરગઢના નગલા ગામે આવેલી એક જાનમાં દારૂ પીધેલા જાનૈયાએએ ધક્કો મારતા એક બાળક ઘસી પડ્યો હતો. જાનૈયાઓએને આ મામલે સમજાવા ગયેલી કન્યાની માતા અને તેના ભાઈને પણ આ લોકોએ ધક્કામૂકી કરતા તે બંને પણ જમીન પર ફંગોળાયા હતા. કન્યાના આ વર્તન બાદ વરપક્ષ વિફર્યો. કન્યાના પતિએ તો જોઈ લેવાની અને મારવાની ધમકી પણ આપી અને સ્થાનિકો જોડે પણ ગેરવર્તૂણક કરી.
વરપક્ષની અનેક આજીજી બાદ પણ કન્યા એકની બે ન થઈ અને તેણે લગ્ન કરવા માટે ઇન્કાર કરી દીધો. કન્યાએ કહ્યું કે ‘જે વ્યક્તિ વડીલોનું સન્માન કરવાનું ન સમજતો હોય એવા વ્યક્તિ સાથે હું ક્યારેય લગ્ન નહીં કરું’. બસ પછી શું જાન વીલા મોઢે પરત ફરી.
આ મામલે શેરગઢ પોલીસ મથકના ઇન્સપેક્ટરે જણાવ્યું કે કન્યાપક્ષે આ મામલે અરજી આપી છે. અમે બંને પક્ષોને બોલાવી અને સામસામે બેસાડીને મામલો સુલટી જાય તેવો પ્રયાસ કરીશું.