બોલિવૂડના દબંગ ખાન ભાઈજાન સલમાન ખાનના ચાહકો વિશ્વભરમાં છે આવા જ ચાર મિત્રોએ સાથે મળીને મુંબઈની બાંદ્રા વિસ્તારમાં ભાઈજાનના નામથી રેસ્ટોરાં શરૂ કરી છે આ રેસ્ટોરાં નહીં પણ મ્યૂઝિયમ હોય તેમ લાગે છે અહીંયા સલમાન ખાનની મનપસંદ ડિશની સાથે તેની ફિલ્મોગ્રાફી પણ જોવા મળે છે રેસ્ટોરાંમાં અભિનેતાના લોકપ્રિય સંવાદો મનપસંદ ડિશ તથા પોસ્ટર્સ છે ગેટથી અંદર જતા જ સલમાન ખાનની ફિલ્મના લોકપ્રિય સંવાદો દીવાલ પર લખવામાં આવ્યા છે જેમાં સ્વાગત નહીં કરોગે આપ હમારા દોસ્તી કી હૈ નિભાની પડેગી એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી તો ઉસકે બાદ મૈં ખુદ કી ભી નહીં સુનતા દોસ્તી કા એક ઉસૂલ હૈ મેડમ નો સોરી નો થેંક્યૂ સલમાન ખાનની ફિલ્મ જુડવાની રિલીઝ ડેટ તથા 10 રૂપિયાની નોટનો નંબર એક જેવો છે રેસ્ટોરાંમાં સલમાનની ફિલ્મના પોસ્ટર્સ અલગ અલગ રીતે બનાવવામાં આવ્યા છે સલમાનના વિવિધ ફિલ્મના લુકની તસવીરો પણ અહીંયા જોવા મળે છે સલમાન ખાનની ફિલ્મ જુડવાની રિલીઝ ડેટ તથા 10 રૂપિયાની નોટનો નંબર એક જેવો છે રેસ્ટોરાંમાં સલમાનની ફિલ્મના પોસ્ટર્સ અલગ અલગ રીતે બનાવવામાં આવ્યા છે સલમાનના વિવિધ ફિલ્મના લુકની તસવીરો પણ અહીંયા જોવા મળે છે રેસ્ટોરાંમાં પેઇન્ટિંગની સાથે સાથે મેટલની કલાકૃતિ પણ બનાવવામાં આવી છે કારણ કે સલમાનને આવી વસ્તુઓ ગમે છે સલમાનના બ્રેસલેટ પણ ટેબલ પર મૂકવામાં આવ્યા છે અહીંયા સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં જેવી બાલ્કની છે તેવી જ બાલ્કની રેસ્ટોરાંમાં બનાવવામાં આવી છે સલમાન ખાનને સાયકલિંગ તથા પેઇન્ટિંગનો શોખ છે અને તેથી જ રેસ્ટોરાંના ઝૂમ્મરને સાયકલની ચેનથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ભાઈજાન રેસ્ટોરાંમાં એક વિભાગમાં સલમાન ખાનની અલગ અલગ લોકપ્રિય ફિલ્મની હેર સ્ટાઇલ તથા લુકના પોસ્ટર પણ છે જેમાં તેરે નામ બૉડીગાર્ડ અંદાજ અપના અપના હમ આપકે હૈ કૌન આર્ટીસ્ટ રોહન જોગલેકરે સલમાન ખાનનું પેઇન્ટિંગ આઠ કલાકમાં તૈયાર કર્યું છે આ પેઇન્ટિંગ પણ આકર્ષણનું કેન્દ્ર છે હોટલના મેનેજર પ્રદીપ સાહુએ કહ્યું કે તેમણે મેનુને કોમિક બુકની જેમ ડિઝાઇન કર્યું છે વાનગીઓના નામ પણ એવા જ આપવામાં આવ્યા છે જેમાં મછલી નંબર 1 દબંગ 1 મટન ગરમ ચાય કી પ્યાલી અંડા અપના અપના જય હો વેજ સેક્શન દંબગ 2 ચિકન ચુલબુલ ચાવલ સામેલ છે સલમાનની મનપસંદ મટન બિરયાની બર્રા ચિકન મટન ચાપ પણ અલગ અંદાજમાં સર્વ કરવામાં આવે છે મેનેજરે કહ્યું કે સલમાનની ફિલ્મ રિલીઝ થાય ત્યારે અને બર્થડે પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડે છે સલમાન ખાન પણ અહીંયા ઘણીવાર આવી ચૂક્યો છે સલમાન જ્યારે મુંબઈમાં શૂટિંગ કરતો હોય ત્યારે અહીંથી ઘણીવાર ભોજન ઓર્ડર કરતો હોય છે સલમાન ઉપરાંત સૂરજ પંચોલી સ્નેહા ઉલ્લાલ ડેઈઝી શાહ માહી વિજ સહિતના ઘણાં અભિનેતાઓ આવતા હોય છે મેનેજર પ્રદીપે કહ્યું કે આ રેસ્ટોરાંને ચાર મિત્રોએ સાથે મળીને શરૂ કરી છે આ ચારેય સલમાનના ચાહક છે સલમાન ખાન જ્યાંથી ભણ્યો તે જ હાઇ સ્કૂલ સેન્ટ સ્ટેનિસ્લોસમાંથી આ ચારેય મિત્રો પાસ આઉટ થયા છે આ ચારેયે સલમાનને ડેડીકેટ કરવા માટે ભાઈજાન રેસ્ટોરાં શરૂ કરી.