4-Day Workweek in Japan: ઉત્પાદકતા વધારવાની નવી રીત, જાપાનનું 4-દિવસ કાર્ય સપ્તાહ મોડેલ
4-Day Workweek in Japan: જાણીતિ “વર્કહોલિક” છબી ધરાવતા જાપાનમાં હવે એક શાંત બદલાવ લાવવામાં આવી રહ્યો છે. હજી સુધી ‘અઘિક કામને કારણે થતું મૃત્યુ’ એટલે કે “કરોશી” માટે ખ્યાતિ ધરાવતો દેશ હવે ચાર દિવસના કાર્ય સપ્તાહ તરફ આગળ વધી રહ્યો છે. આ બદલાવનો મુખ્ય હેતુ છે—કર્મચારીઓ માટે આરામદાયક જીવનશૈલી, ઉંચી ઉત્પાદકતા અને સારી માનસિક તંદુરસ્તી.
ચાર દિવસના કામથી 40% વધુ ઉત્પાદકતા
જાપાનમાં ઘણી કંપનીઓએ પહેલથી જ આ મૉડેલ અજમાવવાનું શરૂ કરી દીધું છે. માઇક્રોસોફ્ટ જાપાનના એક પાયલટ પ્રોજેક્ટમાં, કર્મચારીઓએ માત્ર ચાર દિવસ કામ કરીને પણ 40% વધુ કાર્યક્ષમતા દાખવી. સાથે સાથે, વીજળીના ઉપયોગ અને ઓફિસ સંસાધનોમાં પણ મોટો ઘટાડો નોંધાયો. આવા પરિણામોને જોતા, સરકારે પણ આ દિશામાં નીતિગત સ્તરે વિચાર કરવાની શરૂઆત કરી છે.
કેટલાં દેશોએ પહેલથી અપનાવ્યો છે મોડેલ?
જાપાન એકલો નથી. આઇસલેન્ડમાં 2015થી 2019 વચ્ચેના પરીક્ષણો પણ ખૂબ સફળ રહ્યા હતા. યુકે, સ્પેન, ન્યુઝીલેન્ડ અને જર્મનીમાં પણ કંપનીઓ અને સરકારોએ કાર્ય સપ્તાહ ઘટાડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. અમેરિકા અને કેનેડાની ઘણી ખાનગી સંસ્થાઓએ પણ આ મોડેલ અપનાવવાનું શરૂ કર્યું છે.
શું ભારત માટે પણ આ યોગ્ય વિકલ્પ છે?
ભારત જેવી વર્કલોડથી ભરપૂર કાર્પોરેટ સંસ્કૃતિ ધરાવતા દેશ માટે આ મોડેલ આશાજનક બની શકે છે. ખાસ કરીને મેડિકલ, ટેક અને સર્વિસ સેક્ટરમાં જ્યાં કર્મચારીઓ લાંબા સમય સુધી કામ કરે છે, ત્યાં કામના કલાકો ઘટાડવાથી કર્મચારીઓના માનસિક અને શારીરિક આરોગ્યમાં સુધારો થઈ શકે છે. જોકે, દેશના વિવિધ ઉદ્યોગોના સ્વરૂપને ધ્યાનમાં રાખીને, આ પ્રકારનો ફેરફાર ધીમી અને ચોક્કસ રીતે અમલમાં મુકવો પડશે.
સારાંશરૂપે કહીએ તો, વધુ કામ કરવાથી સારું પરિણામ મળે જ એ વાત સાચી નથી. ઊર્જા બચાવવી, આરામ આપવો અને જીવનમાં સંતુલન લાવવું પણ એટલું જ મહત્વનું છે—અને હવે વિશ્વનો એક સૌથી મહેનતકષ દેશ પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે.